ETV Bharat / state

રાજ્યમાં ભારે વરસાદથી અરબીસમુદ્રમાં પ્રચંડ મોજાઓ ઉછળ્યાં

ગીર સોમનાથઃ સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે અમુક જિલ્લાઓમાં મેઘરાજા કોપાયમાન થતા સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદી વાતાવરણના પગલે અરબીસમુદ્રમાં ભારે મોજાઓ અને તોફાની પવનના કારણે સોમનાથનો દરિયો ગાંડોતુર બન્યો છે.

heavy rainfall
author img

By

Published : Aug 10, 2019, 6:18 PM IST

સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે ત્યારે ગીરસોમનાથમાં વરસાદ ઓછો પડ્યો છે, પરંતુ વેરાવળ નજીક અરબીસમુદ્રમાં પ્રચંડ મોજાઓ ઉછળી રહ્યા છે. ભારે પવનના કારણે સોમનાથના દરિયો માછીમારો માટે ખેડવો જોખમરૂપ બન્યો છે. વેરાવળ બંદરે કોઈ પ્રકારનું સિગ્નલ તો હજુ લગાવવામાં નથી આવ્યું, પરંતુ મોટાભાગે માછીમારોએ સાવચેતી રૂપે દરિયામાં જવાનું ટાળ્યું છે.

રાજ્યમાં ભારે વરસાદથી અરબીસમુદ્રમાં પ્રચંડ મોજાઓ ઉછળ્યાં

અરબી સમુદ્રમાંથી પસાર થઈ આવતા પવનોના કારણે વેરવળ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વૃક્ષો ઝૂલી રહ્યા છે. આ પવનો વાયુ વાવાઝોડાનો સમયની યાદો તાજી કરતો હોય તેમ લોકોમાં પણ ભય પ્રસર્યો છે. તદ્ઉપરાંત ગીરસોમનાથમાં સરેરાશ કરતા ઓછો વરસાદ પડ્યો હોવાથી ભારે પવનો વાદળને દૂર લઈ જવાનું કામ કરતા હોવાથી લોકોમાં વરસાદ પૂરતો ન પડ્યો હોવાની ચિંતા પણ છે.

Intro:સમગ્ર રાજ્યમાં જ્યારે મેઘ મહેર થઈ છે ત્યારે અમુક જિલ્લાઓમાં તો મેઘરાજા કોપાયમાન થયા હોય તેમ સાંબેલાધાર વરસાદ થયો છે ત્યારે રાજ્યમાં થયેલા સાર્વત્રિક વરસાદ ના વાતાવરણ ના પગલે અરબીસમુદ્ર માં ભારે મોજાઓ અને તોફાની પવનો થી દરિયો ગાંડો તુર બન્યો છે.
Body:રાજ્યમાં અનેક જિલ્લામાં મેઘરાજાનું રૌદ્ર રૂપ છે તેની સાપેક્ષ માં ગીરસોમનાથ માં વરસાદ ઓછો પડ્યો છે પણ ગીરસોમનાથ ના મુખ્યમથક વેરાવળ નજીક અરબીસમુદ્ર માં પ્રચંડ મોજાઓ ઉછળી રહ્યા છે તો સાથેક ભારે પવન ના કારણે માછીમારો માટે દરિયો ખેડવો જોખમરૂપ બન્યો છે, બંદર દ્વારા કોઈ પ્રકાર નું સિગ્નલ હજુ તો નથી લગાવવામાં આવેલ પણ મોટાભાગે માછીમારો એ સાવચેતી રૂપે દરિયામાં જવાનું ટાળ્યું છે. તમે ઉપરોક્ત વિડિઓ માં જોઈશકો છો કે અરબી સમુદ્રમાં થી પસાર થઈ આવતા પવનો ના કારણે વેરવળ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વૃક્ષો કઈ રીતે ઝૂલી રહ્યા છે.Conclusion:ત્યારે આ પવનો વાયુ વાવાઝોડા સમય ની યાદ તાજી કરતા હોય લોકોમાં એ પણ ભય પ્રસર્યો છે. અને ઉપરાંત ગીરસોમનાથ માં સરેરાશ કરતા ઓછો વરસાદ પડ્યો હોય આ ભારે પવનો વાદળ ને દૂર લઈ જવાનું કામ કરતા હોવાથી લોકોમાં વરસાદ પૂરતો ન પડ્યો હોવાની ચિંતા પણ છે.

***અપ્રુવ બાઈ ધવલ ભાઈ***
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.