ETV Bharat / state

રાજ્યના ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ 15 દિવસ માટે યથાવત રહેશેઃ મુખ્યપ્રધાનની જાહેરાત - મુખ્ય પ્રધાન વિજય રૂપાણી

રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જામનગરમાં 578 કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું છે, ત્યારે જામનગરમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટ્સ મ્યુઝિયમ બનવાની જાહેરાત પણ કરી હતી.

જામનગરમાં બનશે આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટ્સ મ્યુઝિયમ

author img

By

Published : Jan 15, 2021, 1:03 PM IST

Updated : Jan 15, 2021, 3:00 PM IST

  • જામનગરમાં બનશે આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટ્સ મ્યુઝિયમ
  • જામનગરમાં મુખ્ય પ્રધાન હસ્તે રૂ.578 કરોડના વિકાસકામોનું ખાતમુહુર્ત અને લોકાર્પણ
  • રાજ્યના ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ 15 દિવસ માટે યથાવત રહેશે

જામનગરઃ રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી આજે (શુક્રવાર) જામનગરમાં આવ્યા હતા અને અહીં તેમણે એક મહત્વની જાહેરાત કરી છે. ખાસ કરીને કોરોનાકાળ ચાલી રહ્યો છે, ત્યારે ચાર મેગાસિટીમાં જે પ્રકારે રાત્રી કર્ફ્યુનું રાજ્ય સરકાર એલાન કર્યું છે તે હજુ યથાવત્ રહેશે અને આગામી 15 દિવસ સુધી રાત્રી કર્ફ્યુ ચાર મહાનગરપાલિકામાં યથાવત રાખવામાં આવશે. જે બાદ નિર્ણય લેવામાં આવશે જો કે દિવસે ગુણવત્તા કેસને લઈને રાજ્ય સરકાર દ્વારા આ પગલું ભરવામાં આવ્યું હતું.

જામનગરમાં બનશે આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટ્સ મ્યુઝિયમ

જામનગરમાં બનશે આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટસ મ્યુઝિયમ

જામનગરમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું મ્યુઝિયમ બનશે તેવી જાહેરાત રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કરી છે અને આ સ્પોર્ટ્સ મ્યુઝિયમનું નામ જામનગરના રાજવી જામ રણજીતસિંહ રાખવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા જામનગર ક્રિકેટ બંગલામાં સ્પોર્ટ્સ મ્યુઝિક બનશે તેવી અટકળો થતી હતી. જોકે શહેરીજનોએ તેનો વિરોધ કર્યો હતો.

જામનગરમાં પધાર્યા મુખ્ય પ્રધાન અને કરોડોના વિકાસકામો મંજૂર કર્યા

જામનગરમાં રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી દ્વારા રૂપિયા 578 કરોડના 39 વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કરવામાં આવ્યું હતું. જામનગર શહેરમાં નવનિર્મિત થનારા રૂપિયા 198 કરોડના ફ્લાઈ ઓવર બ્રીજ સહિત શહેર અને જિલ્લાના વિવિધ વિભાગના રૂપિયા 567 કરોડના વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમ જામનગરના ઓશવાળ સેન્ટર ખાતે યોજાયો હતો. આ પ્રસંગે સાંસદ પૂનમ માડમ, અન્ન અને પુરવઠા પ્રધાન હકુભા જાડેજા, ધારાસભ્ય રાઘવજી પટેલ, કલેક્ટર એસ રવીશકર અને કમિશનર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Last Updated : Jan 15, 2021, 3:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.