ETV Bharat / state

જામનગરના સિક્કામાં ઉપસરપંચ પર હુમલો, મરણના દાખલા બાબતે થયો ઝઘડો

author img

By

Published : May 19, 2021, 5:26 PM IST

જામનગરના સિક્કામાં મરણના દાખલા બાબતે ઝઘડો થતા ઉપસરપંચ પર હુમલો કરવાની ઘટનાએ ચકચાર મચાવ્યો છે. હુમલો કરનારા ઉપસરપંચના જ કૌટુંબિક ભાઇ હતા. પોલીસે આ બાબતે વધુ તપાસ હાથ ધરી છે.

Jamnagar News
Jamnagar News
  • જામનગરના સિક્કામાં ઉપસરપંચ પર હુમલો
  • મરણના દાખલા બાબતે ઝઘડો થયો
  • મરણના દાખલ બાબતે કૌટુંબિક ભાઇઓ વચ્ચે સામસામી ફરિયાદ નોંધાઈ

જામનગર: જિલ્લાના સિક્કાના કારાભુંગામાં રહેતા એક પરિવારમાં સ્વજનના મરણના દાખલ બાબતે બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા મારામારી સર્જાઇ હતી અને બંને પક્ષોએ સામસામી પોલીસ ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચોઃ જાહેરમાં બે શખ્સો વિરૂદ્ધ હુમલો કરનાર ચાર પૈકી પોલીસે 3 આરોપીની ધરપકડ કરી

ઉપસરપંચને ઇજા થતાં હોસ્પિટલમાં ખસેડાયા

સિક્કાના કારાભુંગામાં રહેતા દીપકભાઇ કેશવજીભાઇ ચૌહાણે ફરિયાદ નોંધાવી છે કે, તેમના દાદા દેવજી કરશનભાઇ આજથી વિસેક દિવસ પહેલા મરણ પામ્યા હતા. તેમનો મરણનો દાખલો મેળવવા તેઓના કાકા મોતીલાલ દેવજીભાઇએ અરજી આપી હતી. જેથી દીપકભાઇએ જગદીશભાઇ વાલજીભાઇ ચૌહાણને દાખલો પોતાને કેમ આપ્યો નથી, તેમ કહેતા બન્ને વચ્ચે બોલાચાલી થઇ હતી. તે સમયે ધર્મેન્દ્ર વાલજી ચૌહાણ પણ ત્યાં આવી પહોંચતા તેણે દીપકભાઇને માથાના ભાગે ઈંટનો ઘા મારી ઇજા પહોંચાડી હતી. તેમજ જગદીશભાઇએ દીપકભાઇને ડાબા પગમાં ઈંટનો ઘા મારી તેમજ જમણે આંખ ઉપર મુંઢ ઇજા પહોંચાડી હતી અને ડાબા ખંભામાં તથા જમણા પગના સાથળમાં મુંઢ ઇજાઓ પહોંચાડી દીપકભાઇને જેમ ફાવે તેમ ગાળો બોલી એકબીજાએ ગુનો કરવામાં મદદ કરી જિલ્લા મેજીસ્ટ્રેટના જાહેર નામાનો ભંગ કરી ગુનો કર્યાની ફરિયાદ નોંધાવાઇ છે.

આ પણ વાંચોઃ મેઘરજમાં લગ્ન પ્રસંગમાં પોલીસ પર જીવલેણ હુમલો, 100 લોકોના ટોળા સામે ગુનો નોંધાયો

પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી

પોલીસે ઉપરોક્ત્ત બન્ને આરોપી જગદીશ ચૌહાણ અને ધર્મેન્દ્ર ચૌહાણ સામે IPC કલમ-323, 324, 325, 504, 114 તથા જીપી એક્ટ કલમ- 135 (1) મુજબની ફરિયાદ નોંધાવી છે. જ્યારે સામાપક્ષે જગદીશ વાલજીભાઇ ચૌહાણે ફરિયાદ નોંધાવી છે કે, દીપકભાઇ કેશવજી ચૌહાણના દાદા દેવજીભાઇ કરશનભાઇ આજથી પંદરેક દિવસ પહેલા મરણ પામ્યા હતા. જેનો મરણનો દાખલો દીપકભાઇના મોટા બાપુ નાનજી દેવજી લઇ ગયા હતા. જેનુ મનદુખ રાખી દીપકભાઇએ મને કેમ દાખલો આપ્યો નથી તેમ કહી બોલાચાલી કરી જેમ ફાવે તેમ ગાળો બોલી ઢિકા પાટૂનો માર મારી સિમેન્ટની ઈંટના માથાના ભાગે ઘા મારી ઇજા પહોંચાડી હતી. તેમજ ડાબા ખંભાના ભાગે ઈંટનો ઘા કરી ફેક્ચર જેવી ઇજા પહોંચાડી તેમજ તેમની સાથે રહેલા જીતેશ આલજી ચૌહાણએ ઢીંકા પાટુંનો માર માર્યો હતો. જે અંગે તેમણે પણ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.