- વેરાવળ પીપલ્સ બેંકને બેસ્ટ બેંક ડેવલોપમેન્ટનો એવોર્ડ એનાયત કરાયો
- દિલ્હી ખાતે યોજાયો હતો સમારોહ
- બેંકના પદાઘિકારીઓને એવોર્ડ- મેડલ એનાયત કરીને સન્માનિત કરાયા
ગીર સોમનાથ: વેરાવળ પીપલ્સ કો. ઓપ. બેંક લી.ને રાષ્ટ્રીય નિર્માણ રત્ન એવોર્ડ ફોર કો.ઓપ. બેંક ડેવલપમેન્ટનો એવોર્ડ એનાયત થયો છે. આ એવોર્ડનો શ્રેય બેંકના ગ્રાહકો, સભાસદોનો વિશ્વાસ તથા બોર્ડ ઓફ ડીરેક્ટર્સની સેવાઓ અને કર્મચારીઓની નિષ્ઠાપૂર્વક કામગીરીનો હોવાનું જાણાવા મળ્યુ છે.
છેલ્લા 61 વર્ષથી કાર્યરત એવી સૌરાષ્ટ્રની અગ્રણી સહકારી બેંક
લોકો દ્વારા અને લોકો માટેના સુત્ર સાથે છેલ્લા 61 વર્ષથી કાર્યરત એવી સૌરાષ્ટ્રની અગ્રણી સહકારી બેંક વેરાવળ પીપલ્સ કો.ઓપ.બેંક લી.ને ઉત્કૃષ્ઠ પરીણામો અને સેવાઓ બદલ તાજેતરમાં રાષ્ટ્રીય નિર્માણ રત્ન એવોર્ડ ફોર ઘ કો.ઓપ.બેંક ડેવલોપમેન્ટના એવોર્ડથી સન્માનીત કરવામાં આવેલી છે. નેશનલ એચિલીવર્સ રિકગ્નીશન ફોરમ તથા પર્મોટીંગ એચિવમેન્ટ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા દિલ્હીના કોન્સ્ટીટયુશન ક્લબ ખાતે યોજાયેલા સમારોહમાં દિલ્હી વિધાનસભાના અધ્યક્ષ રામનિવાસ ગોયલ, ભુતપૂર્વ મંત્રી ધીરેન્દ્ર પ્રતાપસિંહ, ખાદી અને ગ્રામીણ બોર્ડના ચેરમેન વિરેન્દ્ર ગર્ગ દ્વારા પીપલ્સ બેંકના એમડી અશોક ગદા, જો.એમ.ડી. સુનીલ સુબા, જીએમ રજનીકાંત ચંદારાણાને સન્માન પત્ર, મેડલ અને એવોર્ડ અર્પણ કરી સન્માનીત કરવામાં આવેલા હતા.
સૌરાષ્ટ્ર-કચ્છ પ્રાંતની સર્વપ્રથમ બેંક સન્માનિત
આ સન્માન સૌરાષ્ટ્ર- કચ્છ પ્રાંતની સર્વપ્રથમ પીપલ્સ બેંક હોવાનું અને આ એવોર્ડનો સંપૂર્ણ શ્રેય બેંકના ગ્રાહકો, સભાસદોનો વિશ્વાસ તથા બોર્ડ ઓફ ડીરેક્ટર્સની નિસ્વાર્થ સેવાઓ તથા સુઘડ વહીવટ અને કર્મચારીઓની નિષ્ઠાપૂર્વક કામગીરીથી થયેલી હોવાનું બેંકએ યાદીમાં જણાવ્યુ છે.