- વેરાવળ અને તાલાલાની પરિણીતાઓને સાસરીયાઓએ ત્રાસ આપીને કાઢી મુકી
- બંન્ને પરિણીતાએ જિલ્લા મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવતા તપાસ શરૂ
- સાસરીયાઓ મેણા ટોણા મારીને ઘરેથી કાઢી મૂકી
ગીર સોમનાથ: વેરાવળના ભાલકા વિસ્તારમાં રહેતી તથા તાલાલાના સીદીવાડા વિસ્તારમાં રહેતી બે પરિણીતાઓને તેમના પતિ સહીતના સાસરીયાઓ મેણા ટોણા મારીને ઘરેથી કાઢી મૂકેલી હોવાની ગીર સોમનાથ જિલ્લા મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
જિલ્લા મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરીયાદ
વેરાવળના ભાલકા વૃંદાવન સોસાયટીમાં રહેતી કિષ્ના મેહુલભાઇ ચુડાસમાને તેના પતિ મેહુલ પ્રતાપભાઇ ચુડાસમા, સાસુ પરીતાબેન, મામાજી સસરા પ્રકાશભાઇ બાબુભાઇ વાઢેર દ્વારા કરીયાવરમાં કાઇ લાવી નથી, ઘરકામ આવડતું નથી તેમ કહીને બીભત્સ શબ્દો બોલીને ઢીકાપાટુનો માર મારી ઘરેથી કાઢી મૂકી હોવાની ફરિયાદ પરિણીતાએ જિલ્લા મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.
પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
આ ઉપરાંત તાલાલાના સીદીવાડા વિસ્તારમાં રહેતી રોજાતન સલીમભાઇ મુરીમાને તેના પતિ સલીમ નુરમહમદ મુરીયા, દીયર સીંકદર તથા ઇકબાલ દ્વારા કરીયાવરમાં કાંઇ લાવી નથી તેમ કહીને બીભત્સ શબ્દો બોલીને ઢીકાપાટુનો માર મારી શંકા-કુશંકા કરીને શારીરિક માનસિક ત્રાસ આપી રોજાતનને દિકરી સાથે ઘરમાંથી કાઢી મૂકેલી હોવાની ફરીયાદ જિલ્લા મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી છે. બંન્ને પરિણીતાની ફરિયાદોના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.