જામનગરઃ ખંભાળિયા ગેટ વિસ્તારમાં શ્રીજી ટાવરમાં રહેતા 48 વર્ષીય પુરૂષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું છે. જામનગરમાં છેલ્લા 36 કલાકમાં 13 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જે કારણે તંત્ર હરકતમાં આવ્યું છે.
જામનગર કોરોના અપડેટ
- કુલ પોઝિટિવ કેસ - 122
- કુલ મૃત્યુ - 3
- ગંભીર દર્દી - 6
- કુલ સક્રિય કેસ - 55
- કુલ સ્વસ્થ થયેલા દર્દી - 64
કોરોના સંક્રમણ જામનગર જિલ્લામાં સતત વધી રહ્યું છે. જામનગર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 122 થઈ ગઈ છે. જે આરોગ્ય વિભાગ માટે ચિંતાનો વિષય છે. શનિવારે એક જ દિવસમાં 12 પોઝિટિવ કેસ નોંધાયા હતા. તો રવિવારે ફરી 1 પોઝિટિવ કેસ નોંધાયો છે.
જામનગર જિલ્લામાં અત્યાર સુધી અમદાવાદ મુંબઈથી આવેલા વ્યક્તિઓના કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. જો કે, હવે સ્થાનિક સંક્રમણ શરૂ થતાં આરોગ્ય વિભાગની ઉંઘ હરામ થઈ ગઈ છે. જામનગર કોવિડ હોસ્પિટલમાં હાલ 55 પોઝિટિવ દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાંથી 6 વ્યક્તિની હાલત ગંભીર છે.