જામનગરના હોલીડે રિસોર્ટમાં ન્હાવા ગયેલા યુવાનોને બાઉન્સરો દ્વારા માર મારવામાં આવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. યુવકોએ રિસોર્ટની ટિકીટ ન લીધી હોવાનો આક્ષેપ રિસોર્ટ પ્રશાસન અને બાઉન્સરો દ્વારા કરાઈ રહ્યો છે. શુક્રવારે સાંજે યુવકો સાથે આ ઘટના બનતા તેમને સારવાર માટે જી.જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
બીજીતરફ યુવાનોનો આક્ષેપ છે કે લોકરરૂમની ચાવી બાબતે બબાલ થતાં બાઉન્સરે અપશબ્દ બોલ્યા હતા, દરમિયાન અપશબ્દ બોલવાની ના પાડતા લોખંડના સળિયાથી માર મારવામાં આવ્યો છે. ઘટનામાં બંને પક્ષોએ સામસામે ફરિયાદ નોંધાવી છે.
મહત્વની વાત એ છે કે યુવકોને માથાના ભાગે લોખંડના સળિયા માર્યા છે. ઈદ બાદ આ યુવકો અહીં સ્નાન કરવા ગયા હોવાની માહિતી મળી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ યુવકોને મારવામાં આવ્યા હોય તેવી ઘટના બની છે.