ETV Bharat / state

FM Radio : વેરાવળ સહિત સમગ્ર દેશમાં 91 નવા FM રેડીયો સેન્ટરનો શુભ આરંભ

વડાપ્રધાન મોદીએ ગુજરાત સહિત સમગ્ર દેશમાં 91 નવા FM રેડીયો સેન્ટરનો શુભ આરંભ કરાવ્યો છે. ત્યારે વેરાવળમાં પણ રેડીયો સેન્ટરનો શુભ આરંભ કરાવામાં આવ્યો છે. FM રેડિયો શિક્ષણ, મનોરંજન, આરોગ્ય, ધાર્મિક, રમતગમત સહિત સેવા પ્રસારણ કરતું ઉત્તમ માધ્યમ માનવામાં આવે છે. ત્યારે વેરાવળમાં રેડીયોનો શુભ આરંભ થતાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

FM Radio : વેરાવળ સહિત સમગ્ર દેશમાં 91 નવા FM રેડીયો સેન્ટરનો શુભ આરંભ
FM Radio : વેરાવળ સહિત સમગ્ર દેશમાં 91 નવા FM રેડીયો સેન્ટરનો શુભ આરંભ
author img

By

Published : Apr 28, 2023, 4:56 PM IST

વેરાવળ સહિત 91 નવા FM રેડીયો સેન્ટરનો શુભ આરંભ

જૂનાગઢ : સમગ્ર દેશ FM રેડિયોના યુગમાં પ્રવેશી રહ્યો છે. ત્યારે ગીર સોમનાથના વેરાવળમાં પણ FM રેડીયોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાત સહિત સમગ્ર દેશના નવા 91 FM રેડીયો સ્ટેશનને ખુલ્લા મુકવાની સાથે થઈ રહ્યો છે. FM રેડિયો મનોરંજનની સાથે આરોગ્ય અને શિક્ષણનું માધ્યમ બની રહ્યું છે, ત્યારે આગામી દિવસોમાં FM રેડિયોના માધ્યમથી સમગ્ર દેશ જોડાશે. તેમના મન કી બાતના 100માં એપિસોડને લઈને મોદીએ પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, હું પણ એક રેડિયો એનાઉન્સર તરીકેની બેહદ ખુશી અનુભવવું છું. જે આજે સમગ્ર દેશ સામે તેને કરી રહ્યો છું.

નવા 91 સ્ટેશન થયા શરૂ : આજે ભારતના FM રેડિયો યુગમાં પ્રવેશ થઈ રહ્યો છે તેવા દ્રશ્યો સામે આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાતની સાથે સમગ્ર દેશમાં નવા 91 જેટલા FM રેડીયો સ્ટેશન આજે લોકોના ઉપયોગો માટે શરૂ કર્યા છે. એક સાથે 91 FM રેડિયો સ્ટેશનને વડાપ્રધાન મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી રેડિયોના સમર્પિત લોકો માટે ખુલ્લા મુક્યા છે. આધુનિક યુગમાં રેડિયો આજે પ્રત્યાયન અને સંદેશા વ્યવહારની સાથે શિક્ષણ આરોગ્ય અને સમાચાર માટે મહત્વનો બની રહ્યો છે, ત્યારે દેશમાં વધુ 91 જેટલા નવા રેડિયો સ્ટેશન કેજે સીધા પ્રસાર ભારતી સાથે સંકળાયેલા હશે. વહેલી સવારે 6:55 વાગ્યાથી FM રેડિયોનું પ્રસારણ શરૂ થશે. જે રાત્રિના 11:00 કલાક સુધી સતત અને અવિરત પણે શિક્ષણની સાથે ધર્મ સામાજિક જાગૃતિ આરોગ્ય અને મનોરંજનના કાર્યક્રમોને સતત દેશની જનતા સામે પીરસતું જોવા મળશે.

મોદીએ પોતાની જાતને ઓળખાવી : 91 નવા FM રેડીયો સ્ટેશનની શરૂઆત કરતાની સાથે જ PM મોદીએ તેમને રેડિયોના એનાઉન્સર તરીકેની તેમની ઓળખ આપીને રેડિયોનું જાહેર જીવનની સાથે અંગત જીવનમાં કેટલું મહત્વ છે તેના પર પ્રકાશ પાડ્યો હતો. આગામી દિવસોમાં જ્યારે મન કી બાતના 100માં એપિસોડનું પ્રસારણ થવા જઈ રહ્યું છે, ત્યારે દેશના નવા 91 FM રેડીયો સ્ટેશનમાં મહત્વનો ભાગ ભજવશે તેવો આશાવાદ PM મોદીએ વ્યક્ત કર્યો હતો. આજે ગુજરાતના વેરાવળ, બોટાદ, સુરેન્દ્રનગર અને જામખંભાળિયાના રેડિયો સ્ટેશનની સાથે ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતના રેડિયો સ્ટેશનનો શુભારંભ થયો છે. જે અત્યારથી જ લોકોને મનોરંજનની સાથે ધર્મ સામાજિક જાગૃતિ અને શિક્ષણના કાર્યક્રમો શરૂ થયા છે.

વેરાવળમાં એફએમ રેડિયો સ્ટેશનનું લોકાર્પણ

આ પણ વાંચો : Mann Ki Baat : PMની 'મન કી બાત' કાર્યક્રમમાં કોઈ કચાસ ન રહે તે પ્રકારની વડોદરામાં તૈયારીઓ

આધુનિક યુગમાં રેડિયો : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેડિયોની ઉપયોગીતા અને આધુનિક યુગમાં રેડિયો આજે પ્રસ્તુત છે તેવા ઉદાહરણ સાથે રેડિયોની એક ગાથા તેમણે વર્ણવી હતી, જ્યારે ટીવીનું પ્રસારણ શરુ થયું, ત્યારે સૌ કોઈ માની રહ્યા હતા કે રેડિયોનો અંતકાળ શરૂ થયો છે, પરંતુ આજે પ્રત્યાયનના વિસ્ફોટના સમયની વચ્ચે રેડિયો આધુનિક સંસ્કરણ સાથે તેની નવી ઓળખ ઊભું કરવામાં એકદમ મજબૂત રીતે આગળ વધી ચૂક્યો છે. જેનો શ્રેષ્ઠતમ ઉદાહરણ FM રેડિયો દ્વારા થઈ રહેલા પ્રસારણોને તેમણે ગણાવ્યા હતા.

આ પણ વાંચો : Mann Ki Baat : સુરતમાં PM મોદીની 100મી મન કી બાત એક સાથે 10 હજાર લોકો સાંભળશે

ધર્મનું માધ્યમ રેડિયો : વડાપ્રધાન મોદીએ રેડિયોની ઉપસ્થિતિને પ્રત્યેક લોકોના સામાજિક ધાર્મિક અને શૈક્ષણિક જીવન સાથે જોડી હતી. તેમણે જણાવ્યું હતું કે વહેલી સવારે ધર્મ સંગીત સાથે શરૂ થતી. FM રેડિયો સેવા શિક્ષણ, મનોરંજન, આરોગ્ય, ધાર્મિક, મહિલાઓ માટે પરિવારને સંબંધીત, ભોજન વ્યવસ્થા, સામાજિક જાગૃતિ, જનજાગૃતિના કાર્યક્રમ તેમજ સમાચાર, રમતગમત, યુવા ફિલ્મી ગીતો સહિત ઉત્કૃષ્ટ કામગીરી કરશે. તેવા તમામ લોકોની શ્રાવ્ય માધ્યમથી લોકો મુલાકાત કરી શકે તે માટેનું આયોજન FM રેડિયો મારફતે થઈ રહ્યું છે. જેમાં આજે શરૂ થયેલા નવા 91 સ્ટેશનો એક નવું સોપાન આગામી દિવસોમાં સિદ્ધ કરતા જોવા મળશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.