- જોડીયા શહેરમાં દુકાનોમાં પાણી ઘુસી જતા વેપારીઓ મુશ્કેલીમાં
- લોકોએ ધોધમાર વરસાદનો લ્હાવો લીધો
- મેઘરાજાએ પાલીકાની પ્રીમોન્સૂન કામગીરીની પોલ ખોલી
ગીર-સોમનાથ(Rain Update): સતત બીજા દિવસે વેરાવળ- સોમનાથ શહેર અને પંથકમાં મેઘરાજા મહેરબાન બની ધોધમાર અનરાધાર હેત વરસાવતા સવારે 2 કલાકમાં ચાર ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો. શહેર અને પંથકમાં વહેલી સવારથી અવિરત મેઘસવારીને પગલે સર્વત્ર વરસાદી માહોલ સાથે ઠંડકનો માહોલ છવાયો છે. વેરાવળ સોમનાથમાં વહેલી સવારે 6થી 8 વાગ્યા સુધીમાં અડઘો ઇંચ ત્યારબાદ 8થી 10 વાગ્યા બે કલાકમાં અનરાધાર ચાર ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. જેના પગલે શહેરના મુખ્ય સહિતના અનેક માર્ગો પર ગટરો ઉભરાઈ જતા વરસાદી સાથે ગટરના ગંદા પાણી વહેતા થતા રાહદારીઓ પરેશાનીમાં મુકાયા હતા.
આ પણ વાંચો: Rain Update: ગીર સોમનાથના તાલુકાઓમાં સાર્વત્રીક વરસાદથી ઠંડક પ્રસરી, કોડીનારમાં સૌથી વઘુ સવા ઇંચ વરસાદ
પગલે દુકાનદારો માલ બચાવવા ચાલુ વરસાદે ધંધે લાગ્યા
13 જૂલાઈના રોજ સવારે ધોધમાર વરસેલા 4.5 ઇંચ વરસાદના પગલે જોડીયા શહેરમાં ઠેરઠેર ગોઠણડૂબ પાણી ભરાઈ ગયા હતા. સોમનાથ સાનિધ્યે આવેલા શોપીંગ કોમ્પલેક્ષમાં ગોઠણડૂબ પાણી ભરાતા અનેક દુકાનોમાં વરસાદી પાણી ઘુસી ગયા હતા. જેના પગલે દુકાનદારો માલ બચાવવા ચાલુ વરસાદે ધંધે લાગ્યા હતા. જ્યારે વેરાવળના સટા બજાર, સુભાષ રોડ, તપેશ્વર મંદિર રોડ, લોહાણા હોસ્પીટલ રોડ, એસ.ટી રોડ, પાલીકા કચેરી આસપાસ, સોમનાથ ટોકીઝ વિસ્તાર સહિત અને વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જેના પગલે લોકો અને વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા.
આ પણ વાંચો: Rain Forecast: ગુજરાતમાં 10 જુલાઈથી વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાતમાં પડશે ભારે વરસાદ
લોકોમાં પાલીકા તંત્ર સામે રોષ
લાંબા વિરામ બાદ બે દિવસથી આવી રહેલા અવિરત ધોધમાર વરસાદે પાલીકાએ કાગળ પર બતાવેલી પ્રીમોન્સૂન કામગીરીની મેઘરાજાએ પોલ ખોલી નાખી હોય તેવા દર્શયો શહેરમાં ઠેર ઠેર જોવા મળ્યા હતા. જેથી લોકોમાં પાલીકા તંત્ર સામે રોષ જોવા મળ્યો હતો. આજે સવારે વરસેલા ધોધમાર વરસાદનો લ્હાવો લેવા બાળકો શેરીઓમાં જ્યારે લોકો અગાસી પર પહોંચી જઈ વરસાદનો લ્હાવો લેતા જોવા મળતા હતા. અનરાધાર વરસાદના પગલે શહેર અને પંથકમાં ઠંડક પ્રસરી ગઈ હતી.