ETV Bharat / state

વેરાવળમાં બિરલા ગ્રુપ સંચાલિત હોસ્‍પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ ઉભો કરાયો - ઓક્સિજનની તીવ્ર અછત

રાજ્યમાં કોરોના મહામારી વચ્ચે પ્રાણવાયુના અભાવે લોકોના પ્રાણ પંખીડા ઉડી રહયા છે ત્‍યારે વેરાવળ ખાતે બિરલા ગ્રુપ સંચાલિત હોસ્‍પિટલમાં પ્રતિદિન 1.26 લાખ લીકવીડ ઓક્સિજન ઉત્‍પાદન કરતો પ્‍લાન ઉભો કરી દેવામાં આવ્યો છે.

Oxygen plant
Oxygen plant
author img

By

Published : Apr 28, 2021, 7:55 AM IST

  • વેરાવળમાં બિરલા ગ્રુપ સંચાલિત હોસ્‍પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ ઉભો કરાયો
  • પ્રતિદિન 1.26 લાખ ઓક્સિજન ઉત્‍પાદન કરવામાં આવે છે
  • જિલ્‍લા વહીવટી તંત્ર અને રાજય સરકાર કંપનીની કામગીરી પરથી બોધપાઠ લે

ગીર સોમનાથ : જિલ્‍લામાં પ્રાણવાયુના અભાવે સેકડો લોકોના પ્રાણ પંખીડા ઉડી રહયા છે. જિલ્‍લામાં ઓક્સિજનની તીવ્ર અછતના પગલે કોરોનાગ્રસ્‍ત દર્દીઓ અને તેમના સ્‍વજનો પારિવાર મુશ્‍કેલીનો સામનો કરી રહયા છે. તો બીજી તરફ પુરતા પ્રમાણમાં ઓક્સિજનની જરૂરીયાત પુરી કરવામાં સરકાર અને જવાબદાર સ્‍થાનીક તંત્ર સંદતર નમાલુ અને વામણું પુરવાર થયુ છે. જિલ્‍લા વહીવટી તંત્ર માત્ર તાબોટા પાડી રહયુ છે. તેવા સમયે વેરાવળ સ્‍થ‍િત આદિત્‍ય બિરલા કંપનીની હોસ્‍પિટલમાં યુઘ્‍ઘના ઘોરણે પ્રતિ દિવસ 1.26 લાખ લીટર ઓક્સિજનની ઉત્‍પાદન ક્ષમતાવાળો પ્‍લાન્‍ટ કાર્યરત કરવામાં આવ્યો છે. બિરલા હોસ્‍પિટલના દર્દીઓના પ્રાણવાયુ ખુટે નહી તે માટેના સફળ અને નિષ્‍ઠાપુર્વકના પ્રયાસ સામે આવ્યો છે.

આ પણ વાંચોઃભાવનગરના 18 પ્લાન્ટમાં થઇ રહ્યું છે ઓક્સિજનનું ઉત્પાદન, એક સિલિન્ડરની કિંમત 248 રૂપિયા

બિરલા હોસ્‍પિટલને 25 બેડની કોવિડની સારવારની મંજુરી

વેરાવળના લોકોને ઘર આંગણે આરોગ્ય સારવારની આઘુનિક સુવિઘા મળી રહે તે માટે આદિત્‍ય બિરલા ગ્રુપની કંપનીએ 7 વર્ષે પૂર્વે આઘુનિક સુવિઘાવાળી હોસ્‍પિટલ બનાવી કાર્યરત કરી હતી. ગત વર્ષે કોરોના સમયે નોંઘપાત્ર સારવારની કામગીરી કરી હતી. જેના લીઘે હાલમાં ફરી તંત્રએ બિરલા હોસ્‍પિટલને 25 બેડની કોવિડની સારવારની મંજુરી આપી હતી.

ઓક્સિજન ઉત્‍પાદન કરતો પ્‍લાન્ટ ઉભો કરાયો

પોતાના દર્દીઓના જીવન બચાવવા માટે કોઠાસુઝ ઘરાવતા બિરલા હોસ્‍પિટલના ટ્રસ્‍ટી રજત ડે, લક્ષેષ ગોસ્‍વામી, મેડીકલ ઓફીસર ડો.રાજુભાઇ ક્રીષ્‍નાણીએ એક વાતચીતમાં જણાવ્યું હતુ કે, કોરનાની બીજી લહેરમાં કોરોના દર્દીઓની સંખ્‍યામાં દરરોજ ઉછાળો થઇ રહયો છે. તો સારવારમાં આવતા મોટાભાગના દર્દીઓને ઓક્સિજનની ખાસ જરૂર જણાય રહી છે. આવા સમયે અમારી હોસ્‍પિટલમાં ઓક્સિજનની સુવિઘાવાળા 25 બેડ માટે જરૂરી ઓક્સિજનનો નિયમિત પુરવઠો મેળવવામાં ભારે મુશ્‍કેલી પડી રહી હતી. જે અંગે કંપનીનું ઘ્‍યાન દોરેલ અને જો હોસ્‍પિટલ ખાતે ઓક્સિજન જનરેટર પ્‍લાન્‍ટ ઉભો કરી કાર્યરત કરવામાં આવે તો મુશ્‍કેલી દુર થશે. તેવી રજુઆત કરી હતી. આ પ્‍લાન્‍ટ ઉભો કરવા પાછળ અંદાજીત 25 લાખ જેવો ખર્ચ થશે. આ પ્‍લાન્‍ટ ઉભો કરવા અંગે કંપની મેનેજમેન્‍ટએ ત્‍વરીત મંજૂરી આપી દીઘી હતી. જેથી આ ઉત્‍પાદકનો સંપર્ક કરી પ્‍લાન્‍ટો ઉભો કરવા ત્‍વરીત કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.

પ્રતિદિવસ 1.26 લાખ લીટર ઓક્સિજન ઉત્‍પાદન થાય છે.

ઓક્સિન જનરેટર પ્‍લાન્‍ટ વિશે ડો.રાજુભાઇ ક્રિષ્‍નાણીએ જણાવ્યુ હતુ કે, પ્‍લાન્‍ટમાં મોટું કમ્‍પ્રેસર, ફંકશન ડેટા, પ્‍યોરીફાયર, ટેન્‍ક અને જનરેટર સહિતની મશીનરી હોય છે. પ્‍લાન્‍ટ થકી હવામાં રહેલ 21 ઓક્સિજન ખેંચી સીસ્‍ટમેટીક રીતે 90 ટકા સુઘી ઓક્સિજન બનાવી આપે છે. આ દરમિયાન પ્‍લાન્‍ટમાં રહેલા પ્‍યુરીફાયર પ્રક્રીયાના ભાગરૂપે કેમીકલ અને ડસ્‍ટ દુર કરે છે. ત્‍યારબાદ જે તૈયાર થયેલ 90 ટકા ઓક્સિજનનો જથ્‍થો પ્‍લાન્‍ટમાં રહેલા સ્‍ટોરેજ ટેન્‍કમાં સંગ્રહ થાય છે. આ પ્‍લાન્‍ટ થકી દરરોજ 1,26,000 લીટર ઓક્સિજન (15 થી 18 બોટલ)નો ઓક્સિજનનો જથ્‍થો તૈયાર થાય છે. આ જથ્‍થો બોટલોમાં રીફલીંગ થઇ શકતો નથી પરંતુ હોસ્‍પીટલમાં ઓક્સિજન લાઇન મારફત દર્દીઓના બેડ સુઘી પહોંચાડી શકાય છે. આ પ્‍લાન્‍ટો 15 દિવસમાં ઉભો કરી કાર્યરત કરી દેવામાં આવ્યો છે. જેથી હાલ અમારી દરરોજની જરૂરીયાતનો 25 ટકા ઓક્સિજન જનરેટર પ્‍લાન્‍ટ થકી પુરો થાય છે.

જવાબદાર અઘિકારીઓને આલુ કેમ સુજયુ નહી ? લોકોમાં ચર્ચાતા સવાલો

અત્રે નોંઘનીય છે કે, કોરોનાની બીજી લહેરમાં બદતર બની રહેલ સ્‍થ‍િતિને ઘ્‍યાને લઇ કંપની સંચાલીત ખાનગી હોસ્‍પીટલ તાબડતોડ લાખોના ખર્ચ કરી ઓક્સિજન ઉત્‍પાદનનો પ્‍લાન્‍ટ ઉભો કરી શકતી હોય તો પછી રાજય સરકારની વેરાવળમાં કાર્યરત જિલ્‍લાકક્ષાની સરકારી કોવિડ હોસ્‍પિટલમાં આવો જ મોટી ક્ષમતાનો ઓક્સિજનનો પ્‍લાન્‍ટ કેમ ઉભો ન થઇ શકે ? તેવો સવાલ લોકો પુછી રહયા છે કે, શું પ્‍લાન્‍ટ ઉભો કરવા માટે નિરુત્સાહ જિલ્‍લા વહીવટી તંત્રના અઘિકારીઓમાં દમ નથી કે શું ? એ.સી ચેમ્‍બરોમાં બેસતા અને એ.સી કારોમાં ફરી પ્રજાના ટેક્ષના પૈસે સુખાકાર ભોગવતા તંત્રના જવાબદાર અઘિકારીઓને આવો વિચાર કેમ નથી આવતો ? આવા અનેકવિઘ સવાલો લોકો રાજય સરકાર અને તેમના અઘિકારીઓને પુછી રહયા છે.

આ પણ વાંચોઃકોરોના મહામારીમાં UPL કંપનીએ નાઇટ્રોજન પ્લાન્ટને ઓક્સિજન પ્લાન્ટમાં કન્વર્ટ કર્યો

જિલ્‍લા વહીવટી તંત્ર અને રાજય સરકાર કંપનીની કામગીરી પરથી બોધપાઠ લે

બિરલા હોસ્‍પિટલએ ઉભા કરેલ ઓક્સિજન પ્‍લાન્‍ટની ગઇકાલે વેરાવળ પાલીકાના ઉત્‍સાહી પ્રમુખ પીયુષ ફોફંડી, નગરસેવક બાદલ હુંબલએ મુલાકાત લઇ વેરાવળમાં પ્રાણવાયુની અછત દુર કરવા બાબતે આવો બીજો પ્‍લાન્‍ટ ઉભો કરવા અંગે જરૂરી માહિતી મેળવી ચર્ચાઓ કરી હતી. જિલ્‍લામાં ઓકસિજનની અછતના પગલે બુમરાડ પડી રહી છે. એવા સમયે બિરલા હોસ્‍પિટલએ ઓક્સિજનની પુરતતા કેમ કરવી તેનો ઉકેલ શોઘી કાઢેલ છે. ત્‍યારે કંપનીના મેનેજમેન્‍ટની કામગીરી પરથી જિલ્‍લા વહીવટી તંત્ર અને રાજય સરકાર બોધપાઠ લઇ જિલ્‍લાકક્ષાની સરકારી કોવિડ હોસ્‍પિટલ ખાતે આવા ઓક્સિજન જનરેટર પ્‍લાન્‍ટ ઉભા કરે તેવી લોકોમાંથી માંગ ઉઠી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.