- તાલાલામાંથી વીજ ચોરી કરે તે પૂર્વે શખ્સ ઝડપાયો
- અધિકારીની સમય સૂચકતાથી મોટી દુર્ઘટના ટળી
- વાવાઝોડાના પગલે ખેતીવાડીમાં ધરાશાયી થયેલી વીજ લાઈન મરામત કરાતા કર્મચારીઓ પરથી જોખમ ટળ્યું
- આ શખ્સ સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી
ગીર સોમનાથ : તાલાલા તાલુકાના ચિત્રોડ ગીર ગામના પાટીયા પાસે જ્યોતિગ્રામની ચાલુ વીજ લાઈનમાંથી ખેતીવાડી માટે વીજ ચોરી કરવા એક શખ્સ કેબલ ફીટ કરી રહ્યો હતો. તે સમયે ત્યાંથી પસાર થતા વીજ અધિકારીની નજરે ચડી જતા તેને ઝડપી લેવાયો હતો. આ શખ્સ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ તાલાલા પંથકમાં વાવાઝોડાના કારણે સાસણ રોડ ઉપરથી પસાર થતી ભોજદે ગીર અને ચિત્રોડ ગીર વિસ્તારની ખેતીવાડીમાં જતી તમામ વીજ લાઈન પડી ગઈ હોવાથી વીજપોલ ઉભા કરી વાયરો ફીટ કરવા સહિતની ખેતીવાડી વીજ ફીડર મરામતની કામગીરી માટે વીજ સ્ટાફ કામ કરી રહ્યો હતો.
![તાલાલા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gjc-girsomnath-vij-chori-gjc1026_26052021202602_2605f_1622040962_522.jpg)
આ પણ વાંચો : તાલાલામાં નાના માલવાહકો લોડીંગ કામગીરી બંધ કરી હડતાલ ઉપર ઉતરી ગયા
વીજ અધિકારી ધવલસિંહ પરમાર સ્ટાફ સાથે મરામત કામગીરીનું મોનીટરીંગ કરવા ત્યાંથી પસાર થયા
આ દરમિયાન ચિત્રોડ ગીર ગામના પાટીયા પાસે આવેલી સાંદીપની સ્કૂલની જ્યોતિગ્રામ લાઈનમાં કાળો કેબલ ફીટ કરી ખેતીવાડી વીજ લાઈન દ્વારા વીજળી પાવર લઈ જવા એક શખ્સ કોશિશ કરતો હતો. આ દરમિયાન વીજ અધિકારી ધવલસિંહ પરમાર સ્ટાફ સાથે મરામત કામગીરીનું મોનીટરીંગ કરવા ત્યાંથી પસાર થયા હતા. તેમની નજર કાળો કેબલ બાંધતા શખ્સ ઉપર પડતા તપાસ કરતા જ્યોતિગ્રામનો ચાલુ વીજ પાવર તેમની વાડી માટે લઈ જવા કેબલ ફીટ કર્યો હોવાનું જણાતા તુરંત ચાલુ વીજનો ચાલુ વીજ પાવર તેમની વાડી માટે લઈ જવા કેબલ ફીટ કર્યો હોવાનું જણાયુ હતું. તુરંત ચાલુ વીજ લાઈનમાંથી કેબલ છોડાવી નાખતા ખેતીવાડી વીજલાઈનમાં પાવર જતો અટકી ગયો હતો.
![તાલાલા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gjc-girsomnath-vij-chori-gjc1026_26052021202602_2605f_1622040962_981.jpg)
આ પણ વાંચો : તાલાલા ગીરના સાત ગામોમાં વીજ બીલ ન ભરાતા કનેક્શન કપાયા
અધિકારીની સમય સૂચકતાથી મોટી દુર્ઘટના ટળી
ખેતીવાડી વીજ લાઈન મરામત કામગીરી કરતા તમામ વીજ કર્મચારી તથા વીજ કોન્ટ્રાક્ટરના માણસોની જીંદગી બચી ગઈ હતી. જો સમયસર ખેતીવાડી વીજ લાઈનમાં જતો પાવર અટકાવવામાં વિલંબ થયો હોત તો મોટી જાનહાની થયાનું જણાવી આ બનાવ અંગે વીજ અધિકારીએ તાલાલા પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે આહીર હમીરભાઈ નાધેરા સામે IPC કલમ 336, 511 તથા સેક્શન 138 (1) (A) મુજબનો ગુનો દાખલ કરી આરોપીની અટક કરવા કાર્યવાહી હાથ ધરી છે.
![તાલાલા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11917729_240_11917729_1622108582578.png)