ETV Bharat / state

શું આ લોકોની જેમ તમે પણ ભૂલ્યા દેશના આ મહાન નેતાની જન્મજયંતી? - ષ્ટ્રપિતા મહાત્મા

2 ઓક્ટોબરના રોજ આજે જ્યારે દેશભરમાં ગાંધીજયંતીની 151મી ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે લોકો આ દિવસને માત્ર ગાંધીજયંતી તરીકે જ યાદ કરી રહ્યા છે. ગાંધીજયંતી ઉપરાંત આજનો દિવસે બીજી કઈ રીતે મહત્વનો છે, તે આપણે ભૂલી રહ્યા છીએ. દેશને 'જય જવાન, જય કિસાન'નો નારો આપનારા લાલબહાદુર શાસ્ત્રીની 116મી જન્મજયંતી નિમિત્તે ETV Bharat દ્વારા સોમનાથ આવનારા યાત્રીઓ અને સ્થાનિકોને પૂછવામાં આવ્યું કે, તેમને લાલબહાદુર શાસ્ત્રીની જન્મજયંતી વિશે ખ્યાલ છે ખરો? શું જવાબ મળ્યાં જુઓ ખાસ એહવાલ...

lalbahadur shahstri birth anniversary
lalbahadur shahstri birth anniversary
author img

By

Published : Oct 2, 2020, 4:46 PM IST

ગીર સોમનાથઃ યાત્રાધામ આવનારા યાત્રીઓ અને સ્થાનિકોને ETV BHARATએ વાત કરીને તેમને ગાંધીજયંતી સાથે લાલબહાદુર શાસ્ત્રીની જયંતી પણ છે. તે વિશે માહિતી છે કે, કેમ તે જાણવાનો પ્રયત્ન કર્યો હતો. કારણ કે, જો વાલીઓ અને વડીલોને જ્ઞાન હશે તો જ લાલબહાદુર શાસ્ત્રીને આવનારી પેઢીના બાળકો ઓળખશે. જ્યારે આજના દિવસના મહત્વ વિશે પૂછવામાં આવ્યું ત્યારે કોઈપણ વ્યક્તિને આ બાબતે ખ્યાલ ન હતો. ત્યારે લાલબહાદુર શાસ્ત્રીને એમની યોગ્યતા પ્રમાણેનું સન્માન અને ખ્યાતિ આપવામાં અત્યાર સુધીની રાજ્ય અને કેન્દ્ર સરકારો નિષ્ફળ ગઈ હોય તે કહેવું ખોટું નહીં હોય.

lalbahadur shahstri birth anniversary
ભારતના બીજા વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી

ભારતના બીજા વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીનો જન્મ 2 ઓક્ટોબર 1904ના રોજ થયો હતો. સામાન્ય પરિવારમાંથી સ્વતંત્રતા સંગ્રામ લડીને દેશના બીજા વડાપ્રધાન બનવા સુધી લાલ બહાદુર શાસ્ત્રીજીનું જીવન આદર્શ રાજનેતા બનવાનું પથદર્શક રહ્યું હતું. શાસ્ત્રી અને વિક્રમ સારાભાઈ સાથે મળીને દેશને ન્યુક્લિયર સ્ટેટ બનાવવા માટે સક્રિય રીતે વિચારાધીન હતા, પણ જ્યારે 1965ના ભારત-પાક યુદ્ધના સંપૂર્ણ અંત બાબતે સોવિયેત યુનિયનના તાશકન્ત ખાતે ભારત-પાક કરાર થયા બાદ જ્યારે શાસ્ત્રીનું રહસ્યમય મૃત્યુ થયું, ત્યારે કોઈપણ પોસ્ટમોર્ટમ કર્યા વિના તેમના દેહના અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા હતા. તેવું ઘણા રિપોર્ટમાં કહેવાયું છે.

શું તમે પણ ભૂલ્યા દેશના આ મહાન નેતાની જન્મજયંતી

આ પાછળ રશિયન સંસ્થા KGBનો હાથ હોવાનું રશિયાના પૂર્વ અધિકારીઓની આત્મકથામાં ઉલ્લેખ થયો હોવાના પુરાવા છે. આવી અનેક થિયરી શાસ્ત્રીજીના મૃત્યુ બાબતે પ્રચલિત છે, પણ કદાચ એમનું સાહિત્યિક અને માહિતીમાંથી ભૂંસાઈ જવું એ એમનું સૌથી પીડાદાયક મૃત્યુ છે. એમના વિશે વધુ માહિતી મેળવવાની ઇચ્છા હોય હિન્દી મુવી "દ તાશકન્ત ફાઇલ્સ"માં શાસ્ત્રીજીના જીવન અને મૃત્યુ વિશે સચોટ માહિતી મેળવી શકશો.

ભારતના ઘણા એવા નેતા જેમનું જીવન વિવાદાસ્પદ રહ્યું, પણ લાલબહાદુર શાસ્ત્રી એવા નેતા છે કે, જેમનું જીવન નિર્વિવાદાસ્પદ રહ્યું પણ જેમના મૃત્યુ ને લઈને આજ પણ લાખો ક્યાસ લગાવવામાં આવે છે. ત્યારે જો તમે પણ આ વખતે શાસ્ત્રીને ભૂલ્યા હોય તો આવતા વર્ષે 2 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સાથે આપણા બીજા વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીની પણ જન્મજયંતી જરૂર ઉજવશો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.