- જીટીયુમાં સ્થાન પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા
- એન.જે.સોનેચા મેનેજમેન્ટ એન્ડ ટેકનીકલ ઇન્સ્ટિટયુટ દ્વારા પ્રતિભા સન્માન સમારોહ યોજાયો
- પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું
વેરાવળ: ચાંડુવાવ ખાતે આવેલી એન.જે.સોનેચા મેનેજમેન્ટ એન્ડ ટેકનીકલ ઇન્સ્ટિટયુટના વિદ્યાર્થીઓને સન્માનિત કરવા માટે પ્રતિભા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ટ્રોફી, સર્ટીફિકેટ આપી બિરદાવવામાં આવેલ હતા. કોલેજમાં અભ્યાસ કરી જીટીયુમાં ટોપટેનમાં આવેલા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
એન.જે.સોનેચા મેનેજમેન્ટ એન્ડ ટેકનીકલ ઇન્સ્ટિટયુટ વર્ષ 2011થી ચાંડુવાવ ખાતે કાર્યરત
વેરાવળ એજયુકેશન સોસાયટી સંચાલિત એન.જે.સોનેચા મેનેજમેન્ટ એન્ડ ટેકનીકલ ઇન્સ્ટિટયુટ વર્ષ 2011થી ચાંડુવાવ ખાતે કાર્યરત છે. આ કોલેજમાં M.B.A., M.C.A.ના અભ્યાસક્રમો ચાલે છે. સંસ્થાના વિધાર્થીઓ GTUમાં સ્થાન પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓને સન્માનિત કરવા માટે તાજેતરમાં પ્રતિભા સન્માન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ખાસ GTU યુનિ.ના કુલપતિ પ્રો.ડો.નવીનભાઇ શેઠ, સોમનાથ સંસ્કૃત યુનિ.ના કુલપતિ ડો.ગોપબંધુ મીશ્રા, ભાજપ મંત્રી ઝવેરીભાઇ ઠકરાર, જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંહભાઇ પરમાર, સીન.સભ્ય પ્રો.ડો. જીવાભાઇ વાળા, સંસ્થાના ચેરમેન ચીમનભાઇ અઢીયા, સેક્રેટરી ગીરીશભાઇ કારીયા સહિતના હસ્તે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યુ હતું.
M.B.A.ની વિદ્યાર્થીની શિવાંગીની સિદ્ધિ
એમબીએ સેમે.-4 ની વિદ્યાર્થીની શિવાંગી મહેશભાઇ પટેલએ જીટીયુની 2018માં સેમે.1માં ત્રીજુ સ્થાન, 2019માં સેમે.2 માં ચોથુ સ્થાન, સેમે.3માં આઠમું સ્થાન અને વર્ષ 2020માં સેમે.4માં ત્રીજું સ્થાન પ્રાપ્ત કરી અનેરી સિધ્ધી મેળવી હતી. કાજલ અમીરભાઇ લાલાણીએ સેમે.4 માં આઠમું સ્થાન, ભાવિકા દિલીપસિંહ ઝાલાએ સેમે.3માં ત્રીજુ સ્થાન, હીના પ્રવિણભાઇ ખોરાબાએ સેમે.2માં દસમું સ્થાન પ્રાપ્ત કરેલ હોવાથી આ તમામ વિદ્યાર્થીનીઓ તથા તેમના વાલીઓનું મહેમાનોના હસ્તે ટ્રોફી, સર્ટિફીકેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું.