ગીર-સોમનાથઃ દેશમાં લોકડાઉનનો અમલ થઇ રહ્યો છે. હાલમાં કોડીનારના ખાતે આવેલા ફીશ માર્કેટમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાતું ન હોવાથી ફીશ માર્કેટ માટે નવી જગ્યા ફાળવવામાં આવી છે. આ ફીશ માર્કેટમાં સવારે 9:00 વાગ્યાથી બપોરના 1:00 સુધી સી ફુડનું વેંચાણ કરી શકાશે. સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું ફરજીયાત છે. તેમજ માસ્ક પણ ફરજીયાત કરવામાં આવ્યું છે. જેની કોડીનાર વ્યવસ્થા તંત્ર દ્વારા નાગરિકોને જાણ કરવામાં આવી હતી.
જ્યારે સરકાર દ્વારા લોકડાઉન દરમિયાન સી ફૂડના વેચાણને અનુમતિ અપાઈ છે, ત્યારે ફિશ માર્કેટમાં સોશિયલ ડિસ્ટનસિંગ જાળવવું જરૂરી બન્યું છે. જેના કારણે જિલ્લાની બીજી ફિશ માર્કેટને પણ શિફ્ટ કરવા લોકોમાં માગ ઉઠી છે.