ETV Bharat / state

વેરાવળ-સોમનાથમાં જાહેરનામાની અમલવારી, આવશ્યક સેવા હેઠળ સિવાયની દુકાનો તંત્રએ બંધ કરાવી

વેરાવળ-સોમનાથમાં આજે બુધવારે સવારથી જ તંત્રએ જાહેરનામાના કડક અમલની શરૂઆત કરી છે. શહેરના તમામ વિસ્‍તારો અને બજારોમાં માત્ર આવશ્યક સેવાઓ અર્તગતની જ દુકાનો ખુલ્‍લ રાખવી તે સિવયાના તમામ લારી-ગલ્‍લા, દુકાનો પોલીસે બંધ કરાવી હતી.

વેરાવળ-સોમનાથમાં જાહેરનામાની અમલવારી
વેરાવળ-સોમનાથમાં જાહેરનામાની અમલવારી
author img

By

Published : Apr 28, 2021, 4:30 PM IST

  • વેરાવળમાં જાહેરનામાની અમલવારી શરૂ
  • પોલીસે આવશ્યક સેવાઓ સિવાયની દુકાનો બંધ કરાવી2
  • 9 શહેરોમાં તારીખ 5 મે સુધી રાત્રી કરફ્યૂની સાથે દિવસ દરમિયાન પણ વેપાર-ધંધા માટે અમુક પ્રતિબંધો

ગીર સોમનાથઃ જિલ્‍લાના મુખ્ય મથક વેરાવળ-સોમનાથમાં આજે બુધવારે સવારથી જ તંત્રએ જાહેરનામાના કડક અમલની શરૂઆત કરી છે. તે માટે પોલીસ અધિકારીઓએ સ્‍ટાફ સાથે શહેરના તમામ વિસ્‍તારો અને બજારોમાં ફરી માત્ર આવશ્યક સેવાઓ અર્તગતની જ દુકાનો ખુલ્‍લી રાખવી તે સિવયાના તમામ લારી-ગલ્‍લા, દુકાનો બંધ કરાવી હતી. આ સાથે પોલીસ તંત્રએ વેપારી- દુકાનદારોને જાહેરનામાં મુજબ આગામી તારિખ 5 સુધી દુકાનો ન ખોલવા અપીલ કરી હતી. જોકે, કેટલાક વેપારીઓ વહેલી સવારે દુકાનો ખોલવા પહોંચ્યા હતા, જોકે, પોલીસે તેમને સમજાવ્યાં હતા. જેથી વેપારીઓએ દુકાન ખોલી ન હતી.

વેરાવળ- સોમનાથ
વેરાવળ- સોમનાથ

રાજ્યમાં સરકારે મોટા શહેરમાં રાત્રી કરફ્યૂની સાથે દિવસમાં પણ વેપાર માટે અમુક પ્રતિબંધ

રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણને ઘ્‍યાને રાખી રાજ્ય સરકારે મંગળવારે 20 શહેર ઉપરાંત વધુ 9 શહેરમાં રાત્રી કરફ્યૂની સાથે-સાથે દિવસ દરમિયાન પણ વેપાર-ધંધા માટે અમુક પ્રતિબંધો મુકતુ જાહેરનામુ પ્રસિદ્ધ કર્યુ છે. જે મુજબ 29 શહેરોમાં આજે તારીખ 28થી તારીખ 5 મે સુધી આવશ્યક સેવા પ્રવૃતિઓ સિવાય તમામ વેપાર, ધંધા સમગ્ર દિવસ દરમિયાન સદંતર બંધ રાખવા અને લોકોને આવશ્યક ચીજવસ્તુ લેવા સિવાય બિનજરૂરી અવર-જવર ન કરવા જણાવાયું છે. રાત્રીના 8 વાગ્‍યાથી રાત્રી કરફ્યૂ અમલમાં આવતુ હોવાથી ઇમરજન્સી સેવાઓ સિવાયના અન્ય કોઈ વ્યકતિ બહાર નિકળી શકશે નહી. તેવા 20 મુદ્દાઓ દર્શાવતા જાહેરનામાની અમલવારી કરવાની જવાબદારી સ્‍થાનીક પોલીસ અને વહીવટી તંત્રને આપી છે.

વેરાવળ- સોમનાથ
વેરાવળ- સોમનાથ

આ પણ વાંંચોઃ ગીર સોમનાથમાં કોરોનાના કેસ વધ્યા તેમ છતાં કોરોના ટેસ્ટિંગની કામગીરી ઠપ્પ

પોલીસે શહેરના તમામ વિસ્‍તાર અને બજારમાં દુકાનો બંધ કરાવી

જેની અમલવારી માટે આજે બુધવારે સવારે પોલીસ વેરાવળ-સોમનાથ શહેરના તમામ વિસ્‍તાર અને બજારમાં પેટ્રોલીંગ અર્થે નિકળી હતી. ત્યારે પોલીસ અધિકારીઓ દ્વારા વેપારીઓ-દુકાનદારોને જણાવવામાં આવ્યું હતુ કે, ફકત આવશ્‍યક સેવામાં ઉલ્‍લેખ કરાયેલી ચીજ વસ્‍તુઓનું વેંચાણ કરતી દુકાનો જ ખુલ્‍લી રાખી શકાશે, તે સિવાયના તમામ વેપાર-ધંધાની દુકાનો બંઘ કરવાની રહેશે. જેને લઈ વેપારીઓએ પણ સહકાર આપ્યો હતો. જેના પગલે હાલ શહેરની બજારોમાં મેડીકલ, કરીયાણું, શાકભાજી, ફળ ફ્રૂટ, બેકરી, કુરીયર જેવી આવશ્‍યક સેવા હેઠળ આવતી અમુક દુકાનો જ ખુલી જોવા મળી હતી.

વેરાવળ- સોમનાથ
વેરાવળ- સોમનાથ

જાહેરનામાં મુજબ રાત્રી કરફ્યૂના ચુસ્‍ત અમલવારી માટે એક્શન પ્‍લાન તૈયાર

આ તકે સીટી PI ડી. ડી. પરમારે જણાવ્યું કે, શહેરમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યુ હોવાથી લોકો-વેપારીઓએ સરકારના જાહેરનામા અને ગાઇડ લાઇનનું પાલન કરવું જોઈએ. બિનજરૂરી ઘરની બહાર ન નિકળવું જોઇએ. રાત્રી કરફ્યૂના ચુસ્‍ત અમલવારી માટે ખાસ એક્શન પ્‍લાન બનાવવામાં આવ્યો છે. જેને આજે બુધવારની રાત્રીથી લાગુ કરી દેવાશે. તેમજ તેમણે લોકોને રાત્રીના 8 વાગ્‍યા બાદ ઇમરજન્‍સી કામ વગર બહાર ન નિકળવા અપીલ કરી છે. જો રાત્રી કરફ્યૂમાં બિનજરૂરી કામ વગર બહાર નિકળતા કોઈ પકડાશે તો તેઓ સામે જાહેરનામાં ભંગનો ગુનો નોંધવાની કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચોઃ ગીર સોમનાથ જિલ્લામાં કોરોનાએ સદી ફટકારી, પ્રથમ વખત નવા રેકોર્ડબ્રેક 104 કેસ નોંધાયા

વેરાવળ-સોમનાથ માટે જાહેર કરાયેલા જાહેરનામાં મુજબ આ આવશ્‍યક સેવાના વેપાર-ધંધા દિવસ દરમિયાન ચાલુ રહેશે

  1. કોવીડ-19ની કામગીરી સાથે સીધી રીતે સંકળાયેલી સેવા તેમજ આવશ્યક/તાત્કાલીક સેવા સાથે સંકળાયેલી સેવાઓ ચાલુ રહેશે.
  2. મેડીકલ, પેરામેડીકલ તથા તેને આનુષંગીક આરોગ્યલક્ષી સેવાઓ
  3. ઓક્સિજન ઉત્પાદન-વિતરણ વ્યવસ્થા
  4. ડેરી, દુધ, શાકભાજી, ફળ-ફળાદી ઉત્પાદન, વિતરણ અને વેંચાણ તથા તેની હોમ ડીલેવરી સેવાઓ
  5. શાકભાજી તથા ફ્રુટ માર્કેટ ચાલુ રહેશે
  6. કરીયાણુ, બેકરી, તમામ પ્રકારની ખાદ્ય સામગ્રીનું વેચાણ અને વેચવા માટેની ઓનલાઇન સેવાઓ
  7. અનાજ તથા મસાલા દળવાની ઘંટી
  8. ઘરગથ્થુ ટીફીન સર્વીસીસ અને હોટલ -રેસ્ટોરન્ટમાંથી ટેક આપતી તમામ સેવાઓ
  9. ઇન્ટરનેટ, ટેલીફોન, મોબાઇલ સર્વીસ પ્રોવાઇડ, આઇ.ટી. અને આઇ.ટી. સંબંધીત સેવાઓ
  10. પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનીક મીડિયા
  11. પેટ્રોલ, ડીઝલ, એલપીજી, સીએનજી, પીએનજી સંબંધીત પંપ, ઓપરેશન ઓફ પ્રોડક્શન યુનીટ, પોર્ટ ઓફ લોડીંગ, ટર્મીનલ ડેપોઝ, પ્લાન્ટસ તથા તેને સંબંધીત ટ્રાન્સપોર્ટેશન, ડીસ્ટ્રીબ્યુશન અને રીપેરીંગ સેવાઓ
  12. પોસ્ટ અને કુરીયર સર્વીસ
  13. ખાનગી ઈક્યુરીટી સેવા
  14. પશુ આહાર, ઘાસ-ચારો તથા પશુઓની દવા પશુઓની સારવાર સંબંધીત સેવાઓ
  15. કૃષિ કામગીરી, પેસ્ટ કંટ્રોલ સને અન્ય આવશ્યક સેવાઓના ઉત્પાદન, પરિવહન અને પુરવઠા વ્યવસ્થા
  16. ઉક્ત તમામ આવશ્યક ચીજ-વસ્તુઓના પરિવહન, સંગ્રહ અને વિતરણને લગતી તમામ સેવાઓ
  17. ટ્રાન્સ્પોર્ટેશન સેવાઓ તથા તેને લગત ઇ-કોમર્સ સેવાઓ
  18. તમામ પ્રકારના ઉત્‍પાદનો, ઓદ્યોગીક એકમો અને તેને રો-મટીરીયલ્સ પુરો પાડતા એકમો ચાલુ રહેશે અને તેમના સ્ટાફ માટેની વાહન વ્યવસ્થાં ચાલુ રહેશે.
  19. બાંધકામને લગતી પ્રવ્રૃતીઓ ચાલુ રહેશે
  20. ઉક્ત સમયગાળા દરમીયાન ATMમા નાણાનો પુરવઠો સતત જળવાઇ રહે તે અંગે સંબંધીત બેન્ક મેનેજમેન્ટએ કળજી રાખવાની રહેશે. આ તમામ વેપાર અને કામગીરી દરમિયાન કોવીડ-19 સંબંધીત માર્ગદર્શન સુચનાઓનુ ચુસ્તપણે પાલન કરવાનુ રહેશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.