ETV Bharat / state

તાલાલા-સાસણ ગીર પંથકમાં કુદરતનો બેવડો માર, કમોસમી વરસાદ સાથે ઘરતીની ઘરા ઘ્રુજી ઉઠી - kesar keri crop

તાલાલા-સાસણ ગીર પંથકમાં કુદરતનો બેવડો માર પડ્યો હતો. જિલ્લામાં કમોસમી વરસાદ સાથે ઘરતીની ઘરા ઘ્રુજી ઉઠતા શનિવાર સાંજના સમયે પ્રથમ ભારે પવન વચ્‍ચે બરફના કરા સાથે કમોસમી વરસાદ વરસ્‍યા બાદ 2.5ની તીવ્રતાના ભુકંપ આવ્યો હતો. કમોસમી વરસાદના કારણે કેસર કેરીનો પાક બગડવાની બિક ખેડૂતોમાં જોવા મળી હતી.

bhukamp
તાલાલા-સાસણ ગીર પંથકમાં કુદરતનો બેવડો માર, કમોસમી વરસાદ સાથે ઘરતીની ઘરા ઘ્રુજી ઉઠી
author img

By

Published : Apr 18, 2021, 8:18 AM IST

  • ગીર-સોમનાથ પંથકમાં કમોસમી વરસાદ
  • કેસરના પાકને નુક્શાન થવાની ભીતી
  • કમોસમી વરસાદ સાથે ભુકંપના આચંકા

ગીર સોમનાથ: જીલ્‍લાના તાલાલા-સાસણ ગીર પંથકમાં શનિવારે બપોરે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને જોરદાર પવન સાથે બરફના કરા સાથે અચાનક વરસાદ આવ્યો હતો. કમોસમી વરસેલા વરસાદના પગલે ગીર પંથકની પ્રખ્‍યાત કેસર કેરીના પાકને વ્‍યાપક નુકશાન પહોચ્‍યુ છે. કમોસમી વરસાદ વરસ્‍યાની ગણતરીની મિનીટો બાદ તાલાલા ગીર પંથકમાં ભુકંપનો આંચકો આવતા ગીરવાસીઓમાં ગભરાટ પ્રસર્યો હતી.

કરા સાથે વરસાદ

ગીર સોમનાથ જીલ્‍લામાં વઘી રહેલા કોરોનાના સંક્રમણને લઇ તાલાલા શહેર અને પંથકના અમુક ગ્રામ્‍ય વિસ્‍તારોમાં લોકડાઉન ચાલી રહ્યું છે દરમિયાન શનિવારે બપોરે ચારેક વાગ્‍યાના સુમારે તાલાલા-સાસણ ગીર પંથકના વાતાવરણમાં અચાનક પલટો આવી આકાશમાં કાળા ડીબાગ વાદળો વચ્‍ચે જોરદાર પવન ફુકાવવાની સાથે ઘીમી ઘારે વરસાદ આવ્યો હતો. અડઘી કલાક સુઘી ભારે પવન વચ્‍ચે બરફના કરા સાથે વરસાદ આવ્યો હતો. તાલાલા પંથકના સાસણ ગીર, ભાલછેલ, હરીપુર, ચિત્રાવડ સહિતના અનેક ગ્રામ્‍ય વિસ્‍તારો ઉપરાંત ગીર જંગલની બોર્ડર પર આવેલા ગીરગઢડા પંથકના અમુક ગામોમાં પણ કમોસમી વરસાદ આવ્યો હતો.

આ પણ વાંચો : મહુવાના લોંગડી ગામે બની અદભૂત ઘટના, વાદળમાંથી વરસી માછલી

કેસરના પાકને નુક્શાન

શનિવારે બપોરએ આવેલા કમોસમી વરસાદના લીઘે ગીરની પ્રખ્‍યાત કેસર કેરીના પાકને વ્‍યાપક નુકશાન થયુ છે. કમોસમી વરસાદ સાથે આવેવા ભારે પવનના લીઘે અમુક બગીચાઓમાં આંબામાંથી કેરીઓ ખરી પડી હતી. એક તરફ આ વર્ષે પ્રતિકુળ વાતાવરણના લીઘે સીઝન પૂર્વે જ 60 ટકા કેસર કેરીનો પાક નુકશાની પામ્‍યો હોવાથી આગામી સીઝનમાં 40 ટકા જ પાક માર્કેટમાં આવવાનો હતો. એવા સમયે કમોસમી વરસાદે બચી ગયેલ 40 ટકા કેસર કેરીના પાકને પણ ભારે નુકસાન પહોંચાડ્યુ હોવાનું જાણકારો જણાવી રહયા છે.

આ પણ વાંચો : તાલાળા માર્કેટિંગ યાર્ડમાં 6મેથી કેસર કેરીની હરાજી શરૂ થશે

કમોસમી વરસાદના માહોલ વચ્‍ચે ભુકંપના આંચકાથી લોકોમાં ગભરાટ

એક તરફ તાલાલા ગીર પંથકમાં કમોસમી વરસાદ વરસ્‍યાના માહોલ વચ્‍ચે ભુકંપનો આંચકો આવતા લોકોમાં ગભરાટની લાગણી પ્રસરી હતી. શનિવારે સાંજે સાડા ચાર વાગ્‍યા આસપાર તાલાલા સહીતના આજૂબાજૂના ગ્રામ્ય વિસ્તારોની ધરતી એકાએક ધ્રૂજી ઉઠી હતી. જેના પગલે ગીર પંથકવાસીઅોમાં ગભરાટની લાગણી પ્રસરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.