ETV Bharat / state

ગીર સોમનાથ: પાતાપુર ગામ પાસેની કેનાલમાં ભંગાણ થતાં લોકોને ઘૂંટણસમા પાણીમાં ચાલીને જવાનો વારો

ઊના તાલુકાના પાતાપુર ગામના કાંદા વિસ્તારમાંથી રાવલ સિંચાઇ યોજના હેઠળ કેનાલ પસાર થાય છે. પાકને પિયત માટે પાણી આપવા બનાવવામાં આવેલી આ કેનાલમાં ભંગાણ થતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો. કેટલાક ખેતરોમાં ખેડૂતો ઘૂંટણસમા પાણીમાં ચાલીને જતા નજરે પડ્યા હતા.

ગીર સોમનાથ: પાતાપુર ગામ પાસેની કેનાલમાં ભંગાણ થતાં લોકોને ઘૂંટણસમા પાણીમાં ચાલીને જવાનો વારો
ગીર સોમનાથ: પાતાપુર ગામ પાસેની કેનાલમાં ભંગાણ થતાં લોકોને ઘૂંટણસમા પાણીમાં ચાલીને જવાનો વારો
author img

By

Published : Mar 14, 2021, 5:31 PM IST

  • પાતાપુર ગામના કાંદા વિસ્તારમાંથી પસાર થાય છે કેનાલ
  • ગત વર્ષે ઉનાળામા ગાબડું પડ્યા બાદ બીજી વખત ભંગાણ
  • ટૂંક જ સમયમાં રીપેરીંગ પૂર્ણ થઈ જવાની સત્તાધીશોની બાંહેધરી

ગીર સોમનાથ: ઊના તાલુકાના પાતાપુર ગામના કાંદા વિસ્તારમાંથી પસાર થતી રાવલ સિંચાઇ યોજના હેઠળ પાકને પિયત માટે પાણી આપવામાં આવે છે. આ કેનાલમાં ભંગાણ થતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો. આ વિસ્તારના ખેડૂતોને સિંચાઇ યોજના હેઠળ પિયતનું પાણી કેનાલ દ્વારા ઉનાળુ સિઝનના પાક માટે આપવામાં આવતું હોય છે.

આ પણ વાંચો: ગીર સોમનાથમાંં લેન્‍ડ ગ્રેબિંગના આરોપીની આગોતરા જામીન અરજી વેરાવળ કોર્ટે ફગાવી

અગાઉ પડેલા ગાબડામાં હલકી ગુણવત્તાની કામગીરી કરાતા ફરી ગાબડું પડ્યું

રાવલ સિંચાઈ યોજનાની કેનાલમાં ગાબડું પડતા તાલુકાનાં પાતાપર,વાવરડા અને નાઠેજ ગામોમાં પાણી ફરી વળ્યું હતું. જેના કારણે લોકોને ઘૂંટણસમા પાણીમાં ચાલીને જવુ પડ્યું હતુ. રસ્તા પર પાણી ફરી વળતા ખેડૂતોને પોતાના ખેતરો સુધી પહોંચવું મુશ્કેલ થઈ ગયું હતુ. અગાઉ કેનાલમાં પડેલા ગાબડામાં હલકી ગુણવત્તાની કામગીરી થઈ હોવાથી કેનાલમાં ભંગાણ થયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હાલ તંત્ર દ્વારા ગાબડું માટીથી બંધ કરી દેવામાં આવ્યું છે. ખેડૂતોને પોતાના ખેતર સુધી જવા માટે ઘૂંટણસમા પાણીમાંથી ચાલીને જવાનો વારો આવ્યો છે.

આ પણ વાંચો: ગીર સોમનાથના વિઠ્ઠલપુર ગામે ગુજરાતનું પ્રથમ ડિજિટલ મહિલા બસસ્ટેન્ડ ખુલ્લું મુકાયું

2થી 3 દિવસમાં રીપેરીંગ થઇ જશે: સત્તાધીશો

રાવલ ડેમના સિંચાઇ પેટા વિભાગના મદદનીશ ઇજનેર પ્રતિકભાઇ કોલડીયાનો ટેલીફોનિક સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, આ કેનાલમાં જુની કુંડીમાં વર્ષો જૂનો સિમેન્ટ નિકળી ગયો છે. પાણી છોડવામાં આવ્યુ ત્યારે ભંગાણ ધ્યાનમાં આવતા પાણી ડાયવર્ટ કર્યું છે. જેનું 2થી 3 દિવસમાં રીપેરીંગ કરાશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.