ETV Bharat / state

ગીરગઢડા તાલુકાનાં 6500 વર્ષ પ્રાચીન દ્રોણેશ્વર મહાદેવનાં મંદિરનો મહિમા....

ગીરસોમનાથ: શ્રાવણ માસ એટલે શિવ ભક્તિોની આસ. ગીરગઢડા તાલુકામાં પ્રકૃતિનાં ખોળે દ્રોણેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. શ્રાવણ માસ ચાલી રહ્યો હોવાથી અહીં દ્રોણેશ્વર મહાદેવનાં દર્શન અર્થે ભક્તોની ભીડ જામી છે. દ્રોણેશ્વર મહાદેવ પર સતત જળાભિષેક થાય છે, કેવી રીતે થાય છે આ જળાભિષેક, વાંચો સંપૂર્ણ અહેવાલ...

author img

By

Published : Aug 26, 2019, 10:54 AM IST

ગીરસોમનાથનાં 6500 વર્ષ પ્રાચીન દ્રોણેશ્વર મહાદેવનાં મંદિરનું જાણો રહસ્ય

ગીરસોમનાથનાં દ્રોણેશ્વર મહાદેવના મંદિરમાં મહાદેવ પર સતત જળાભિષેક થાય છે. શિવનાં વાહક નંદીના મુખમાંથી એમના પર અવિરત રીતે જળાભિષેક થાય છે. આ અભિષેકનાં પાણીને ભગવાનનો પ્રસાદ માની તેનાથી ભક્તજનો સ્નાન કરે છે અને ચરણાંમૃત લે છે. અનોખા નંદીના મુખમાંથી મહાદેવ પર થતા અભિષેકના દર્શન કરી શ્રાવણ માસમાં ભક્તો ભક્તીનું ભાથું ભરે છે. દ્રોણેશ્વર મહાદેવના મંદિરે આવતા શ્રદ્ધાળુઓ મહાદેવનાં આ સ્થાનકને દિવ્ય માને છે.

ગીરસોમનાથનાં 6500 વર્ષ પ્રાચીન દ્રોણેશ્વર મહાદેવનાં મંદિરનું જાણો રહસ્ય

કુદરત દ્વારા મહાદેવ પર થતી ધારાને જોઈ આવનાર ભક્તો મહાદેવની સાક્ષાત અનુભૂતિ કરતા હોય તેવી લાગણી વ્યક્ત કરે છે. આ સાથે જ આસપાસનું કુદરતી આહ્લાદક વાતાવરણ યાત્રાળુઓને સ્વર્ગ જેવી દિવ્ય અનુભૂતિ કરાવતું હોવાની લાગણી યાત્રિકો વ્યકત કરે છે. આમ દ્રોણેશ્વર મહાદેવનાં દર્શન કરી પોતાના જીવનું શિવ સ્વરૂપમાં મિલન થવાની લાગણી અનુભવી શિવભક્તો અનેરી આસ્થા વ્યક્ત કરે છે. મંદિરના મહંત પ્રવિણ ગીરીના કહેવા અનુસાર આ મંદિરનો સ્કંદપુરાણનાં પ્રભાસ ખંડમાં રતનેશ્વર મહાદેવ નામથી ઉલ્લેખ છે. વનવાસ કાળમાં આ મંદિરને પાંડવોએ ગુરુ દ્રોણાચાર્યના સન્માનમાં દ્રોણેશ્વર નામ આપેલ હતું અને આ મંદિર અંદાજે 6500 વર્ષ જૂનું માનવામાં આવે છે.

Intro:શ્રવણ માસમાં ગીરસોમનાથ ના ગિરગઢડા તાલુકામાં ગીર ના ખોળામાં ડેમ અને નદી ના રમણીય સંગમ પર આવેલ દ્રોણેશ્વર મહાદેવ ના દર્શન માટે શિવભક્તો ની કતારો લાગી છે. વાત કૈક એવી છે કે દ્રોણેશ્વર મહાદેવ ના નંદી ના મુખ માંથી એમના પર બારે માસ અવિરત રીતે જળાભિષેક થાય છે. તો આ અભિષેક નું પાણી ભગવાન ની પ્રસાદ માની તેના દ્વારા યાત્રિકો સ્નાન કરે છે અને પંચામૃત લે છે. અનોખા નંદી ના મુખ માંથી મહાદેવ પર થતા અભિષેક ના દર્શન કરી શ્રવણ માસમાં ભક્તો ભક્તિ નું ભાથું ભરે છે...Body:ગીરના ખોળામાં વસેલા દ્રોણેશ્વર મહાદેવ ના મંદિરે આવતા શ્રદ્ધાળુઓ મહાદેવ ના આ સ્થાનક ને દિવ્ય માને છે. કુદરત દ્વારા મહાદેવ પર થતી ધારાવાળી ને જોઈ આવનાર ભક્તો મહાદેવ ની સાક્ષાત અનુભૂત કરતા હોય તેવી લાગણી વ્યક્ત કરે છે. તો સાથેજ આસપાસનું કુદરતી આહલાદક વાતાવરણ યાત્રાળુઓ ને સ્વર્ગ જેવી દિવ્ય અનુભૂતિ કરાવતું હોવાની લાગણી યાત્રિકો જાહેર કરે છે. આમ દ્રોણેશ્વર મહાદેવ ના દર્શન કરી પોતાના જીવ નું શિવ સ્વરૂપ માં મિલન થવાની લાગણી અનુભવી શિવભક્તો અનેરી આસ્થા વ્યક્ત કરે છે.

મંદિર ના મહંત પ્રવીણ ગીરી ના કહેવા અનુસાર આ મંદિર નો સ્કંદ પુરાણ માં પ્રભાસ ખંડ માં રતનેશ્વર મહાદેવ નામથી ઉલ્લેખ છે. જયર બાદ વનવાસ કાળમાં આ મંદિર ને પાંડવો એ ગુરુ દ્રૌણાચાર્ય ના સન્માનમાં દ્રૌણેશ્વર નામ આપેલ હતું. અને આ મંદિર અંદાજે 6500 વર્ષ જૂનું માનવામાં આવે છે.Conclusion:ત્યારે દ્રૌણેશ્વર મહાદેવ મંદિરે આવતા ભાવિકો મહાદેવ પર થતી ધારાવહી નું આચમન લઈને પોતાના દુઃખ દર્દ દૂર કરવા મહાદેવ ને પ્રાર્થના કરે છે અને શ્રાવણ માસમાં દ્રૌણેશ્વર ના દર્શન કરી અને નૈસર્ગિક વાતાવરણ માં શિવ મયી બની જાય છે.

બાઈટ-1- દિનેશ આહીર-શ્રદ્ધાળુ
બાઈટ-2-પ્રવીણ ગિરી-મહંત દ્રોણેશ્વર મંદિર

આવતા સોમવારે પોસ્ટ કરવા સ્પેશ્યલ બનાવી શકાય એટલા વિઝ્યુલ અને સાથે વોકથરુ પણ મોકલી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.