ETV Bharat / state

ગીર સોમનાથના વિઠ્ઠલપુર ગામે ગુજરાતનું પ્રથમ ડિજિટલ મહિલા બસસ્ટેન્ડ ખુલ્લું મુકાયું - Digital Women Bus Stand

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાનું વિઠ્ઠલપુર ગામ ખરા અર્થમાં વિકાસશીલ ગામ બની રહ્યું છે. સરકારની વિવિધ યોજનાઓનો અહીં સંપૂર્ણ અમલ તો થાય જ છે.સાથોસાથ ગ્રામપંચાયત દ્વારા વિવિધ યોજનાઓ પણ અમલમાં મુુકવામાં આવે છે. ત્યારે આ વિઠ્ઠલપુર ગામમાં ગુજરાતનું પ્રથમ ડિજિટલ મહિલા બસ સ્ટેન્ડ ખુલ્લું મુકાયું છે.

વિઠ્ઠલપુર ગામે ગુજરાતનું પ્રથમ ડિજિટલ મહિલા બસસ્ટેન્ડ ખુલ્લું મુકાયું

author img

By

Published : Feb 9, 2021, 9:16 PM IST

Updated : Feb 10, 2021, 4:13 PM IST

  • વિઠ્ઠલપુર ગામે ગુજરાતનું પ્રથમ ડિજિટલ મહિલા બસસ્ટેન્ડ ખુલ્લું મુકાયું
  • દીકરીઓના હાથે ઉદ્ઘાટન કરવામાં આવ્યું
  • 100 જેટલી દીકરીઓ બાજુના ગામે અભ્યાસ માટે જાય છે તેમને મળશે લાભ

ગીર સોમનાથઃ જિલ્લાના કોડીનાર તાલુકાનું વિઠ્ઠલપુર ગામ ખરા અર્થમાં વિકાસશીલ ગામ બની રહ્યું છે. સરકારની વિવિધ યોજનાઓનો અહીં સંપૂર્ણ અમલ તો થાય જ છે. સાથોસાથ ગ્રામપંચાયત દ્વારા વિવિધ યોજનાઓ પણ અમલમાં મુુકવામાં આવે છે. ત્યારે આ વિઠ્ઠલપુર ગામમાં ગુજરાતનું પ્રથમ ડિજિટલ મહિલા બસ સ્ટેન્ડ ખુલ્લું મુકાયું છે.

વિઠ્ઠલપુર ગામે ગુજરાતનું પ્રથમ ડિજિટલ મહિલા બસસ્ટેન્ડ ખુલ્લું મુકાયું
વિઠ્ઠલપુર ગામે ગુજરાતનું પ્રથમ ડિજિટલ મહિલા બસસ્ટેન્ડ ખુલ્લું મુકાયું

વિઠલપુર ગામને સ્વચ્છ અને સ્વસ્થ ગામ જાહેર કરાયું

નાનુ ગામ અને મોટુ કામ આ વાત વિઠ્ઠલપુર ગામને લાગું પડી રહ્યું છે. કારણ કે અનેક સુવિધાઓને લઇ સ્માર્ટ વિલેજનું બીરૂદ મેળવાનાર વિઠલપુર ગામને સ્વચ્છ અને સ્વસ્થ ગામ જાહેર કરાયું છે. આ ગામના મોટા ભાગના રહીશો શિક્ષિત છે. ગામ આખું વાઈ-ફાઈ ઈન્ટરનેટથી કનેક્ટ છે. ગામના મુખ્ય માર્ગો પર સીસીટીવી કેમેરા લાગેલા છે. ગામનો મુખ્ય વ્યવસાય ખેતી હોવા છતાં શિક્ષણની સાથે વિજ્ઞાન અને ટેકનોલોજીથી જોડાયેલો રહે છે. ખેતીમાં આધુનિક જ્ઞાનને પણ જોડવામાં આવે છે. વઘુમાં ગ્રામજનોને ફરવા માટે નદી પર રિવરફ્રન્ટ બનાવવાનું કામ ચાલુ છે. ગામમાં ઘરે ઘરે બહેનોને 24 કલાક પાણી મળી રહે તેવી વ્‍યવસ્‍થા કાર્યરત કરવાનું આયોજન કરાયુ હોવાનું સંરપંચે જણાવ્યું હતું.

મહિલા બસ સ્ટેન્ડની સુવિધાઓ

આ ગામમાં સ્માર્ટ ટીવી, સીસી ટીવી કેમેરા, મોબાઈલ ચાર્જર, બસ ટાઇમ ટેબલ, લાયબ્રેરી, ડિજિટલ લાઈટિંગ વિગેરે સુવિધા યુક્ત બસ સ્ટેન્ડ ગામ આગેવાનો સાથે ખુલ્લું મુકવામાં આવ્યું હતું દિકરીઓને માન અને સન્‍માનના સુત્ર સાથે ગીર સોમનાથ જિલ્‍લાના કોડીનાર તાલુકાના વિઠલપુર ગામે રાજયનું પ્રથમ સીસીટીવી સહિતની સુવિધા વાળુ ડિજીટલ મહિલા બસ સ્ટેન્ડ દિકરીઓના હસ્‍તે ખુલ્લુ મુક્યું છે. રાજ્યમાં પ્રથમ ડિજીટલ સુવિધાવાળા મહિલા બસ સ્‍ટેન્‍ડ અંગે વિઠલપુર ગામના સરપંચ પ્રતાપ મહિડાએ જણાવ્યું કે, વિઠલપુર ગામની 100 જેટલી દિકરીઓ અભ્‍યાસ અર્થે આસપાસના ગામોમાં તથા તાલુકા કક્ષાએ નિયમિત આવન-જાવન કરે છે. જેને ઘ્‍યાને લઇ ગ્રામજનોની લાગણી મુજબ અને દિકરીઓને માન પણ અને સન્માન પણના સુત્રને પરીપૂર્ણ કરવા દિકરીઓ માટે ખાસ મહિલા બસ સ્‍ટેન્‍ડ બનાવવામાં આવ્યું છે. બસ સ્‍ટેન્‍ડમાં સ્માર્ટ ટીવી, સીસીટીવી કેમેરા, મોબાઈલ ચાર્જીગની, બસોનું ટાઇમ ટેબલ, લાયબ્રેરી સાથે ડિજીટલ લાઈટીંગ સહિતની સુવિધાઓ રાખવામાં આવી છે. ગામમાંથી અભ્‍યાસ અર્થે આસપાસના ગામોમાં જતી દિકરીઓ બસ સ્‍ટેન્‍ડમાં બેસી વાંચન કરી શકે, મોબાઇલ ચાર્જીંગ કરી શકે તેવી ખાસ સુવિઘા ઉભી કરવામાં આવી છે.

અભ્‍યાસ કરતી દિકરીઓ સાથે ગામની મહિલાઓ સહિત તમામ લોકો માટે ઉપયોગી બની રહેશે

આ ડિજીટલ મહિલા બસ સ્‍ટેન્‍ડ અભ્‍યાસ કરતી દિકરીઓ સાથે ગામની મહિલાઓ સહિત તમામ લોકો માટે ઉપયોગી બની રહેશે. આજે ગામની દિકરીઓના હસ્‍તે આ ડિજીટલ મહિલા બસ સ્ટેન્ડને ખુલ્‍લુ મુકવામાં આવ્યું છે. આ તકે આગેવાનો સહિત મોટીસંખ્‍યામાં ગ્રામજનો ઉપસ્‍થ‍િત રહ્યા હતા. આગામી સમયમાં વિઠલપુર ગામમાં દિકરીઓને ઘ્‍યાને લઇ લગ્‍ન કરવા માટે પાર્ટી પ્‍લોટનું કામ કરવાનું આયોજન કરાયું છે.

ગામમાં સરકારની વિવિધ યોજનાઓનો પૂર્ણ અમલ થાય છે

આ ગામમાં સરકારની વિવિધ યોજનાઓનો પૂર્ણ અમલ થાય છે. તો ગામના ગ્રેજ્યુએટ યુવાન સરપંચ દ્વારા તેમના સાથી સદસ્યોના સહકારથી ગામ લેવલે ઉડીને આંખે વળગે તેવી યોજના ગત 26-જાન્યુઆરીથી અમલમાં મૂકી છે. આર્થીક નબળા વિદ્યાર્થીના ભણતરની જવાબદારી ગ્રામપંચાયતની આ યોજના અંતર્ગત વિઠ્ઠલપુર ગામમાં 'દીકરી વધાવો દીકરી બચાવો' તેમજ જે બાળકોના માતા-પિતા હયાત ના હોય તેવા ધોરણ 1 થી 8 માં અભ્યાસ કરતા બાળકો માટે 'પંચાયત વિદ્યાર્થી યોજના' અમલમાં મૂકી છે. આ બંને યોજના અંતર્ગત ગામમાં જેના ઘરે દીકરી જન્મે તેને પ્રોત્સાહન રૂપે દીકરીના નામે એક હજાર રૂપિયા અર્પણ કરવામાં આવે છે. તો બીજી યોજના અંતર્ગત ગામના નિરાધાર બાળકોનો સંપૂર્ણ અભ્યાસ ખર્ચ ગ્રામપંચાયત ઉઠાવે છે. સાથોસાથ પ્રવાસ ખર્ચ પણ ગ્રામપંચાયત દ્વારા જ વહન કરવામાં આવે છે.

ગીર સોમનાથના વિઠ્ઠલપુર ગામે ગુજરાતનું પ્રથમ ડિજિટલ મહિલા બસસ્ટેન્ડ ખુલ્લું મુકાયું

Last Updated : Feb 10, 2021, 4:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.