સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર પરિસરમાં આજથી પાઘ પૂજાનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે. આજે સોમનાથ ટ્રસ્ટના અધિકારીઓ અને પૂજારીઓની હાજરીમાં સોમનાથ મહાદેવની નૂતન પાઘ અને ધ્વજાનું પૂજન કરીને વિધિવત રીતે આજથી પાઘ પૂજાનો પ્રારંભ કરાયો છે. સનાતન ધર્મ સંસ્કૃતિમાં મહાદેવની પાઘ પૂજાને પણ વિશેષ મહત્વ આપવામાં આવે છે. પરંતુ શ્રાવણ મહિના દરમિયાન મહાદેવની પાઘ પૂજા થતી હોય છે. ત્યારે હવે આજથી પ્રત્યેક શિવભક્ત પોતાની શક્તિ અનુસાર સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા નિર્મિત નૂતન પાઘ પૂજા પણ પોતાની મનોકામના સિદ્ધ થાય તે માટે સોમનાથ મહાદેવને અર્પણ કરી શકશે.
આ પણ વાંચો Junagadh news: સોમનાથ મંદિર ખાતે સૂર્યપૂજાની સાથે ગાય માતાનું કરાયું પૂજન
ભાવિકો પ્રસાદી રૂપે મહાદેવની પાઘને મેળવી શકશે : સોમનાથ ટ્રસ્ટ દ્વારા આજે સવારે મંદિરમાં નૂતન પાઘ અને ધ્વજાનું પૂજન કરીને આજથી વિધિવત રીતે પાઘ પૂજા સેવાનો પ્રારંભ કર્યો છે. સામાન્ય રીતે શ્રાવણ મહિનામાં આવતા પ્રત્યેક સોમવારે મહાદેવની પાલખી યાત્રા કાઢવાની વિશેષ પરંપરા સોમનાથ મંદિરમાં જોવા મળે છે. ત્યારે આજે સોમનાથ મંદિરના ઇતિહાસમાં પ્રથમ વખત શ્રાવણ મહિનો અને સોમવારને બાદ કરતા પાઘની પૂજા બાદ તેની પાલખીયાત્રા પણ કાઢવામાં આવી હતી. જેમાં સોમનાથ ટ્રસ્ટના પૂજારીઓ અધિકારીઓની સાથે મોટી સંખ્યામાં દેવાધિદેવ મહાદેવના દર્શન કરવા માટે સોમનાથ આવેલા ભાવિકો પણ જોડાયા હતાં.
આ પણ વાંચો સુરતના પારસી પરિવારને ભગવાન સ્વામિનારાયણ દ્વારા આપવામાં આવેલા પાઘ અને શ્રીફળ
સનાતન ધર્મ સંસ્કૃતિ અનુસાર પાઘ પૂજાનું પણ છે વિશેષ ધાર્મિક મહત્વ : સનાતન ધર્મ સંસ્કૃતિમાં મહાદેવની પાઘ પૂજાને પણ ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. ખાસ કરીને શ્રાવણ મહિના દરમિયાન મહાદેવની પાઘ પૂજાનું વિશેષ ધાર્મિક મહત્વ છે. શ્રાવણ મહિનો મહાદેવને અતિપ્રિય હોવાને કારણે આ સમય દરમિયાન મહાદેવને પૂજન અને સાથે અર્પણ કરવામાં આવેલી પાઘ પ્રત્યેક શિવ ભક્તની મનોકામના પૂર્ણ કરે કરે છે તેવી ધાર્મિક ભાવના જોડાયેલી છે. પરંતુ હવે સમગ્ર વર્ષ દરમિયાન મહાદેવને પાઘ પૂજા અર્પણ કરી શકાશે તેવી નવી વ્યવસ્થા સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા શરૂ કરવામાં આવી છે. જેને લઈને શિવભક્તોમાં પણ ખૂબ જ ઉત્સાહ જોવા મળે છે.
સોમનાથ મહાદેવના સાંનિધ્યે સંસ્કૃતિનું પાલન : સોમનાથ મહાદેવ મંદિર ટ્ર્સ્ટ દ્વારા ભારતીય સંસ્કૃતિ પ્રમાણે સમય સમય પર વિવિધ પ્રકારના પૂજન થતાં જોવા મળે છે. તાજેતરમાં જ મકર સંક્રાતિ નિમિત્તે પણ અહીં સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા વિશેષ પૂજન થતું જોવા મળ્યું હતું. સંક્રાંતિ કાળમાં સૂર્ય પૂજાની સાથે ગાયના પુજનનુ વિશેષ ધાર્મિક મહત્વ આલેખવામાં આવ્યુ છે. તે મુજબ સનાતન ધર્મ સંસ્કૃતિમાં પણ સંક્રાંતિના સમય દરમિયાન ગાય અને સૂર્યદેવતાની પૂજા કરવાનો વિશેષ ધાર્મિક ફળદાયી માનવામાં આવ્યું છે. તે મુજબ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર પરિસરમાં સૂર્ય પૂજાની સાથે ગાય માતાના પૂજનનો ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સોમનાથ મંદિરના પંડિતો અને અધિકારીઓની હાજરીની વચ્ચે શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે સૂર્યદેવતાનું પૂજન કરાયું હતું. પુંજા બાદ બાદમાં ગાય માતાના પૂજન કરીને સંક્રાંતિની ધાર્મિક ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સોમનાથ મંદિરના પૂજારી પંડિતો અને અધિકારીઓએ હાજર રહીને સૂર્ય પૂજાની સાથે ગાય માતાના પૂજન વિધિનો લાભ પ્રાપ્ત કર્યો હતો.