ETV Bharat / state

ગીર ગઢડાના બેડીયામાં સિંહે બળદનું મારણ કરી મિજબાની માણી - Lion

રાજકોટ-અમદાવાદ જેવા મેટ્રો શહેરોમાં વન્યપ્રાણી જેવા કે સિંહ, દિપડાના પણ આંટાફેરા મારતા જોવા મળી રહ્યા છે. ગીર ગઢડા તાલુકાના બેડીયા ગામમાં સિંહ આવી ચડ્યો હતો. એક બળદને નિશાન બનાવી હુમલો કર્યો હતો અને મિજબાની માણી હતી.

ગીર-ગઢડામાં સિંહ કેમેરામાં કેદ થયો
ગીર-ગઢડામાં સિંહ કેમેરામાં કેદ થયો
author img

By

Published : Feb 8, 2021, 3:32 PM IST

  • રાજકોટ-અમદાવાદ જેવા મેટ્રો શહેરોમાં વન્યપ્રાણીઓના આંટાફેરા
  • ગીરગઢડાના બેડીયામાં સિંહે બળદનું મારણ કરી મિજબાની માણી
  • ઘટના કેમેરામાં કેદ કરાયેલી હોવાથી સોશિયલ મીડિયા પર વિડીયો વાઇરલ

ગીર-સોમનાથ : ગીરના જંગલમાં વન્યપ્રાણીઓ નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં આંટાફેરા સામાન્ય બની ગયા છે. તેવી જ રીતે રાજકોટ-અમદાવાદ જેવા મેટ્રો શહેરોમાં વન્યપ્રાણી જેવા કે સિંહ, દીપડાના પણ આંટાફેરા મારતા જોવા મળી રહ્યા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં અવાર-નવાર મુંગાપશુઓ પર હુમલો કરી મારણની મિજબાની માણતા હોય છે.

સિંહના આવવાથી પશુઓમાં અફડા-તફડી

રાત્રિના સમયે ગીર ગઢડા તાલુકાના બેડીયા ગામમાં સિંહ આવી ચડ્યો હતો. સિંહના આવવાથી પશુઓમાં અફડા-તફડી મચી હતી. જે દરમિયાન આવી ચઢેલા સિંહ દ્વારા એક બળદને નિશાન બનાવી હુમલો કરવામાં આવ્યો હતો.

મારણનો સોશિયલ વીડિયો વાયરલ

હુમલો કરી મારણ કરેલા બળદની મિજબાની સિંહે માણી હતી. આ સમગ્ર ધટનના કેમેરામાં કેદ કરાયેલી હતી. આ મારણનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થયલો જોવા મળ્યો હતો.

ગામ સુધી વન્ય પ્રાણીઓ આવતા લોકોમાં ફફડાટ

આ બનાવવાના પગલે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. જોકે, ગામ સુધી વન્યપ્રાણીઓ આવી ચડતા લોકોમાં ફફડાટ જોવા મળ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.