ETV Bharat / state

ગીર સોમનાથમાં વાવેતરમાં નોંધાયો ધરખમ ઘટાડો, વરસાદની સાથે તૌકતે પણ ખેડૂતો માટે વિલન બન્યું - Gujarat News

ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદ અને તૌકતે વાવાઝોડાને કારણે ખેડૂતોને ભારે નુકસાનનો માર ભોગવવો પડી શકે છે. ગત વર્ષની સરખામણીએ વાવેતરમાં પણ ઘટાડો થયેલો જોવા મળે છે. ગત વર્ષે 1,45,017 હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું હતું. આ વર્ષે માત્ર 46,864 હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે.

Gir Somnath News
Gir Somnath News
author img

By

Published : Jul 1, 2021, 9:15 PM IST

  • ગીર સોમનાથ જિલ્લામાં વાવેતરમાં નોંધાયો ધરખમ ઘટાડો
  • વરસાદ ખેંચાયો સાથે તૌકતે વાવાઝોડું પણ ખેડૂતો માટે વિલન બન્યું
  • ગત વર્ષે જૂન સુધીમાં 1,45,017 હેક્ટર વિસ્તારમાં થયું હતું વાવેતર
  • આ વર્ષે માત્ર 46,864 હેક્ટર વિસ્તારમાં વાવેતર

ગીર સોમનાથ : જિલ્લામાં આ વર્ષે જગતના તાત (farmer) પર કુદરત જાણે કે રૂઠી હોય એવો માહોલ સર્જાયો છે. ગત વર્ષે જે વાવેતર થયું હતું તેની સરખામણીએ વાવેતર વિસ્તારમાં 1 લાખ હેક્ટરનો ઘટાડો (Reduction of 1 lakh hectare) થયો છે. ખાસ કરીને મે માસની મધ્યમાં જ તૌકતે વાવાઝોડું (Hurricane Taukte) ત્રાટક્યા બાદ ઉના, ગીરગઢડા અને કોડીનાર તાલુકામાં જમીન જ વાવેતર માટે તૈયાર કરી શકાય એવી સ્થિતી રહી નથી. ચોમાસાનું વહેલું આગમન (Early arrival of monsoon) થયાનું અનુમાન ખોટું સાબિત થતા ખેડૂતો (farmers) ને નુકસાન થવાની શક્યતા રહેલી છે.

ગીર સોમનાથમાં વાવેતરમાં નોંધાયો ધરખમ ઘટાડો

આ પણ વાંચો : tauktae cyclone: 'તૌકતે' વાવાઝોડાથી થયેલા નુક્સાન બદલ મીઠાના ઉદ્યોગે રાહતની કરી માગ

ગત વર્ષની સાપેક્ષમાં નોંધાયેલો ઘટાડો

  • ઉનામાં 32,298 સામે આ વર્ષે માત્ર 800 હેક્ટરમાં
  • ગીરગઢડામાં 27,858 સામે આ વર્ષે 2,952 હેક્ટરમાં
  • કોડીનારમાં 28,560 સામે આ વર્ષે 13,020 હેક્ટરમાં
  • તાલાલામાં 15,796 સામે આ વર્ષે 3,807 હેક્ટરમાં
  • સૂત્રાપાડામાં 19,369 સામે આ વર્ષે 13,135 હેક્ટરમાં
  • વેરાવળમાં 21,140 સામે આ વર્ષે 13,150 હેક્ટરમાં વાવેતર નોંધાયું છે.

આ પણ વાંચો : વાવઝોડાને કારણે થયેલા નુકસાનનો સર્વે કરવા માટે શંકરસિંહ વાઘેલા સુરત પહોંચ્યા

વરસાદ વધુ લંબાશે તો તમામ વાવેતર નીષ્ફળ જવાની ભીતી

હાલ જે પાકનું વાવેતર કરાયું છે તેને પાણીની તાતી જરૂરિયાત છે અને વરસાદ થતો નથી. અમુક મોટા ખેડૂતો (farmers) પાસે કુવા, પાણીના ફુંવારા સહીતની સગવડ છે, પરંતુ મોટાભાગે નાની ખેતી ધરાવતા નાના ખેડૂતો (farmers) કે જેમની સંખ્યા વધુ છે. જેથી જો વરસાદ વધુ લંબાશે તો તમામ વાવેતર નીષ્ફળ જવાની ભીતી છે. જિલ્લામાં અમુક જગ્યાએ જ વાવણી કરાઈ છે. અડધા જિલ્લામાં વરસાદ જ નથી પડ્યો. ગીર સોમનાથ જિલ્લામાં ખેડૂતો (farmers) ચિંતિત બન્યા છે. જેણે વાવેતર કર્યું છે અને જેણે નથી કર્યું તે બધા જ મેઘારાજાની રાહ જોઈ રહ્યા છે. પ્રથમ સામાન્ય વરસાદે ચોમાસું બેસી ગયાનું અનુમાન ખોટું ઠરતાં ભારે નુકસાનીની ભીતી સેવાઈ રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.