ETV Bharat / state

સોમનાથમાં દર્શન કરવા શ્રદ્ધાળુએ હવે લાઈનમાં ઊભા રહેવું નહીં પડે, મળશે અધ્યતન સુવિધા - ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે શિલાન્યાસ થયેલ વોકવેનો ડ્રિમ પ્રોજેક્ટ

ગીર સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથના સાનિધ્યમાં હવે શ્રદ્ધાળુઓએ કતારોમાં કલાકો નહીં વિતાવવી પડે, તેમજ તિરુપતિ બાલાજી અને શિરડીના સાંઈ મંદીરની જેમ સોમનાથમાં પણ ટ્રસ્ટ અદ્યતન સર્વે સુવિધાયુક્ત વેઇટિંગ પ્લાઝા બનાવવા જઈ રહ્યું છે.

somnath
સોમનાથ
author img

By

Published : Dec 30, 2019, 10:21 PM IST

ઇટીવી ભારત સાથેની ખાસ વાતચીતમાં સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી સેક્રેટરી પી.કે.લહેરીએ જણાવેલ કે, આ પ્લાઝાની અંદર સાત હજાર લોકોને સમાવાની ક્ષમતા હશે. તે સાથે જ અહીં શ્રદ્ધાળુઓને સામાન ઘર, જૂતા ઘર, મેડિકલ સુવિધાઓ, પ્રસાદ ઘર, અલ્પાહાર ગૃહ તથા સોવેનિયર શોપ બધું એક જગ્યાએ મળી રહેશે. તેની સાથે જ સોમનાથ ટ્રસ્ટ પાર્વતી માતાનું મંદિર બનાવી સોમનાથમાં શિવ સાથે શક્તિની ઉપાસનાનો સંગમ બનાવવા જઈ રહ્યું છે.

સોમનાથ
સોમનાથ

ત્યારે ઉલ્લેખનીય છે કે, સોમનાથના વિકાસ માટે માત્ર સોમનાથ ટ્રસ્ટ જ નહીં પરંતુ કેન્દ્ર સરકાર તેમજ ગુજરાત સરકાર પણ એટલો જ રસ દાખવી રહી છે. ગુજરાત સરકાર દ્વારા સોમનાથ પાસે જ એક અદ્યતન વીઆઈપી સર્કિટ હાઉસનું નિર્માણ થનાર છે. તેમજ કેન્દ્ર સરકારની પ્રસાદ યોજના અંતર્ગત સોમનાથમાં 15 કરોડ જેવી માતબર રકમનું યાત્રી સુવિધા ભવન બનાવાઈ રહ્યું છે. જેમાં યાત્રીઓ માટે કેફેટેરિયા, લાઈબ્રેરી, આરામગૃહ, લોંન્જ જેવી એરપોર્ટ કક્ષાની ઉચ્ચ ગુણવત્તા વાળી સુવિધાઓ આપવામાં આવશે.

સોમનાથમાં હવે શ્રદ્ધાળુઓએ નહિ ઉભવું પડે, મળશે સર્વોત્તમ સુવિધાઓ

તેની સાથે જ અહીં ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે શિલાન્યાસ થયેલ વોકવેનો ડ્રિમ પ્રોજેક્ટ આકાર લેનાર છે. જે સોમનાથથી ગોલોકધામ સુધી માર્ગ જોડશે. જે સોમનાથ અને સમુદ્ર બન્નેની વચ્ચે થઈને જશે. જેમાં યાત્રીઓને તમામ સુવિધા પુરી પાડવામાં આવશે.

સોમનાથ
સોમનાથ

સોમનાથનું ટ્રસ્ટી મંડળ દેશનું સૌથી પ્રભાવશાળી મંડળ છે. સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ કેશુભાઈ પટેલ છે. તેમજ આ ટ્રસ્ટના ટ્રસ્ટી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ, તેમજ પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી છે. આ ટ્રસ્ટના ટ્રસ્ટી સેક્રેટરી પી.કે લહેરી ગુજરાતના પૂર્વ મુખ્ય સચિવ રહ્યા છે. ત્યારે સોમનાથ ટ્રસ્ટ તેમજ કેન્દ્રસરકાર અને રાજ્યસરકાર સોમનાથને તેના સુવર્ણ યુગ ભણી દોરી જઇ રહી છે. એમ કહીએ તો જરા પણ અતિશયોક્તિ નહી લાગે.

Intro:ઇટીવી ભારત સાથેની ખાસ વાતચીતમાં સોમનાથ ટ્રસ્ટ ના ટ્રસ્ટી સેક્રેટરી પી.કે.લહેરી એ જણાવેલ કે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ના સાનિધ્યમાં હવે શ્રદ્ધાળુઓએ કતારોમાં કલાકો નહી વિતાવવી પડે તિરુપતિ બાલાજી અને શિરડીના સાઈ મંદીર ની જેમ સોમનાથમાં પણ ટ્રસ્ટ અદ્યતન સર્વે સુવિધાયુક્ત વેઇટિંગ પ્લાઝા બનાવવા જઈ રહ્યું છે.Body:ઇટીવી ને વધુ માહિતી આપતા તેમણે જણાવેલ કે આ પ્લાઝા ની અંદર સાત હજાર લોકોને સમાવાની ક્ષમતા હશે સાથે જ અહીં શ્રદ્ધાળુઓને સામાન ઘર જૂતા ઘર મેડિકલ સુવિધાઓ પ્રસાદ ઘર અલ્પાહાર ગૃહ તથા સોવેનિયર શોપ બધું એક જગ્યાએ મળી રહેશે તો સાથે જ સોમનાથ ટ્રસ્ટ પાર્વતી માતા નું મંદિર બનાવી સોમનાથમાં શિવ સાથે શક્તિ ની ઉપાસના નો સંગમ બનાવવા જઈ રહ્યું છે.

ત્યારે ઉલ્લેખનીય છે કે સોમનાથ ના વિકાસ માટે ન માત્ર સોમનાથ ટ્રસ્ટ પરંતુ કેન્દ્રસરકાર તેમજ ગુજરાત સરકાર પણ એટલોજ રસ દાખવી રહી છે. ગુજરાત સરકાર દ્વારા સોમનાથ પાસેજ એક અદ્યતન વીઆઈપી સર્કિટ હાઉસ નું નિર્માણ થનાર છે તેમજ કેન્દ્ર સરકાર ની પ્રસાદ યોજના અંતર્ગત સોમનાથ માં 15 કરોડ જેવી માતબર રકમ નું યાત્રી સુવિધા ભવન બનાવાઈ રહ્યું છે. જેમાં યાત્રીઓ માટે કેફેટેરિયા, લાઈબ્રેરી, આરામગૃહ, લોંન્જ જેવી એરપોર્ટ કક્ષા ની ઉચ્ચ ગુણવત્તા વાળી સુવિધાઓ આપવામાં આવશે.

તો સાથેજ અહીં ગૃહપ્રધાન અમિત શાહ ના હસ્તે શિલાન્યાસ થયેલ વોકવે નો ડ્રિમ પ્રોજેક્ટ આકાર લેનાર છે જે સોમનાથ થી ગોલોકધામ સુધી માર્ગ જોળશે જે સોમનાથ અને સમુદ્ર બન્ને ની વચ્ચે થઈને જશે જેમાં યાત્રીઓ ને તમામ સુવિધા પુરી પાડવામાં આવશે.Conclusion:ત્યારે સોમનાથ નું ટ્રસ્ટી મંડળ દેશનું સૌથી પ્રભાવશાળી મંડળ છે. સોમનાથ ટ્રસ્ટ ના અધ્યક્ષ કેશુભાઈ પટેલ છે તેમજ આ ટ્રસ્ટ ના ટ્રસ્ટી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ, તેમજ પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી છે. સાથેજ આ ટ્રસ્ટ ના ટ્રસ્ટી સેક્રેટરી પી.કે લહેરી ગુજરાત ના પૂર્વ મુખ્યસચીવ રહ્યા છે ત્યારે સોમનાથ ટ્રસ્ટ તેમજ કેન્દ્રસરકાર અને રાજ્યસરકાર સોમનાથ ને તેના સુવર્ણ યુગ ભણી દોરી જઇ રહી છે એમ કહીએ તો જરા પણ અતિશયોક્તિ નહી લાગે...

Ready to publish
With ptc
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.