ETV Bharat / state

ખરેડીમાંથી બોગસ ડૉકટર ઝડપાયો, ડિગ્રી વગર કરી રહ્યો હતો પ્રક્ટિસ

author img

By

Published : Mar 14, 2021, 8:53 PM IST

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ખરેડી ગામે બોગસ ડૉક્ટર ઝડપાયો છે. જામનગર SOG પોલીસે ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, કાલાવડ તાલુકાના ખરેડી ગામમાં ડિગ્રી વગરનો ડૉક્ટર પોતાનું ક્લિનિક ચલાવતો હતો.

બોગસ ડૉકટર
બોગસ ડૉકટર
  • જામનગરના ખરેડીમાંથી બોગસ ડૉકટર ઝડપાયો
  • ડિગ્રી વગર કરી રહ્યો હતો પ્રક્ટિસ
  • જામનગર ગ્રામ્ય વિસ્તારોમાં બોગસ ડૉકટર કરી રહ્યા છે પ્રક્ટિસ

જામનગર : જિલ્લાના કાલાવડ તાલુકાના ખરેડી ગામે બોગસ ડૉક્ટર ઝડપાયો છે. જામનગર SOG પોલીસે ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, કાલાવડ તાલુકાના ખરેડી ગામમાં ડિગ્રી વગરનો ડૉક્ટર પોતાનું ક્લિનિક ચલાવતો હતો.

આ પણ વાંચો - અમદાવાદના લાંભા વિસ્તારમાંથી બોગસ ડૉકટર ઝડપાયો

ડૉકટરની મશીનરી પણ મળી આવી બોગસ તબીબ પાસેથી

બોગસ ડૉક્ટર દર્દીઓને અલગ અલગ પ્રકારની દવાઓ આપીને રૂપિયા વસૂલ કરી રહ્યો છે, તેવી ચોક્કસ બાતમીના આધારે પોલીસે રેડ કરી બોગસ ડૉક્ટરના પાસેથી સ્ટેથોસ્કોપ, લોહીનું દબાણ માપવાનું ડિજિટલ મશીન અને સિરીઝ તથા ઇજેક્શન તેમજ વિવિધ કંપનીઓની દવાઓ કબ્જે કરી હતી.

આ પણ વાંચો - કોરોનાગ્રસ્ત બોગસ ડૉક્ટર સામે જન આરોગ્ય સાથે ચેડા કરવાનો ગુનો નોંધાયો

અંકિત શાંતિલાલ બાલધાની ધરપકડ કરાઇ

પોલીસ દ્વારા બોગસ ડૉક્ટર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં આરોપી અંકિત શાંતિલાલ બાલધા(પટેલ)ની ધરપકડ કરી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ બોગસ ડૉક્ટર પકડવા માટે SOGના PI નિનામા તથા PSI વિંછી તેમજ વી. કે. ગઢવી અને સ્ટાફ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી.

આ પણ વાંચો - રાજકોટમાં બોગસ ડૉકટર પકડાવાનો સિલસિલો યથાવત, ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ

આ પણ વાંચો - કેશવાડા ગામે બોગસ ડૉકટર વિવિધ દવાઓ સાથે ઝડપાયો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.