મળતી માહિતી પ્રમાણે, જામનગરમાં લાલ બંગલા સર્કલ ખાતે મોટી સંખ્યામાં આહિર સમાજના અગ્રણીઓ ધારાસભ્ય વિક્રમ માડમ તથા કોંગ્રેસના કાર્યકર્તાઓ કાર્યક્રમ જોડાયા છે. જો કે, સાંસદ પૂનમબેન માડમ પણ આ ધરણા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતા.
તો બીજી તરફ, તલાલાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડનેસસ્પેન્ડ કરી દેવામાં આવતા સમગ્ર રાજ્યમાં આહિર સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. આગામી લોકસભાચૂંટણીમાં પણ ધારાસભ્ય પ્રકરણ ભાજપને નુકશાન કરે તેવી શકયતા છે.
મહત્વનું છે કે, થોડા દિવસ પહેલા પણ અમરેલીમાં આહીર સમાજ દ્વારા સંમેલન બોલાવી ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારે હવેજામનગરમાં પણ ધારાસભ્યને સસ્પેન્ડ કરવા મામલે ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. જામનગર જિલ્લામાં આહીર સમાજની વસ્તી મોટા પ્રમાણમાં છે, ત્યારેધારાસભ્ય ભગવાન બારડ મામલે આગામી દિવસોમાં કાઈક નવા જૂની જોવા મળે તો નવાઈ નહિ.