ETV Bharat / state

ગીરસોમનાથનું માધવરાયજીનું પ્રાચીતિર્થ મંદિર સરસ્વતી નદીમાં થયુ જલમગ્ન - Sarsvati

ગીર સોમનાથ: જિલ્લામાં સર્વત્ર મેઘરાજાની મહેર થઈ છે. જેને પગલે જિલ્લાના નદી-નાળા પણ છલકાઈ ગયા છે. મેઘરાજાની સવારીથી સરસ્વતી નદીના કિનારે આવેલા માઘવરાયજી મંદિરનો પણ પાણીમાં ગરકાવ થયો છે. દર વર્ષે ચર્તુમાસ દરમિયાન ભગવાન પાણીમાં બીરાજતા હોય છે. જેને લોકો દૂરથી જ નિહાળે છે. માધવરાય પ્રભુનો જલવિહાર આ વર્ષમાં પ્રથમવારમાં જ મંદિર પાણીમાં ગરકાવ થયું છે.

Girsomanath
author img

By

Published : Jul 24, 2019, 9:55 AM IST

રાજ્યમાં ઘણી રાહ જોયા બાદ મેઘરાજાનું આગમન થયું છે. જેની અસર ગીર સોમનાથ જિલ્લામાં જોવા મળી છે. સમગ્ર રાજ્યમાં વરસાદ થયો તે સમયે વરસાદ માટે વલખા મારતા ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ આવતા નદી-નાળા અને વોકળા છલકાયા છે.
ત્યારે ગીર પંથકમાં આવેલી સરસ્વતી નદીમા પૂર આવતા અતિપ્રાચીન એવા પ્રાચીતીર્થમાં બીરાજમાન સુપ્રસિદ્ધ માધવરાયજી ભગવાનનું મંદિર પાણીમાં ગરકાવ થયું છે.

ગીરસોમનાથનું મધવરાયજીનું પ્રાચીતિર્થ મંદિર સરસ્વતી નદીમાં થયુ જલમગ્ન

જો કે આ પ્રથમ વખત બનેલી ઘટના નથી. સરસ્વતી નદીના કાંઠે આવેલ માધવરાયજીનું મંદિર નદીના તળથી થોડું જ ઊંચું છે. જેને પગલે નદીમા ઘોડાપુર આવતા મંદિરમા સરસ્વતી નદી જ માધવરાયને સ્નાન કરાવતી હોઈ તેવી પ્રતિકૃતિ રચાઈ છે.
સુત્રાપાડાના પ્રાચીતિર્થ ખાતે બિરાજમાન માધવરાય ભગવાન 3 થી 4 ફૂટ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. જેના કારણે ભાવિકો ભગવાનના દર્શન નહીં કરી શકે.

સરસ્વતિ નદીના કિનારે આવેલું પ્રાચીતિર્થ આશરે 5000 વર્ષ જૂનું માનવામાં આવે છે. પ્રાચીતિર્થમાં બિરાજમાન માધવરાય ભગવાન સરસ્વતી નદીના કાંઠે નીચે બિરાજે છે. જેના કારણે દરવર્ષે ચતુર્માસ દરમિયાન મોટા ભાગે ભગવાન માઘવરાય પાણીમાં જ બીરાજમાન હોય છે. તો જેમ જેમ વરસાદ વધશે તેમ માધવરાઈનું મંદિર વધુને વધુ પાણીમાં સમાઈ જશે. જો કે એક સમયે માત્ર માધવરાઈ મંદિરનું શિખર જ માત્ર દેખાશે. આમ લોકો માધવરાયજી મંદિરના દર્શન નહીં કરી શકે. પરંતુ શ્રીકૃષ્ણની જળ ક્રીડાના દિવ્ય દ્રશ્યનો લ્હાવો અચૂક લઈ શકશે.

Intro:ગીર સોમનાથ જીલ્લા માં સર્વત્ર મેઘ મહેર થઇ છે અને નદી નાળા છલકાયા છે. ત્યારે સરસ્વતી નદી કીનારે બીરાજમાન માઘવરાજી મંદીર થયું પાણી માં ગરકાવ. પ્રતિવર્ષ ચર્તુમાસ દરમ્યાન ભગવાન બીરાજે પાણી માં. લોકો દૂર થી જ નિહાળે છે માધવરાઈ પ્રભુ નો જલવિહાર.આ વર્ષ મા પ્રથમ વાર મંદિર પાણી માં ગરકાવ થયું છે.
Body:સમગ્ર રાજ્યમાં વરસાદ થયેલ તે સમયે વરસાદ માટે વલખતા ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા બે દિવસ થી ભારે વરસાદ ખાબકતા નદી નાળા અને વેકળા છલકાયા છે.
ત્યારે ગીર પંથક મા આવેલી સરસ્વતી નદી મા પૂર આવતા અતિપ્રાચીન એવા પ્રાંચીતીર્થ માં બીરાજતા સુપ્રસિદ્ધ માધવરાય ભગાવનનું મંદિર પાણી મા ગરકાવ થયું છે, આ કોઈ પ્રથમ વખત બનેલી ઘટના નથી સરસ્વતી નદી ના કાંઠે આવેલ માધવરાઈ નું મંદિર નદી ના તડ થી થોડું જ ઊંચું છે. ત્યારે નદી મા ઘોડા પુર આવતા મંદિર મા સરસ્વતી નદી જ માધવરાઈ ને સ્નાન કરાવતી હોઈ તેવી પ્રતિકૃતિ રચાઈ છે.
સુત્રાપાડા ના પ્રાચી તીર્થ ખાતે બિરાજમાન માધવરાય ભગવાન ત્રણ થી ચાર ફૂટ પાણી મા ગરકાવ થયા છે જેના કારણે ભાવિકો ભગવાનના દર્શન નહિ કરી શકે.Conclusion:પાંચ હજાર વર્ષ જૂનું મનાતા માધવરાય મંદિરમાં ભગવાન સરસ્વતી નદી ના કાંઠે નીચે બિરાજે છે જેના કારણે દરવર્ષ ચતુરમાસ દરમ્યાન મોટા ભાગે ભગવાન માઘવરાય પાણી માં જ બીરાજમાન હોય છે. ત્યારે જેમ વરસાદ વધશે તેમ માધવરાઈ નું મંદિર વધુ ને વધુ પાણી મા સમાઈ જશે એક સમયે માત્ર માધવરાઈ મંદિર નું શિખર જ માત્ર દેખાશે. આમ લોકો માધવરાઈ મંદિર ના દર્શન નહીં કરી શકે પરંતુ શ્રીકૃષ્ણ ની જળ ક્રીડા ના દિવ્ય દ્રશ્ય નો લ્હાવો અચૂક લઈ શકશે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.