સોમનાથઃ આગામી પહેલી સપ્ટેમ્બરથી સોમનાથ રેલવે (Somnath Railway Station) સ્ટેશન અનિશ્ચિત સમય માટે બંધ કરવાનો નિર્ણય ભાવનગર રેલવે (Bhavnagar Railway Division) મંડળ તરફથી લેવામાં આવ્યો છે. રેલ્વે સ્ટેશનના અપગ્રેડેશન (Railway Plateform Upgradation) અને રીનોવેશન હેતું આ પ્રોજેક્ટ (Railway Station Redevelopment project) શરૂ કરવામાં આવ્યો છે. રેલ્વે સ્ટેશન અનિશ્ચિત સમય સુધી બંધ (Somnath Railway Statoin Shut off) રાખવાની જાહેરાત રેલવે વિભાગે કરી છે. તેથી તમામ ટ્રેનો વેરાવળ સુધી આવશે અને ત્યાંથી પરત નિર્ધારીત સ્ટેશન પર જવા માટે રવાના થશે.
-
जय सोमनाथ।
— Ministry of Railways (@RailMinIndia) July 18, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
Inspired by Shree Somnath Jyotirlinga Temple, the proposed design of the to-be redeveloped Somnath Railway Station showcases an amalgamation of tradition, culture & modernity. pic.twitter.com/op3NtizugI
">जय सोमनाथ।
— Ministry of Railways (@RailMinIndia) July 18, 2022
Inspired by Shree Somnath Jyotirlinga Temple, the proposed design of the to-be redeveloped Somnath Railway Station showcases an amalgamation of tradition, culture & modernity. pic.twitter.com/op3NtizugIजय सोमनाथ।
— Ministry of Railways (@RailMinIndia) July 18, 2022
Inspired by Shree Somnath Jyotirlinga Temple, the proposed design of the to-be redeveloped Somnath Railway Station showcases an amalgamation of tradition, culture & modernity. pic.twitter.com/op3NtizugI
આ પણ વાંચોઃ સોશિયલ મીડિયાએ 25 વર્ષ બાદ વ્યક્તિનું પરિવાર સાથે કરાવ્યું મિલન
વેરાવળ સુધી આવશેઃ સોમનાથ રેલવે સ્ટેશનના નવા અને આધુનિક ભવનના નિર્માણને લઈને આ નિર્ણય રેલવે વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. આગામી 1 તારીખથી રેલવે સ્ટેશનના નવા આધુનિક ભવનનું બાંધકામ શરૂ થવા જઈ રહ્યું છે. જેને લઈને સોમનાથનું સ્ટેશન 1લી સપ્ટેમ્બરથી અનિશ્ચિત સમય સુધી બંધ રહેશે. આ સમય દરમિયાન સોમનાથ સ્ટેશન પર આવતી તમામ ટ્રેન માત્ર વેરાવળ સુધી આવશે અને ત્યાંથી તેના નિર્ધારિત રેલ્વે સ્ટેશન તરફ પરત જવા રવાના થશે.
શ્રાવણ મહિના બાદ નિર્ણયઃ સોમનાથ રેલવે સ્ટેશન ભાવનગર ડિવિઝન હેઠળ આવે છે. ભાવનગર રેલવે મંડળના જનરલ મેનેજર માસુક અહેમદે એક યાદી જાહેર કરીને આ અંગેની વિસ્તૃત જાણકારી આપી છે. દર વર્ષે લાખોની સંખ્યામાં સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે આવતા શિવ ભક્તો સમગ્ર દેશમાંથી ટ્રેન મારફતે સોમનાથ પહોંચી રહ્યા હતા. પરંતુ 1 તારીખથી રેલ્વે સ્ટેશનના આધુનિકરણને લઈને તેને બંધ રાખવાનો નિર્ણય વિભાગ દ્વારા કર્યો છે.
આ પણ વાંચોઃ સરકારે માગ સ્વીકારી છતાં માજી સૈનિકોનું આંદોલન યથાવત્
એક વર્ષ સુધી ચાલશેઃ સોમનાથ દર્શન એ આવતા અને ખાસ કરીને વયો વૃદ્ધ અને દિવ્યાંગ શિવભક્તોને થોડી મુશ્કેલી ઊભી થશે એવું હાલમાં વર્તાય રહ્યું છે. રેલવે સ્ટેશનનું આધુનિકરણ ક્યારે પૂર્ણ થશે અને ફરી પાછું રેલ્વે સ્ટેશન પૂર્વવત ટ્રેનના આવવાને જવા પર કામ કરતું થશે તેને લઈને કોઈ સમય સીમા નિર્ધારિત કરવામાં આવી નથી. જેથી સ્પષ્ટ કહી શકાય કે રેલવે સ્ટેશનના આધુનિકરણનું આ કામ આગામી એક વર્ષ કરતાં વધુ સમય સુધી ચાલશે તેવું લાગી રહ્યું છે.
2024 સુધી ચાલશે કામઃ સોમનાથ રેલવે સ્ટેશનને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સાથે સાંકળવામાં આવી રહ્યો છે આગામી વર્ષ 2024 ના સપ્ટેમ્બર મહિના સુધીમાં રેલ્વે સ્ટેશન નું આધુનિક ભવન તૈયાર થશે ત્યારબાદ ફરી એક વખત સોમનાથ સ્ટેશન પર ટ્રેનની સુવિધાઓ પ્રવાસીઓને મળશે અંદાજિત 134 કરોડના ખર્ચે આધુનિક રેલવે ભવન બનવા જઈ રહ્યું છે જેમાં આવનારા 50 વર્ષની તમામ સુવિધાઓને ધ્યાને રાખીને પ્રવાસીઓ માટે રેલવે સ્ટેશન બનવા જઈ રહ્યું છે પ્રદૂષણ મુક્ત અને પર્યાવરણની દ્રષ્ટિએ ગ્રીન રેલવે સ્ટેશનનો દરજ્જો પણ આપવામાં આવશે અને તે મુજબનું બાંધકામ આગામી 1લી તારીખ થી શરૂ થશે
આ પણ વાંચોઃઆ વર્ષે બનશે થીમ આધારિત ગણેશજીની મૂર્તિઓ
દરરોજ 10 ટ્રેન નું થાય છે સંચાલનઃ સોમનાથ રેલવે સ્ટેશન પર એક પેસેન્જર અને ચાર એક્સપ્રેસ ટ્રેન મળીને કુલ પાંચ ટ્રેન સોમનાથ સ્ટેશનથી ઉપડે છે. આટલી જ સંખ્યામાં સોમનાથ તરફ આવવા માટે ટ્રેન રાજકોટ અમદાવાદ જબલપુર ઓખા અને પોરબંદરથી સોમનાથ સ્ટેશન ને પહોંચી રહી છે. દરરોજ સામાન્ય પ્રવાસીઓની સાથે રાજકોટથી સોમનાથ તરફ અપડાઉન કરતા 15થી 25 હજાર જેટલા મુસાફરો સોમનાથ ટ્રેન મારફતે પહોંચી રહ્યા હતા. સંભવિત આંકડા મુજબ પ્રતિ વર્ષ એકથી લઈને બે કરોડ જેટલા પ્રવાસીઓ ટ્રેન મારફતે સોમનાથની મુલાકાત લેતા હોય છે. આગામી 2024મી સપ્ટેમ્બર સુધી આ રેલવે સ્ટેશન બંધ રહેશે જેને લઈને મુસાફરોને થોડી અગવડતા નો સામનો પણ કરવો પડશે.
સોમનાથ ટ્રસ્ટ ચલાવે છે બસઃ સોમનાથ રેલવે સ્ટેશન બંધ થતા તમામ મુસાફરોને વેરાવળ રેલવે સ્ટેશનથી સોમનાથ આવવા માટે ખાનગી ઓટો રિક્ષા અને સોમનાથ ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવતી વિના મૂલ્યની બસનો સહારો લેવો પડશે. સોમનાથ ટ્રસ્ટ ટ્રેનના સમયે પ્રવાસીઓને લેવા માટે બસ મોકલી રહી છે. જેમાં અંદાજિત 100ની સંખ્યામાં પ્રવાસીઓ એક સમયે મુસાફરી કરી શકશે ત્યારે રેલ્વે સ્ટેશન બંધ થવાથી આ બસ ખૂબ નાની પડશે. તેવું ચોક્કસ કહી શકાય વધુમાં વેરાવળ રેલવે સ્ટેશનથી સોમનાથ તરફ આવવા માટે ઓટોરિક્ષાનું ભાડું પ્રતિ મુસાફર દીઠ રૂપિયા 20 નક્કી થયું છે. જેમાં પણ સતત વધારો થતો રહે છે તેને કારણે મુસાફરોને ઓટોરિક્ષા ના વધુ નાણાં ખર્ચવા પડી શકે છે
આ પણ વાંચોઃ બિન કાશ્મીરીઓના મતદાનના અધિકાર પર બોલ્યા ફારુક અબ્દુલ્લા, કહ્યું કે જરૂર પડશે તો કોર્ટ જશુ
11 કિલોમીટરનું છે અંતરઃ સોમનાથ અને વેરાવળ વચ્ચે અંદાજિત 11 કિલોમીટરનું અંતર છે. જે અંદાજિત 20 થી લઈને 30 મિનિટના સમયગાળામાં પૂર્ણ થાય છે. સોમનાથ અને વેરાવળને જોડિયા શહેર તરીકે પણ ઓળખવામાં આવે છે. વેરાવળ શહેરમાંથી સોમનાથ મંદિરે જવા માટે અને સોમનાથ મંદિરથી લઈને સોમનાથ રેલવે સ્ટેશનથી વેરાવળ સરકારી બસ સ્ટેશન સુધી જવા માટે 24 કલાક ઓટો રીક્ષા મળી શકે છે. પરંતુ રાત્રિના સમયે ઓટો રીક્ષા નું ભાડું મુસાફરો માટે અસહ્ય બની રહે છે જેને કારણે આગામી બે વર્ષ સુધી યાત્રિકો માટે સોમનાથની ઓટો રીક્ષા ની સવારી વધુ ખિસ્સા ખંખેરશે તે વાત પણ ચોક્કસ છે. સોમનાથ રેલવે સ્ટેશન પર આવતી નીચેની ટ્રેનો સોમનાથ રેલવે સ્ટેશન માટે આગામી એક સપ્ટેમ્બર 2024 સુધી રદ કરાય છે. જે હવે માત્ર વેરાવળ રેલવે સ્ટેશન પર આવશે.
રદ્દ થયેલી ટ્રેનઃ સોમનાથ જબલપુર ટ્રેન નંબર 11463 એક્સપ્રેસ, સોમનાથ પોરબંદર ટ્રેન નંબર 19208 એક્સપ્રેસ, સોમનાથ ઓખા ટ્રેન નંબર 19251એક્સપ્રેસ