ગીર સોમનાથ : છેલ્લા એક દસકા કરતા વધુ સમય બાદ બે શ્રાવણ મહિનાનો વિશેષ સંયોગ આવી રહ્યો છે. આગામી 18 તારીખ અને મંગળવારના દિવસથી અધિક શ્રાવણ માસ શરૂ થઈ રહ્યો છે, ત્યારબાદ આવનારા શ્રાવણ માસને લઈને સોમનાથ ટ્રસ્ટ દ્વારા બે શ્રાવણ એટલે કે 60 દિવસ માટેની ધાર્મિક પૂજા અને મંદિરમાં દર્શન માટેનો વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શ્રાવણ માસ દરમિયાન દેશ અને દુનિયાના શિવ ભક્તો સોમેશ્વર મહાદેવની ધજા પૂજાને લઈને વિશેષ ઉત્સાહ દર્શાવતા હોય છે, ત્યારે સોમનાથ ટ્રસ્ટ દ્વારા શ્રાવણ મહિનાની શરૂઆત પૂર્વેજ ધ્વજાપુજા માટે જરૂર રહેતી ધ્વજાનું નિર્માણ કાર્ય સ્થાનિક મહિલા કારીગરો દ્વારા શરૂ કરાવી દેવામાં આવ્યું છે.
માત્ર ધજા નથી બનાવતા, પરંતુ સનાતન ધર્મની સંસ્કૃતિને જોડી રહ્યા છે. ધ્વજા બનાવવાથી અમારી ધાર્મિક ભાવના પ્રબળ બને છે. સાથે સાથે મહાદેવની કૃપાથી અમારું આર્થિક ઉપાર્જન પણ થઈ રહ્યું છે. - દિવ્યા વાઢેર (ધજા બનાવનાર મહિલા)
ધ્વજાને કેતું સ્વરૂપ માનવામાં આવે : પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ પર રોપણ કરવામાં આવતી ધ્વજાને કેતુ સ્વરૂપ પણ માનવામા આવે છે. જેને કારણે તે શિવભક્તોના કલ્યાણ કરવાની સાથે પિતૃઓને સદગતિ અને ધ્વજારો કરનાર પ્રત્યેક શિવભકતની યસ કીર્તિ અને આયુષ્યમાં વધારો કરતી હોય છે. જેને લઈને ખાસ ધ્વજા પૂજાનું વિશેષ મહત્વ હોય છે. સોમનાથ મંદિરના પુનઃ નિર્માણ બાદ અધ્યક્ષ જામ સાહેબ દિગ્વિજય સિંહ દ્વારા 13મી મે 1965ના દિવસે બપોરે 12:30 કલાકે કૌશય ધ્વજાનુ રોપણ કર્યું હતું, ત્યારથી સોમનાથ મહાદેવ મંદિર પર ધ્વજા પૂજા અને ધ્વજા રોપણનું ધાર્મિક મહત્વ જોવા મળે છે.
આગામી શ્રાવણ માસને ધ્યાન રાખીને ટ્રસ્ટ દ્વારા વિશેષ તૈયારીઓ કરાઈ છે. જેમાં ખાસ મહિલાઓ દ્વારા શિવ ભક્તોની સંખ્યાને ધ્યાને રાખીને અગાઉથી ધ્વજા નિર્માણનું કામ શરૂ કરાયું છે. આ વર્ષે બે શ્રાવણ માસ હોવાને કારણે લાખોની સંખ્યામાં શિવભક્તો સોમનાથ મહાદેવના દર્શન માટે આવી શકે છે. જેને ધ્યાને રાખીને પૂજા દર્શન સહિત તમામ પ્રકારની ધાર્મિક વિધિ માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા આગવું આયોજન કરાયું છે. - વિજયસિંહ ચાવડા (જનરલ મેનેજર સોમનાથ ટ્રસ્ટ)
ધાર્મિક વિધિ સાથે બને છે ધ્વજા : સોમેશ્વર મહાદેવ પર રોપણ કરવામાં આવતી ધ્વજા સનાતન ધર્મની પરંપરા મુજબ તેનું નિર્માણ કરવામાં આવે છે. જે 21 મીટર લાંબી હોય છે. જેમાં ખાસ મહાદેવને પ્રિય ત્રિશૂળ અને નંદીને બિરાજમાન કરવામાં આવતા હોય છે. જેનું સોમનાથ મહાદેવની સાક્ષીએ ધાર્મિક વિધાન મંત્રોચ્ચાર તેમજ શાસ્ત્રોક વિધિથી પૂજન કર્યા બાદ મંદિરના શિખર પર 155 ફૂટની ઊંચાઈ પર ધ્વજાને ફરકાવવામાં આવે છે.
- Shravan 2023: 19 વર્ષ બાદ ફરી અધિક શ્રાવણ માસનો સંયોગ, જાણો કોની પૂજા કરવાથી થાય છે મનવાંચ્છિત ફળની પ્રાપ્તિ
- Ahmedabad News : અમદાવાદીઓ માટે AMCએ રજૂ કર્યુ શ્રાવણ માસમાં બસ ટૂરનું પેકેજ, નવી 200 CNG બસો મંજૂર
- Shravan 2023 : રામપુરમાં 200 વર્ષ પહેલા નવાબે શિવ મંદિર માટે જમીન આપી દાનમાં, દર વર્ષે શ્રાવણના મેળાનું આયોજન