ગીર સોમનાથઃ દેશભરમાં જ્યારે સફાઈને લગતા વિવિઘ અભિયાનો થઈ રહ્યાં છે, ત્યારે સોમનાથ તીર્થ ટ્રસ્ટ સંચાલિત અતિથિ ગૃહો તેમજ 40થી વધારે મંદિરો દ્વારા એક નવી પહેલ હાથ ધરવામાં આવી છે. જે હેઠળ વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાના ઉદ્દેશ્યથી તમામ મંદિરોના ફૂલો બીલીપત્રો તેમજ અતિથિગૃહોનો કચરો ચોપાટી વગેરે કચરાનો ઉપયોગ કરીને અદ્યતન મશીન બનાવવામાં આવશે.
સોમનાથને વેસ્ટ મેનેજમેન્ટને 2.5 કરોડની ગ્રાન્ટ અપાઈ
- મંદિરોના ફૂલો બીલીપત્રો તેમજ અતિથિગૃહોનો કચરો ભેગો કરાશે
- રૂપિયા અઢી કરોડની ફાળવણી થતાં વિશેષ મશીનરી કાર્યરત થશે
મળતી માહિતી પ્રમાણે, સોમનાથ તીર્થ ટ્રસ્ટ સંચાલિત 6થી વધારે અતિથિ ગૃહો તેમજ 40થી વધારે મંદિરોમાં ફૂલો બીલીપત્રો તેમજ અતિથિ ગૃહોમાં વેસ્ટ અને ચોપાટી વિસ્તારમાંથી કચરો એકઠો કરવામાં આવશે. તેમજ ટ્રસ્ટ સંચાલિત બીલ્વવનો પુષ્પવાટીકાઓમાં ખાતર ઊપયોગ કરીને રૂપિયા અઢી કરોડની ફાળવણી કરાતાં વિશાળ જગ્યામાં આ મશીનરી કાર્યરત કરવામાં આવશે. આમ, આવનારા સમયમાં સોમનાથ તીર્થમાં તમામ કચરાને એકઠા કરી તેનું ખાતર બનાવવાનો નિર્ણય ટ્ર્સ્ટ દ્વારા કરાયો છે.
ETV BHARATને માહિતી આપતા ટ્રસ્ટના મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, "કેન્દ્ર સરકારની પ્રસાદ યોજના હેઠળ સોમનાથ ટ્રસ્ટ સંચાલિત તમામ મંદિરોના બીલીપત્રો ફૂલો તેમજ તમામ રસોડાઓનો વેસ્ટ તમામ કચરો મળે છે. ટ્રાફિક સહિત રોજનો 500થી 1500 કીલો ઘનકચરો થાય છે. જેના માટે અઢીકરોડના ખર્ચે શેડ કાર્યરત કરી તમામ કચરાનું ખાતર બનાવીને બીલ્વવન તેમજ ટ્રસ્ટની ફૂલવાડી આંબાવાડીઓમાં ઊપયોગ કરવામાં આવશે."