ETV Bharat / state

ગીર સોમનાથની સિવિલ હોસ્પિટલના એક્સ-રે મશીનનો મુદ્દો ધારાસભ્યએ વિધાનસભામાં ગજવ્યો

ગીર સોમનાથઃ જિલ્લાના વેરાવળમાં આવેલી સરકારી હોસ્પિટલમાં ઘણા સમયથી એક્સ-રે મશીન બંધ હાલતમાં હોવાથી દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી આ મુદ્દાને સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ વિધાનસભામાં ગજવ્યો છે.

gujarat assembly
author img

By

Published : Jul 25, 2019, 7:15 PM IST

ગીર સોમનાથ જિલ્લાના મુખ્યમથક વેરાવળમાં કરોડો રૂપિયાની માતબર રકમે બનાવાયેલી આધુનિક સિવિલ હોસ્પિટલમાં ઘણાં સમયથી એક્સ-રે મશીન બંધ હાલતમાં છે. જેનો સરકારી તંત્ર દ્વારા કોઈ નિવેડો લાવવામાં આવ્યો નથી.

અહીં સ્થાનિકો સહિત સોમનાથના દર્શને આવતા પ્રવાસીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કારણ કે, કોઈ વ્યક્તિ ઈજાગ્રસ્ત થાય ત્યારે તેને પહેલા સરકારી હોસ્પિટલની બદલે ખાનગી હોસ્પિટલમાં એક્સ-રે કરાવવા જવું પડે છે. જેમાં વ્યક્તિને સમય, સુવિધા અને પૈસાની બરબાદી થાય છે. આ હોસ્પિટલ ગીર સોમનાથ જિલ્લા કક્ષાની સૌથી મોટી અને અધ્યતન સરકાર દ્વારા બનાવાયેલી છે.

આ હોસ્પિટલમાં ગરીબથી માંડી મધ્યમ વર્ગના લોકોના તમામ ગ્રામ્ય અને શહેરીજનો આ સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે આવતાં હોય છે. આ સંદર્ભે સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ વિધાનસભા સત્રમાં સરકાર તેમજ આરોગ્ય પ્રધાન સમક્ષ રજૂઆત કરી છે. તેમજ ગીર-સોમનાથની હોસ્પિટલને નવું ડિઝિટલ અથવા જુનું એક્સરે મશીન રીપેર કરી આપવા માટે માંગણી કરી છે. ઉલ્લેખનીય છે કે, લાંબા સમયથી આ સમસ્યાનું સમાધાન ન આવતાં અંતે ધારાસભ્યએ વિધાનસભામાં આ મુદ્દો ગજવ્યો છે. ત્યારે હવે આગામી સમયમાં આ અંગે પગલાં લેવાય છે કે કેમ તે જોવું રહ્યું.

Intro:ગીરસોમનાથ જિલ્લાના મુખ્યમથક વેરાવળમાં સરકારી હોસ્પિટલમાં ઘણા સમયથી એક્સરે મશીન બંધ હાલતમાં હોવાથી ગીર સોમનાથ જિલ્લાના પ્રજાજનો તેમજ પ્રસિધ્ધ યાત્રાધામ સોમનાથ આવીને અકસ્માત ને ભેટેલ અથવા ઇજાગ્રસ્ત થયેલ યાત્રિકો ને પડતી આર્થિક મુશ્કેલીને ધ્યાને લઈ વહેલી તકે વેરાવળ સિવિલ હોસ્પીટલમાં એક્ષરે મશીનને તાકીદે રિપેરિંગ કરવું અથવા સારી કંપનીનું ડિજિટલ એક્ષરે મશીન આપવા 90-સોમનાથ વિધાનસભા મતક્ષેત્ર ના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ વિધાનસભા સત્રમાં સરકારને પ્રશ્નોતરી કાળમાં રજૂઆત કરી હતી.

Body:ગીર સોમનાથ જિલ્લાના મુખ્યમથક વેરાવળમાં કરોડો રૂપિયા ના માતબર ખર્ચે બનાવયેલ આધુનિક સિવિલ હોસ્પિટલમાં ઘણા સમયથી એક્ષરે મશીન બંધ હાલતમાં હોય જેનો સરકારી તા તંત્ર દ્વારા કોઈ નિકાલ ન આવેલ હોય ત્યારે ગીર સોમનાથ જિલ્લાના પ્રજાજનોને તેમજ પ્રથમ જ્યોતીર લિંગ એવા સોમનાથ ના દર્શને આવતા પ્રવાસીઓને પણ આર્થિક મુશ્કેલી પડે છે જ્યારે વ્યક્તિ ઇજાગ્રસ્ત થાય છે ત્યારે તેને પેહલા સરકારી હોસ્પિટલે થી ખાનગી હોસ્પિટલમાં એક્સરે કરાવવા જવું પડે છે જેમાં વ્યક્તિ ના સમય સુવિધા અને પૈસા ની બરબાદી થાય છે. આ હોસ્પિટલ ગીર સોમનાથ જિલ્લા કક્ષાની સૌથી મોટી અને અધ્યતન સરકાર દ્વારા બનાવાયેલ છે જેમાં ગીર સોમનાથના માધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ ના તમામ ગ્રામ્ય તથા શહેરી જનો આ સરકારી હોસ્પીટલમાં સારવાર અર્થે આવતા હોય છે પરંતુ આ સિવિલ હોસ્પીટલમાં એક્સેરે મશીન બંધ હોવાથી ના છૂટકે પ્રાઈવેટ હોસ્પીટલમાં જવાની ફરજ પડે છે જેથી ગીર સોમનાથના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને આર્થિક મુશ્કેલી વેઠવી પડે છે. આ બધા મુદાને ધ્યાને લઈ વહેલી તકે વેરાવળ સિવિલ હોસ્પીટલમાં એક્ષરે મશીન જે હાલમાં બંધ છે. તેને તુરતજ રિપેરિંગ કરવું અથવા સારી કંપનીનું ડિજિટલ એક્ષરે મશીન આપવા સોમનાથના યુવા ધારાસભ્ય વિમલ ચુડાસમાએ વિધાનસભા સત્રમાં સરકાર તેમજ આરોગ્ય પ્રધાન ને રજૂઆત કરી હતી.Conclusion:ગીરસોમનાથ ના હોસ્પિટલ તંત્ર દ્વારા લાંબા સમય થી એક્સરે મશીન જેવી જરૂરી સુવિધા બંધ હોય આ મુદ્દા ઉપર કોઈ નક્કર પગલાં ના લેવાતા અંતે ધારાસભ્ય એ ગૃહમાં આ પ્રશ્ન પૂછવાની ફરજ પડી હતી. ત્યારે વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્ન નો પડઘો ગીરસોમનાથ હોસ્પિટલ સંચાલકો ના કાને પડે છે કે કેમ તે જોવું રહ્યું.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.