ETV Bharat / state

Monsoon Gujarat 2022: ગીર સોમનાથમાં વરસાદની ધડબડાટી, કોડીનાર અને સુત્રાપાડા તાલુકા ફેરવાયા બેટમાં - ગીર સોમનાથ ના સમાચાર લાઈવ

ગીર સોમનાથ જિલ્લામાં આજે અચાનક ધોધમાર વરસાદ(Heavy rains in Gir Somnath)તૂટી પડ્યો હતો. મોડી રાત્રીથી શરૂ થયેલો ધોધમાર વરસાદ વહેલી સવાર સુધી ચાલું રહેતા કોડીનાર અને સુત્રાપાડા તાલુકાના ગામો જાણે કે બેટમાં ફેરવાઈ ગયા હોય તેવો દ્રશ્યો સામે આવ્યા છે. અતીભારે વરસાદને (Rain In Gujarat)કારણે સામાન્ય લોકો અને વાહન ચાલકોને પણ ખૂબ મુશ્કેલી થઈ રહી છે.

Monsoon Gujarat 2022: ગીર સોમનાથમાં વરસાદની ધડબડાટી, કોડીનાર અને સુત્રાપાડા તાલુકા ફેરવાયા બેટમાં

author img

By

Published : Jul 6, 2022, 5:12 PM IST

Updated : Jul 6, 2022, 7:04 PM IST

ગીર સોમનાથ: જિલ્લાના કોડીનાર અને સુત્રાપાડા તાલુકામાં જાણે કે મેઘરાજાએ(Heavy rains in Gir Somnath)પોતાનું હેત અવિરત વરસાવ્યું હોય તે પ્રકારે અનરાધાર વરસાદ તૂટી પડતા લોકોને મુશ્કેલી થઈ(Rain In Gir)રહી છે. ગત રાત્રિના સમયે શરૂ થયેલો વરસાદ વહેલી સવાર સુધી સતત અને અવિરતપણે ચાલું રહેતા સુત્રાપાડા અને કોડીનાર તાલુકાના (Kodinar heavy rain)મોટા ભાગના ગામો બેટમાં ફેરવાયેલા જોવા મળી રહ્યા હતા. વરસાદને કારણે વરસાદી પાણીનો ભરાવો ગામડાના ઘરોમાં અને ખેતરોમાં થયેલો જોવા મળ્યો છે.

વરસાદ

આ પણ વાંચોઃ આ જગ્યાએ ફાટ્યું વાદળ, ઘરો પાણીમાં તણાતા અનેક લોકો લાપતા, જૂઓ વીડિયો...

નેશનલ હાઇવે જળમગ્ન બની ગયો - ભારે વરસાદના કારણે લોકોને ઘરવખરીથી (Rain In Gujarat)લઈને મહામૂલા ચોમાસા કૃષિ પાકોમાં ખૂબ મોટું નુકસાન થવાની શક્યતાઓ વ્યક્ત થઇ રહી છે. અતિભારે વરસાદને કારણે સુત્રાપાડા અને કોડીનાર તાલુકાના(Monsoon 2022) કેટલા ગામો તો જાણે કે નદીમાં પરિવર્તિત થઈ ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. અતિભારે વરસાદને કારણે વેરાવળ અને કોડીનારને જોડતો નેશનલ હાઇવે પણ પેઢાવાળા નજીક જળમગ્ન બની ગયો છે જેને કારણે પણ વાહન ચાલકોની સાથે લોકોને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ પણ વાંચોઃ છેલ્લા 24 કલાકમાં રાજ્યના આ જિલ્લાઓમાં મેઘરાજા થયા મહેરબાન

દર વર્ષે થાય છે અતિ ભારે વરસાદ - પાછલા કેટલાક વર્ષોથી ગીર સોમનાથ જિલ્લાના (Saurashtra Heavy Rain)કોડીનાર અને સુત્રાપાડા તાલુકામાં અતિભારે વરસાદ પડે છે. જેને કારણે મોટાભાગના ગામો ચોમાસા દરમિયાન બેટમાં ફેરવાઈ જાય છે. અતિભારે વરસાદને કારણે ગામ લોકોને વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે ગત રાત્રિના સમયે શરૂ થયેલા અતિ ભારે વરસાદને કારણે કોડીનાર અને સુત્રાપાડા વિસ્તારના રાજમાર્ગો પણ જાણે કે નદીમાં પરિવર્તિત થયા હોય તે પ્રકારે વરસાદી પાણીમાં ડૂબેલા જોવા મળી રહ્યા છે તો બીજી તરફ સુત્રાપાડા તાલુકાનું વાવડી ગામ જ્યાં પણ અતિ ભારે વરસાદ પડ્યો છે અને આ વરસાદી પાણીમાં દર્દીને લઈ જતી એમ્બ્યુંલન્સ પણ ફસાયેલી જોવા મળતી હતી.

Last Updated : Jul 6, 2022, 7:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.