ETV Bharat / state

Sinh Chalisa News: નિવૃત્ત શિક્ષકે લખી છે સિંહ ચાલીસા, વાંચો સિંહ માટેના આ અનોખા સંઘર્ષ વિશે - સિંહ સંવર્ધન આવશ્યક

દીવના નિવૃત્ત શિક્ષકે પોતાના સિંહ પ્રેમથી પ્રેરાઈને તૈયાર કરી છે સિંહ ચાલીસા. સિંહ ચાલીસામાં સિંહનું પ્રાકૃતિક, ધાર્મિક અને સામાજિક મહત્વ વર્ણવવામાં આવ્યું છે. વાંચો વિગતવાર

નિવૃત્ત શિક્ષકે સિંહના સંવર્ધન માટે લખી છે સિંહ ચાલીસા

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 23, 2023, 5:10 PM IST

Updated : Oct 23, 2023, 7:25 PM IST

સિંહ ચાલીસાની 22,000 નકલ સ્વખર્ચે છપાવી અને વહેંચી

સાસણઃ દીવના એક નિવૃત્ત શિક્ષક રમેશભાઈ રાવલને નાનપણથી સિંહ માટે ખૂબ જ પ્રેમ છે. તેમણે સિંહના સંરક્ષણ પાછળ પોતાના જીવનના 40 વર્ષ ખર્ચી કાઢ્યા છે. તેમનો સિંહ માટે પ્રેમ એટલો વિશેષ છે કે તેમણે સિંહ ચાલીસાની રચના કરી છે. આ સિંહ ચાલીસાની 22,000 નકલ તેમણે સ્વખર્ચે છપાવી અને વહેંચી છે.

સિંહ ચાલીસામાં સિંહ મહાત્મ્યઃ સિંહ ચાલીસામાં સિંહની ઉપયોગિતા, સિંહનું મહત્વ અને સિંહની જરૂરિયાત વિશે વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. સિંહ પ્રાકૃતિક, ધાર્મિક અને સામાજિક રીતે કેટલું મહત્વનું પ્રાણી છે તેનું બહુ સચોટ વર્ણન આ સિંહ ચાલીસામાં કરવામાં આવ્યું છે. સિંહ ચાલીસામાં સિંહના સમગ્ર જીવનકાળ દરમિયાન બનતી ઘટનાઓને આવરી લેવામાં આવી છે. આ સિંહ ચાલીસા લખવા પાછળનો ઉદ્દેશ્ય સિંહ વિશેની ગેરમાન્યતાઓ, અફવાઓ તેમજ તેમના ગેરકાયદેસ થતા શિકારને અટકાવવાનો છે. ગીર અને સિંહ એકબીજાના પૂરક છે તે પણ સિંહ ચાલીસામાં દર્શાવાયું છે. આ ચાલીસા વિશ્વની પ્રથમ સિંહ ચાલીસા છે.

સિંહ પ્રેમીનો ત્યાગ અને સમર્પણઃ રમેશભાઈ રાવલને આખુ સૌરાષ્ટ્ર સિંહ પ્રેમી તરીકે ઓળખે છે. સિંહ સંવર્ધન માટે રમેશભાઈએ પોતાના જીવનના 40 વર્ષ મહેનત કરી છે. રમેશભાઈએ જાતે લખેલી સિંહ ચાલીસાની 22000 નકલ સ્વખર્ચે છપાવી લોકોમાં વહેંચી છે. તેમણે સિંહના મહત્વને લોકોને સમજાવવા માટે સાડા ચાર લાખ કિલોમીટર મુસાફરી કરી છે. સિંહ સંવર્ધન માટે તેમણે આદરેલા આ અભિયાન પાછળ અત્યાર સુધી રમેશભાઈ કુલ 10 લાખથી વધુ રુપિયાનો ખર્ચ કરી ચૂક્યા છે.

સિંહ એ ગીરનું ઘરેણું છે અને ઘરેણાં માટે ચાલીસા લખવાનું મને જે અહોભાગ્ય પ્રાપ્ત થયું છે તે મારી ખુશનસીબી છે. એશિયામાં આજે એક માત્ર ગીરમાં સિંહો જોવા મળે છે. તેથી સિંહનું સંવર્ધન તેમજ તેમની સુરક્ષા માટે લોકોને જાગૃત કરવા મેં આ સિંહ ચાલીસા તૈયાર કરી છે. વર્ષ 2022માં સિંહ ચાલીસાની 22000 નકલ સ્વખર્ચે છપાવીને મેં ગીર તેમજ આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોમાં વહેંચી છે. આવનારી પેઢી સિંહના તમામ ગુણો સિંહ ચાલીસા મારફતે વાંચી અને જાણી શકે તેવા ઉદ્દેશ્ય સાથે મેં આ સિંહ ચાલીસાની રચના કરી છે...રમેશભાઈ રાવલ(સિંહ પ્રેમી, સાસણ ગીર)

  1. Sasan Safari Park News: સાસણ સફારી પાર્ક 'સિંહ દર્શન' માટે આજથી શરૂ થયો, પહેલા દિવસે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યાં
  2. Sasan Safari Park News: 16 ઓક્ટોબરથી શરુ થઈ રહ્યો છે સાસણ સફારી પાર્ક, ફરીથી સિંહ દર્શન માણી શકાશે નવી સુવિધાઓ સાથે

Last Updated : Oct 23, 2023, 7:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.