- ફરજ દરમિયાન સત્તાનો દુર ઉપયોગી કરી સંપત્તિ એકઠી કરી
- જામનગરમાં વર્ગ 2ના નિવૃત કર્મચારી સામે ACBએ ગુનો દાખલ કર્યો
- ભ્રષ્ટાચાર અધિનિયમ હેઠળ ગુનો નોંધાયો
જામનગર: માર્ગ અને મકાન પેટાવિભાગના ફરજ બજાવી નિવૃત થયેલા વર્ગ-2ના અધિકારી સામે ACB (એન્ટી કરપ્શન બ્યુરો) ની તપાસ દરમિયાન 5.47 કરોડની સંપતિ હોવાનું ખુલતા ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ફરજ દરમિયાન સત્તાનો દુર ઉપયોગી કરી સંપત્તિ એકઠી કરી
જામનગરમાં માર્ગ અને મકાન પેટાવિભાગ કચેરીમાં ફરજ બજાવતા ચુનીલાલ પારૂમલ ધારશીયાણીએ તેની ફરજ દરમિયાન સતાનો દુરુપયોગ કરી ભ્રષ્ટાચાર આર્ચયાની અરજીના આધારે જામનગર લાંચ રીશ્વત વિરોધી ખાતાના અધિકારીઓ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: તાલાળા તાલુકા પંચાયતમાં 40 કરોડથી વધુનો ભ્રષ્ટાચાર, ધારાસભ્ય ભગવાન બારડે કરી ફરિયાદ
ACB તપાસમાં બેનામી સંપત્તિનું રાઝ ખુલ્યું
દરમિયાન આ અધિકારી નિવૃત થયા હતા બાદમાં આ ACB (એન્ટી કરપ્શન બ્યુરો)ની તપાસમાં બેન્ક ખાતાઓ દસ્તાવેજી પુરાવાઓ મેળવવામાં આવ્યા હતા. જેમાં અધિકારીએ 1-4-2006થી 31-3-2015 સુધીના 9 વર્ષના સમય દરમિયાન 1,70,43,218ની રોકડ રકમ જમા કરાવી હતી અને રૂપિયા 4,96,52,490ની સ્થાવર-જંગમ સંપતિ ખરીદી હતી અને ચેક દ્વારા આ સમય દરમિયાન જ 2,96,70,539ની રકમ ઉપાડી હતી.
આ પણ વાંચો: પૂર્વ કચ્છના ASIની આવક કરતા વધુ સંપતિ નિકળતા ACBમાં ફરિયાદ નોંધાઈ
ભ્રષ્ટાચાર અધિનિયમ હેઠળ ગુનો નોંધાયો
તેમજ આ અધિકારીએ તેના કાર્યકાળ દરમિયાન રૂપિયા 5,23,41,377ની આવક સામે કુલ ખર્ચ અને રોકાણ તરીકે 10,71,18,147 રૂપિયાની સંપતિ બહાર આવી હતી. જેની આકરણી દરમિયાન ACBએ આ ભ્રષ્ટાચારી અધિકારી ચુનીલાલ સામે 5,47,76,770 રૂપિયાની આવક અપ્રમાણ સરની હોવાનું ખુલ્યું હતું. જેથી ACBની ટીમે નિવૃત થયેલા અધિકારી વિરૂદ્ધ ભ્રષ્ટાચાર અધિનિયમ હેઠળ ગુનો નોંધ્યો છે.