ETV Bharat / state

ઉત્તર પ્રદેશથી દોઢ વર્ષ પૂર્વે ગુમ થયેલા વૃદ્ધનું સોમનાથની સંસ્‍થાએ પરિવાર સાથે મિલન કરાવ્‍યું - gujarat news

ગીર સોમનાથમાં ત્રણ માસ પૂર્વે મળી આવેલા વૃદ્ધને સંસ્‍થાના આશ્રમમાં લઇ આવી સારસંભાળ હેઠળ રાખવામાં આવ્યા હતા. વૃદ્ધને એક વખત પોતાના વતનના ગામનું નામ બોલતા સંસ્‍થાએ યુપી પોલીસની મદદથી પરિવારજનોની ભાળ મેળવીને મિલન કરાવ્‍યું હતું.

gujarat news
gujarat news
author img

By

Published : Feb 24, 2021, 5:04 PM IST

  • ઉતરપ્રદેશના ઓસીયા ગામના આધેડનું પરિવાર સાથે મિલન
  • દોઢ વર્ષ પૂર્વે ઉતરપ્રદેશના ઓસીયા ગામથી ગુમ થયા હતા
  • સોમનાથની સંસ્થાએ કરાવ્યું મિલન

ગીર સોમનાથ: દોઢ વર્ષ પૂર્વે ઉતરપ્રદેશના ઓસીયા ગામથી ગુમ થયેલા માનસિક અસ્‍થ‍િર આધેડ ફરતા-ફરતા ત્રણ માસ પૂર્વે સોમનાથ ભૂમિ પહોંચી જતા સેવાભાવિ સંસ્‍થા ખાતે રહેતા હતા. પરમોધર્મના સૂત્ર મુજબ કામ કરતી નિરાધારના આધાર સંસ્થાએ પોલીસની મદદથી આઘેડના પરિવારજનોની ભાળ મેળવી સ્વજનો સાથે મિલન કરાવતા લાગણીસભર દ્રશ્‍યો સર્જાયા હતા.

નિરાધારનો આધાર આશ્રમ
નિરાધારનો આધાર આશ્રમ

નિરાધારનો આધાર આશ્રમે સારસંભાળ કરી

વેરાવળ-જૂનાગઢ હાઇવે પર આવેલા નિરાધારનો આધાર આશ્રમમાં રસ્તા પર રઝળતા બિનવારસી અસ્થિર મનોસ્થિતી ધરાવતા વ્‍યકિતઓને લાવી સારસંભાળ કરવામાં આવે છે. આશ્રમના સંચાલકો દ્રારા વ્યક્તિઓના પરીવારજનોની શોધખોળ કરી મિલન કરાવવાનું ઉતમ કાર્ય કરવામાં આવે છે. આવી જ રીતે ઉત્તરપ્રદેશમાંથી દોઢ વર્ષ પૂર્વે લાપતા બનેલા આધેડનું પરીવાર સાથે મિલન કરાવવામાં આ સંસ્થા નિમિત્ત બની છે. જે અંગે આશ્રમના સંચાલનકર્તા જનકભાઇ પારેખએ જણાવ્યુ કે, ત્રણ માસ પૂર્વે ટોલ નાકા નજીક એક વ્યક્તિ માનસિક અસ્થિર અને મેલીઘેલી હાલતમાં બિનવારસી મળી આવેલો હતો. જેને આશ્રમ ખાતે લાવી તેની સારસંભાળ રાખવામાં આવી રહી હતી. આ વ્યક્તિને તેના પરીવાર અંગે અવારનવાર પૂછપરછ કરવામાં આવતી હતી, પરંતુ અસ્થિર મગજના કારણે કોઈ ચોક્કસ વિગત મળતી ન હતી. આ દરમ્‍યાન એક વખત આ વ્યક્તિએ પોતે ઉત્તરપ્રદેશના ઓસીયા ગામનો હોવાનું જણાવતા સંસ્‍થાએ ઉતરપ્રદેશ પોલીસની મદદ મેળવી તપાસ કરતા દોઢ વર્ષ પૂર્વે આ વૃદ્ધ ત્યાંથી લાપતા બનેલા હોવાનું અને તેમનું નામ નંદલાલ યાદવ હોવાની માહિતી મળી હતી.

નિરાધારનો આધાર આશ્રમ
નિરાધારનો આધાર આશ્રમ

પરિવારજનો સ્વજન સાથે મિલન થતાં ભાવુક બન્યા

જેથી પોલીસ મારફતે વૃઘ્‍ઘના પરીવારજનોને જાણ કરતા હાલ તેઓ તેમના સ્વજનને લેવા સોમનાથ આવી પહોંચ્યા છે. સં‍સ્‍થાના આશ્રમ ખાતે દોઢ વર્ષ બાદ વૃદ્ધ નંદલાલ યાદવને તેમના પરીવારજનો મળતા લાગણીસભર ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. આ તકે વૃદ્ધના સંબંઘી સુભાષ યાદવએ હરખના આંસુ સાથે સંસ્થાનો આભાર વ્યક્ત કર્યો હતો.

નિરાધારનો આધાર આશ્રમ
નિરાધારનો આધાર આશ્રમ

માનવસેવા પરમોધર્મને સાર્થક કરતી સોમનાથની સંસ્થા

છેલ્લા અઢી વર્ષથી વેરાવળ સોમનાથ ભૂમિ પર કાર્યરત "નિરાધારનો આધાર" સંસ્થા નામ જેવું જ કાર્ય કરી રહી છે. સાંપ્રત સમયમાં નિસ્વાર્થ ભાવે જેનું કોઈ નથી અને જે અત્યંત દયનીય સ્થિતિમાં હોય તેવા માનવજીવની સેવા કરવાનું ઉમદા કાર્ય કરી રહી છે. આ સંસ્થામાં હાલ 58 જેટલા આવા નિરાઘાર લોકોની સારસંભાળ થઈ રહી છે અને અત્યાર સુધીમાં 27 જેટલા લોકોને સાજા કરી તેમના પરીવારો સાથે મિલન કરાવવાનું શ્રેષ્‍ઠ કાર્ય સંસ્‍થાએ કર્યુ છે.

ગુમ થયેલા વૃદ્ધનું સોમનાથની સંસ્‍થાએ પરીવાર સાથે મિલન કરાવ્‍યુ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.