- સોમનાથમાં મરીન ડ્રાઇવ જેવો વોક વે બનાવવામાં આવ્યો
- આવનાર એપ્રિલ-મેમાં સામાન્ય જનતા માટે ખુલ્લો મૂકવામાં આવશે
- 45 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો વોક વે
ગીર-સોમનાથ :બાર જ્યોતિર્લિંગ માં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરના દરિયા કિનારે કેન્દ્ર સરકારના ટુરીઝમ વિભાગની પ્રસાદ યોજના અંતર્ગત 45 કરોડના ખર્ચે આધુનિક સુવિધાથી સજ્જ મુંબઈના મરીન ડ્રાઇવ જેવો 1500 મીટર લાંબા વોક વે 2018માં સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અમીત શાહના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. હાલમાં આ વોકવેની કામગીરી પૂર્ણ થઈ ગયું છે. આધુનિક સુવિધાથી સજજ આ દરિયાઇ પથ સોમનાથ આવતા યાત્રિકો માટે આગામી એપ્રિલ- મે વચ્ચે ખુલ્લો મુકવામાં આવશે.
આ પણ વાંચો : સોમનાથથી અયોધ્યા સુધીની દોડનો શુભારંભ કરતો દોડવીર યુવક ઘનશ્યામ સુદાણી
1500 મીટર લાંબો વોક વે
1500 મીટર લાંબા વોકવે પથ સોમનાથના સાગર દર્શન ગેસ્ટહાઉસથી ત્રિવેણીના બંધાર સુધી બનાવવામાં આવ્યો છે. જેમાં બે એન્ટ્રી ગેટ પણ બનવવામાં આવ્યા છે. 45 કરોડના ખર્ચે બનેલા વોક-વેની કામગીરી પૂર્ણ થવા તરફ છે. વોકવેનું એપ્રિલના અંત સુધીમાં કેન્દ્ર સરકારના કોઈ પ્રધાન અથવા વડાપ્રધાન અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્રભાઇ મોદીના હસ્તે ખુલ્લુ મુકવામાં આવશે. સોમનાથ આવતા યાત્રિકોને વોક વે પરથી એક તરફ સોમનાથ મહાદેવનું મંદીર અને બીજી તરફ ઘુઘવતા સમુદ્રનો નજારો માણવા મળશે.
વોક-વે પર સાયકલીંગ કરી શકાશે
સોમનાથના દરિયા કિનારે બનાવવામાં આવેલા સવા કિ.મી. લાંબા આ વોક પથ પર સોમનાથ આવતા યાત્રિક સાઈલિંગની મજા પણ માણી શકશે વોક પણ કરી શકશે.
આ પણ વાંચો : ગીર-સોમનાથના કોરોના કામગીરીને લઇને વહીવટી તંત્રની બેઠક યોજાઇ
વોક વેમાં ભારતની સંસ્કૃતિને દર્શાવતી ચિત્ર ગેલેરી
વોક વે પર ભારતની સંસ્કૃતિને લગતા ચિન ગેલરી, નિહાળી શકશે. આ ચિત્ર ગેલેરી રામાયણના જુદા-જુદા પ્રસંગોને તાદ્રશ કરતા ચિત્રો મુકવામાં આવ્યા છે, તેમજ મ્યુઝિક અને રાત્રીના સમય સ્ટ્રીટ લાઈટ ચાલુ રહેશે. જેથી રાત્રીના સમયે વોકવેનો સુંદર નજારો જોવા મળશે.