ETV Bharat / state

સૌરાષ્ટ્રના સમુદ્રમાં વ્હેલ શાર્કનું સંરક્ષણ અભિયાન, હવે 800 વ્હેલના થયાં રેસ્કયૂ - વ્હેલ

આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઊજવણી થઈ રહી છે ત્યારે પ્રકૃતિના અંગ સમાન દરિયાઈ જીવ સૃષ્ટિની દુર્લભ વ્હેલ શાર્કના સંરક્ષણ અને સંવર્ધન માટે સૌરાષ્ટ્રના સાગર કાંઠા પર નોંધપાત્ર પ્રયાસો થઈ રહ્યાં છે. એકસમયે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે વર્ષે 200 વ્હેલ શાર્કનો શિકાર થતો હતો પણ હવે છેલ્લાં 15 વર્ષમાં શિકારનો એક પણ કિસ્સો બન્યો નથી.

સૌરાષ્ટ્રના સમુદ્રમાં વ્હેલ શાર્કનું સંરક્ષણ અભિયાન, હવે 800 વ્હેલના થયાં રેસ્કયૂ

author img

By

Published : Jun 5, 2021, 2:49 PM IST

  • વિશ્વ પર્યાવરણ દિવસ:એકસમયે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે વર્ષે 200 વ્હેલ શાર્કનો શિકાર થતો હતો
  • છેલ્લાં 15 વર્ષમાં શિકારનો એક પણ કેસ નહીં
  • માછીમારો મોંઘી જાળ કાપી નાખીને વ્હેલ શાર્ક માછલીઓને મુક્ત કરે છે

ગીરસોમનાથ- વિશ્વની સૌથી મોટી માછલી વ્હેલ શાર્ક ખોરાક અને બચ્ચાંને જન્મ આપવા સૌરાષ્ટ્રના દરિયાકાંઠે આવે છે. સાગરખેડૂઓ વ્હેલ શાર્કને વહાલી ગણે છે, કીમતી જાળને કાપીને પણ માછલીને છોડી મૂકે છે. એક સમય હતો કે જ્યારે સૌરાષ્ટ્રનો દરિયાકિનારો વ્હેલ-શાર્ક માછલીના શિકાર માટે બહુ પંકાયેલો હતો. એક અંદાજ મુજબ, વર્ષે સરેરાશ 200થી વધારે વ્હેલ શાર્કનો શિકાર થતો હતો. આજે વ્હેલ શાર્ક માટે સૌથી સુરક્ષિત વિસ્તાર પણ સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો જ છે. સાગરખેડૂની દરિયાદીલીએ આજે વિશ્વની સૌથી મોટી માછલીને ગુજરાતની દીકરી બનાવી દીધી છે.

2001થી આ માછલીના શિકાર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે

માછીમારો હવે વ્હેલ શાર્કનો શિકાર નથી કરતા પણ જો વ્હેલ શાર્ક પોતાની જાળમાં ફસાઇ જાય તો જાળને કાપી નાખીને પણ માછલીને છોડી મુકે છે. છેલ્લા 15 વર્ષમાં એકપણ વ્હેલ શાર્કનો શિકાર થયો નથી. આ સમયગાળા દરમિયાન સાગરખેડૂઓ પોતાની જાળમાં ફસાયેલી 800થી પણ વધારે વ્હેલ શાર્કને જાળમાંથી મુક્ત કરી દીધી છે. મોરારિબાપુએ પણ સાગરખેડૂઓને અપીલ કરી હતી કે વ્હેલ શાર્ક તો બચ્ચાંને જન્મ આપવા માટે પોતાના પિયર આવતી દીકરી જેવી છે. દીકરીને થોડી મરાય. તેને બચાવવી જોઇએ. 2001થી આ માછલીના શિકાર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ Surat Metro Rail Project: 2500થી વધુ વૃક્ષોને તેના રૂટમાં ન આવે તે માટે હટાવવામાં આવશે

કેમ વ્હેલ શાર્કને ગમે છે ગુજરાતનો કાંઠો?

વ્હેલ શાર્ક માછલી ડિસેમ્બરથી માર્ચ દરમિયાન ગુજરાતના દરિયામાં જોવા મળે છે. ગુજરાતના દરિયાકિનારે ખૂબ સારા પ્રમાણમાં ફાયટોપ્લાંકટોન અને ઝુપ્લાંકટોન (વિવિધ સુક્ષ્મ દરિયાઇ જીવસૃષ્ટિ અને શેવાળ) હોય છે. જે વ્હેલ શાર્ક પોતાના ખોરાક તરીકે વધુ પસંદ કરે છે.

જાળના નુકસાન માટે 25 હજાર સુધીનું વળતર

2004માં જ્યારે વ્હેલ શાર્ક જાળમાં સપડાય ત્યારે વન વિભાગને માહિતી મોકલાતી હતી અને જાળ કાપીને માછલીને મુક્ત કરાતી હતી. 2012થી માછીમારો ખુદ વ્હેલ શાર્કને જાળમાંથી બચાવના ફોટો લઇ વન વિભાગમાં જમા કરાવી શકે છે. તેને રૂ. 25 હજાર સુધીનું વળતર ચૂકવાય છે.આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઊજવણી થઈ રહી છે ત્યારે પ્રકૃતિના અંગ સમાન દરિયાઈ જીવ સૃષ્ટિની દુર્લભ વ્હેલ શાર્કના સંરક્ષણ અને સંવર્ધન માટે સૌરાષ્ટ્રના સાગર કાંઠા પર નોંધપાત્ર પ્રયાસો થઈ રહ્યા છે.

08 જેટલી વ્હેલ શાર્કનું સફળ ટેગિંગ થયું છે

વ્હેલ શાર્ક માછલી હજારો માઈલ દૂરથી સૌરાષ્ટ્રના સાગર કિનારે પ્રજનન માટે આવે છે. વર્ષો પૂર્વે માછીમારો દ્વારા વ્હેલ શાર્કનો શિકાર થતો પરંતુ વર્ષ 2004થી સરકારના વન વિભાગ દ્વારા વ્હેલ શાર્કને શેડ્યુલ વન અંતર્ગત આવરી વ્હેલ શાર્કને આરક્ષણ આપ્યું છે. WTO એન.જી.ઓ દ્વારા વન વિભાગની સાથે રહી નોંધપાત્ર કામગીરી બજાવવામાં આવે છે. Wtoના પ્રોજેક્ટ ઇન્ચાર્જ ફારૂક બ્લોચના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં 800 જેટલી વ્હેલ શાર્કના રેસ્કયુ હાથ ધરવામાં આવ્યા છે. આ ઉપરાંત એક ખાસ પ્રોજેક્ટ અંતર્ગત દરિયામાં વ્હેલ શાર્કના પરિભ્રમણ અંગે સ્ટેલાઈટ જીપીએસ ટેગીગ પણ કરાઈ રહ્યું છે. હાલ 08 જેટલી વ્હેલ શાર્કનું સફળ ટેગિંગ થયું છે.કુદરતી પ્રકૃતિ સાથે જોડાયેલ દુર્લભ વ્હેલ શાર્કના સંરક્ષણ માટે સૌરાષ્ટ્રના સાગર કિનારા પર નોંધપાત્ર કામગીરી થઈ રહી છે.

આ પણ વાંચોઃ વિશ્વ પર્યાવરણ દિન: લગાન ફિલ્મથી જાણીતું થયેલું કુનરીયા ગામ હવે પર્યાવરણના લીધે થયું જાણીતું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.