આ તકે ખેડૂતોને હાલની સરકારી યોજનાઓનો લાભ કહેતા કૃષિ પ્રધાન આર.સી.ફળદુ જણાવ્યું હતું કે, ખેડૂતોએ ઓછા ખર્ચે પ્રમાણે ખાતરનો ઉપયોગ કરી ગુણવત્તાયુક્ત ખેત પેદાશો મેળવવા એ આજના સમયની માંગ છે. ભારતમાતાની ધરતી નાગરિકોના પેટ ભરવા માટે અનેકવિધ ખેદ પેદાશો આપી રહી છે. તે માતા સમાન ધરતીને વંદન છે.
તો આ સાથે જ કહ્યું કે, ખેડૂતોએ તેમની જમીનનું પૃથ્થકરણ કરાવી જમીનને અનુકૂળ પાકનું ઉત્પાદન કરી આર્થિક સદ્ધર સરળતાથી પ્રાપ્ત કરી શકે તેમ છે. આ ઉપરાંત પરંપરાગત ખેતીમાંથી બહાર આવી ખેડૂતોએ ખેતીક્ષેત્રમાં પરિવર્તન કરવાની ખાસ આવશ્યકતા છે. ખેડૂતો આગળ આવે તે માટે સરકાર કટિબદ્ધ છે. હાલમાં વ્યવસ્થામાં સરકારે ક્રાંતિકારી 8 સુધારા કરી તેનો સીધો લાભ કિસાનોને આપવામાં આવી રહ્યો છે. જેમ કે ઈ-માર્કેટિંગ, ખેડૂત અને કંપની સાથે પાક વેચાણના કરારો સહિત સરકારે ઘણા ખેડૂત કલ્યાણકારી નિર્ણય અમલમાં લીધા છે.
સમગ્ર દેશમાં ખેડૂતનો દિકરો જુદા -જુદા પાકોનું ઉત્પાદન કરી તેમનું અને સમગ્ર ભારતીયોનું સાથે અન્ય દેશના લોકોનું પેટ ભરે છે. જેથી ખેડૂત પરિવાર તેમનો જીવનનિર્વાહ કરે છે. વિશ્વ વ્યાપાર સંસ્થામાં કુલ 159 જેટલા દેશો સહભાગી થયા છે. જેના પરિણામે અન્ય દેશોમાં ખેત પેદાશોની આયાત નિકાસ કરવા એક મહત્વનું પ્લેટફોર્મ મળી રહ્યું છે. આ સાથે જ ખેડૂતોને આરોગ્યલક્ષી પાકોનું ઉત્પાદન કરવા ખાસ અનુરોધ કરાયો હતો.
ખેડૂતોને તજજ્ઞો દ્વારા સમજવાયું હતું કે, ખેડૂતોએ તેમની જમીનમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરી નવો અભિગમ કેળવવા જોઈએ. તેમજ પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરી દ્રીપ પદ્ધતિ અમલમાં મુકવાની ખાસ જરૂરીયાત છે. આ ઉપરાંત ખાતરની વિગત ખેડૂતો ઓનલાઈન જોઈ શકે તે માટે સરકારએ નવી નીતિ અમલમાં મૂકવામાં કટિબદ્ધ છે. 10 પછી ભણેલા ગણેલા યુવાનો તેમના વ્યવસાય તરીકે પ્રથમ ખેતીને પસંદ કરશે. તેમજ ડિજીટલ સિસ્ટમથી ખેતી કરે તે માટે સરકારે અત્યારથી જ પ્રયત્નો હાથ ધર્યા છે.