જામનગર: જામનગરમાં અવારનવાર રખડતા ઢોરના કારણે અનેક અકસ્માતો થવાની ઘટનાઓ બની રહી છે. બાળકો, વૃદ્ધ તેમજ મહિલાઓ પર રખડતા ઢોર અવારનવાર હુમલા કરી રહ્યા છે. જેના કારણે અત્યાર સુધીમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રખરતા ઢોરની સમસ્યાને દૂર કરવા માટે અત્યારે 15 દિવસની ડ્રાઇવ પણ ચલાવવામાં આવી રહી છે. છતાં પણ રખતા ઢોરનો ત્રાસ સતત વધતો જોવા મળી રહ્યો છે.
માથામાં ગંભીર ઈજા પહોંચતા મોત: ગુલાબ નગર વિસ્તારમાં રહેતા 45 વર્ષે હરેશભાઈ રાઠોડ ચાલીને જઈ રહ્યા હતા. જે દરમિયાન ઢોરે પાછળથી તેને લીધા હતા. જેમા હરેશભાઈ રાઠોડને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી અને કોમામાં સરી ગયા હતા. 20 દિવસ સુધી હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ખાધા બાદ તેઓએ દમ તોડ્યો છે. ત્યારે હરેશભાઈ રાઠોડના પરિવારજનો જણાવી રહ્યા છે કે સમગ્ર મામલે પોલીસ ફરિયાદ દાખલ કરવી જોઈએ
સત્તાધીશોએ શું કહ્યું: જામનગર મહાનગરપાલિકાના સત્તાધીશો દ્વારા એવી પણ વાત કરવામાં આવી છે કે જામનગરમાંથી રખડતા ઢોરનો ત્રાસ કાયમ માટે નાબૂદ કરવામાં આવશે અને માલધારીઓ જે રખડતા ઢોર જાહેરમાં છુટા મૂકે છે તેની સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવશે. જોકે હજુ સુધી મહાનગરપાલિકા દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. જેના કારણે રખડતા ઢોરનો ત્રાસ દિવસેને દિવસે વધતો જોવા મળી રહ્યો છે. રખડતા ઢોરના અગાઉ પણ અનેક વખત સીસીટીવી પણ બહાર આવ્યા હતા. જેમાં મહિલાઓ, નાના બાળકો પર હુમલા કરતા હોય અને વૃદ્ધોને પણ અડેફેટે લેતા હોય તેવી ઘટનાઓ અગાઉ જામનગરમાં બની ચૂકી છે