ETV Bharat / state

બેડી નદીમાં નાહવા પડેલા યુવકનું ડૂબી જવાથી મૃત્યું

જામનગરની સાધના કોલોનીમાં રહેતો 33 વર્ષીય યુવાન પોતાના મિત્ર સાથે નદીમાં નહાવા ગયો હતો ત્યા ઉંડા પાણીમાં ડુબી જવાના કારણે યુવકનુ મૃત્યું થઈ ગયું હતું.

mot
બેડી નદીમાં નાહવા પડેલા યુવકનું ડૂબી જવાથી મૃત્યું
author img

By

Published : May 9, 2021, 10:50 AM IST

  • જામનગરમાં યુવાનનું નદીમાં ડુબવાના કારણે મૃત્યું
  • ફાયર બ્રિગેડની ટીમે શોધી કાઢ્યો મૃતદેહ
  • પોલીસે ઘટનાની તપાસ હાથ ધરી

જામનગર: શહેરમાં સાધના કોલોની આવાસમાં રહેતો યુવાન તેના મિત્ર સાથે જામનગર તાલુકાના બેડ ગામમાં આવેલી નદીમાં ન્હાવા ગયો હતો, તે દરમિયાન ઉંડા પાણીમાં ગરક થઈ જતા ડુબી જવાથી મૃત્યું થયું હતું.

ઉડા પાણીમાં ગરકાવ થઈ જતા નીપજ્યું મોત

જામનગર શહેરમાં સાધના કોલોની વિસ્તારમાં રહેતા સુનિલ કિશનભાઈ આશિયાણી (ઉ.વ.33) નામનો મજૂરી કામ કરતો યુવાન શુક્રવારે તેના મિત્રો સાથે જામનગર તાલુકાના બેડ ગામમાં આવેલી નદીમાં ન્હાવા માટે ગયા હતાં અને ત્યાં ન્હાતા સમયે સુનિલ પાણીમાં ગરક થઈ જતાં ડૂબી ગયો હતો.

આ પણ વાંચો : હળવદમાં કેનાલમાં યુવાનનું ડુબવાના કારણે મૃત્યું

ફાયર ટીમે ભારે જહેમત બાદ યુવકનો મૃતદેહ શોધી કાઢ્યો

આ અંગેની જાણ કરાતા જામનગર ફાયર વિભાગ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને નદીમાંથી સુનિલનો મૃતદેહ બહાર કાઢી પોલીસને સોંપી આપ્યો હતો. જેના આધારે હેડ કોન્સેટબલ સી.ડી.ગાંભવા તથા સ્ટાફે મૃતકના પિતા કિશનભાઈ આશિયાણીના નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.