- રાજ્યમાં વૃદ્ધો માટે એકલવાયું જીવન જીવવું બન્યું અઘરું
- ગીર સોમનાથના વેરાવળમાં 70 વર્ષીય વૃદ્ધાની હત્યા
- આરોપીઓ હત્યા કરી 1.35 લાખના દાગીના લૂંટી ગયા
ગીર સોમનાથઃ વેરાવળના ઈણાજ ગામમાં એકલવાયું જીવન જીવતા 70 વર્ષીય વૃદ્ધાની લૂંટના ઈરાદે હત્યા (Loot with Murder in Gir Somnath) કરવામાં આવી છે. આરોપીઓ હત્યા કર્યા પછી ઘરમાંથી 1.35 લાખ રૂપિયાના દાગીના પણ લૂંટીને ભાગી ગયો હતો. જેમની હત્યા થઈ (Loot with Murder in Gir Somnath) છે તેઓ છેલ્લા 10 વર્ષથી આ ગામમાં રહેતા હતા. વૃદ્ધાની હત્યાની ચકચારી ઘટના બનતા ગામમાં સન્નાટો પ્રસરી (Murder cases increase in Gir Somnath ) ગયો છે.
આ પણ વાંચો- Robbery Case In Jamnagar: પ્રેમિકાને મોંઘી ગિફ્ટ આપવા ઘરમાં જ કરી લૂંટ, માતા પુત્રએ રચ્યું તરકટ
પાડોશીઓએ પોલીસને જાણ કરી હતી
આ ઘટના અંગે ગામના પૂર્વ સરપંચ રમેશ ઝાલાએ જણાવ્યું હતું કે, મૂળ સૂત્રાપાડાના લાટી ગામના આહીર કડવીબેન પરબતભાઈ બારડ છેલ્લા દસેક વર્ષથી ઈણાજ ગામમાં રહેતા હતા. તેઓ મજૂરી કામ કરી એકલવાયું જીવન ગાળતા હતા. ત્યારે બુધવારે વહેલી સવારે વૃદ્ધાના મકાનના દરવાજા ખૂલ્લા હોવાથી પાડોશીએ અંદર જઈને જોયું હતું. ત્યાં કડવીબેનનો મૃતદેહ જોવા મળ્યો હતો. ગ્રામજનોએ આ અંગે પોલીસને જાણ કરી હતી. મૃતક કડવીબેનના કાનમાં પહેરેલા સોનાના વેઢલા અને સોનાનો હાર ગાયબ છે, જેથી કોઈએ લૂંટના ઈરાદે હત્યા (Loot with Murder in Gir Somnath ) નિપજાવી હોવાનું અનુમાન છે.
પ્રભાસ પાટણ પોલીસે તપાસ શરૂ કરી
મૃતક કડવીબેનના પરિવારમાં એક પૂત્ર છે, જે લોઢવા ગામમાં ઘરજમાઈ તરીકે રહે છે. જ્યારે 7 દીકરીઓ જુદા જુદા ગામમાં સાસરે છે. આ ઘટના અંગે પોલીસને જાણ થતાં પ્રભાસ પાટણ પોલીસ તેમ જ જિલ્લા ક્રાઈમબ્રાન્ચ સહિત અધિકારીઓ દોડી આવ્યા હતા.
આ પણ વાંચો- ગાંધીનગરમાં વૃદ્ધ મહિલાને છરીના ઘા મારનારા આરોપીઓ ઝડપાયા
કોઈ જાણભેદુએ હત્યા કરી હોવાનું અનુમાન
ડીવાયએસપી બાંભણિયાના જણાવ્યા મુજબ, આરોપીઓએ વૃદ્ધા કડવીબેનને ગળે ટૂંપો આપ્યો હતો. ત્યારબાદ તેમને માથાના ભાગે બોથડ પદાર્થથી હુમલો કર્યો હતો અને ત્યારબાદ તેમનું મોત થયું હતું. તો મૃતક કડવીબેનની દીકરીએ ફરિયાદ નોંધાવતા પોલીસ ગુનો નોંધી તપાસનો (Prabhas Patan police started investigation) ધમધમાટ શરૂ કર્યો છે. હાલ તો પોલીસે લૂંટ વિથ મર્ડરની ઘટના અંગે એફ.એસ.એલ સહિત સર્વેલન્સ ટીમની મદદ થી ગુનાનો ભેદ ઉકેલવા ચક્રો ગતિમાન કર્યા છે. પ્રાથમિક અનુમાન મુજબ, વૃદ્ધાની હત્યામાં (Loot with Murder in Gir Somnath) નજીકના જ કોઈ જાણભેદુ વ્યક્તિની સંડોવણી સામે આવવાની શકયતા વર્તાઈ રહી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.