ETV Bharat / state

તાલાળા માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની એન્ટ્રી, 13,000 થી વધુ બોક્સની આવક - Mango

ગીરસોમનાથઃ ગીરની પ્રખ્યાત કેસર કેરીની હરાજી તાલાલા મેંગો માર્કેટમા આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. પ્રથમ દીવસમાં જ 15 થી 16 હજાર બોક્સની આવક થતાં યાર્ડ કેરીથી છલકાયું છે, જે કેરીના રસીયાઓ માટે સારા સમાચાર છે.

કેસર કેરી
author img

By

Published : May 6, 2019, 11:18 AM IST

વિશ્વમાં ગીર બે રીતે પ્રખ્યાત છે, એક એશિયાટીક સિંહોનું ઘર અને બીજું ગીરની કેસર કેરી. ત્યારે આજે તાલાલા મેંગો માર્કેટમાં વિધિવત રીતે કેસર કેરીની હરાજીનો પ્રારંભ થયો છે. પ્રથમ દીવસે જ યાર્ડ કેસર કેરીના બોક્સથી ભરાયેલું જોવા મળ્યુ હતું. આજે 15 થી 16 હજાર બોક્સની આવક થતા અંદાજે વર્ષ દરમિયાન 7 થી 8 લાખ બોક્સની આવકની સંભવનાઓ થવાનું જાણકારો જણાવી રહ્યા છે. કેરીની કિમત 350 થી લઈ 700 રૂપીયામાં વેંચાય હતી, આ વખતે કેરી યુકે અને અમેરીકા ખાતે પણ એક્સપોર્ટ કરવામાં આવશે..

વિશ્લેષકોના મત પ્રમાણે, આ વર્ષે બગીચાઓના ઈજારેદારોને કેરીના પાકમાં નુકશાની જવાની સંભવનાઓ વર્તાઈ રહી છે. કારણ કે, કેરીનો પાક ઓછો થયા છે માટે તેમજ આ ભાવમાં પણ નજીવી વધઘટ સાથે કેરી સીઝન ભર વેચાશે તેવી શક્યતા લાગી રહી છે.

તાલાળા માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની ધમાકેદાર એન્ટ્રી

ત્યારે તાલાલા મેંગો યાર્ડના વાઇસ ચેરમેન ભીમજી ભાઈએ ઇટીવીને જણાવ્યુ કે, ગીરના સિંહ અને કેસર કેરી પ્રખ્યાત છે, ત્યારે આ વર્ષેથી અમે કેરીને યુકે અને અમેરીકામાં એક્સપોર્ટ પણ કરી રહ્યા છે. આ વર્ષે કેરી ઓછી હોવાથી 15મે પછી કેરીનો પાક વધુ બજારમાં આવવાની સંભાવના છે. કેરી નેચરલી પાકે તે જરૂરી છે બાકી કાર્બાઈડથી પકાવવા અને ખાવીથી કેન્સર સહીતના ગંભીર રોગો થાય છે માટે કુદરતી કેરી આરોગ્ય વર્ધક છે.

Intro:ગીર ની પ્રખ્યાત કેશરકેરી ની હરરાજી નો આજે કરાયો પ્રારંભ.તાલાલા મેંગોમાર્કેટ ખાતે કરાયો પ્રારંભ.પ્રથમ દીવસે જ 15 થી 16 હજાર બોક્સ ની આવક.ઓછા પાક છતા યાર્ડ કેરી થી છલકાયું છે જે કેરીના સ્વાદ રસીકો માટે સારા સમાચાર છે.

Body:ગીર બે રીતે વીશ્વવીખ્યાત છે એક એશિયાટીક સિંહો અને બીજું કેસરકેરી આમ આજે તાલાલા મેંગોમાર્કેટ ખાતે વીધીવત કેસરકેરી ની હરાજી નો આજે પ્રારંભ થયો છે પ્રથમ દીવસે જ યાર્ડ કેસરકેરી ના બોક્સ થી ભરાયેલ જોવા મળેલ આજે 15 થી 16 હજાર બોક્સ ની આવક થઈ છે અંદાજે 7 થી 8 લાખ બોક્સ ની આવક ની સંભવના જાણકારો જણાવી રહ્યા છે તો કેરી 3.50 થી લઈ આજે 700 રૂપીયા માં હરાજી માં વેચાય હતી આ વખતે કેરી યુકે એને અમેરીકા ખાતે પણ એક્સપોર્ટ કરાશે આમ કેસરકેરી ની વીધીવત ધમાકેદાર એન્ટ્રી આજે માર્કેટ માં થઈ ચુકી છે...
 
   આજે યાર્ડ માં કેસરકેરી ની હરાજી શરૂ કરાય છે 15 થી 16 હજાર બોક્સ યાર્ડ માં આવી ચુક્યા છે કેરી200 થી 800 રૂપીયા નું 10 કીલો ના બોક્સ વેચાય છે 7 થી 8 લાખ બોક્સ આવશે આ વર્ષે બગીચા ઓ ના ઈજારેદારો ને નુકશાની જવા નો સંભવ છે કારણ કેરી નો પાક ઓછો થયા છે માટે તેમજ આ ભાવ માં નજીવી વધઘટ સાથે કેરી સીઝન ભર વેચાશે તેવી શક્યતા લાગી રહી છે.

Conclusion:ત્યારે તાલાલા મેંગો યાર્ડ ના વાઇસ ચેરમેન ભીમજી ભાઈએ ઇટીવી ને જણાવેલ કે "ગીર ના સીંહ અને કેસરકેરી પ્રખ્યાત છે ત્યારે આ વર્ષે થી એમે એક્સપોર્ટ પણ કરી રહ્યા છે યુકે અને અમેરીકા માં અમે કેસરકેરી ની નીકાશ કરીશું .આકેરી નીકાસ માટે ખેડુતો કાચી કેરી ના ઊતારે તે જરૂરી છે તો યોગ્ય ભાવ પણ મળશે કેરી આ વર્શે કેરી ઓછી છે તા .15 પછી કેરી નો પાક વધુ બજાર માં આવવા સંભાવના છે કેરી નેચરલી પાકે તે જરૂરી છે બાકી કાર્બાઈડ થી પકાવવા અને ખાવા થી કેન્સર સહીત ના ગંભીર રોગો થાય છે માટે કુદરતી કેરી આરોગ્ય વર્ધક છે."

બાઈટ-ભીમજી કપુરીયા-વાઇસ ચેરમેન-મેંગો માર્કેટ-તાલાલા
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.