ETV Bharat / state

Somnath News: 12 જ્યોતિર્લિંગ રામકથાનું સોમનાથ ખાતે ભવ્ય સમાપન, ભાવિકો અને શ્રોતાગણ પ્રભુ શ્રી રામ અને શ્રી મહાદેવજીના આશીર્વાદથી તરબોળ થયા - સોમનાથ મહાદેવ

આજના યૂગમાં માનવી જયારે અનેક હતાશા અને શોકથી ઘેરાયેલો છે ત્યારે મનને શાંતિ પહોંચાડે તે માટે રામકથા શ્રવણથી મોટો કોઈ અન્ય રામબાણ ઈલાજ નથી. આવા સમયમાં 12 જ્યોતિર્લિંગમાં રામકથાનું શ્રવણ નસીબદારને જ સાંપડે. આવી જ રામકથાનું આજે સોમનાથ ખાતે ભવ્યતાથી સમાપન થયું છે. જાણો મોરારી બાપુ અને શ્રોતાઓના અનુભવો

12 જ્યોતિર્લિંગોમાં ઐતિહાસિક રામકથા
12 જ્યોતિર્લિંગોમાં ઐતિહાસિક રામકથા
author img

By

Published : Aug 7, 2023, 9:58 PM IST

12 જ્યોતિર્લિંગ રામકથાનું સોમનાથ ખાતે ભવ્ય સમાપન

સોમનાથઃ કેદારનાથથી શરૂ થયેલી 12 જ્યોતિર્લિંગની રામકથાનુ સોમનાથ ખાતે ઐતિહાસિક સમાપન થયું છે ઈતિહાસમાં પ્રથમ વખત ભારતના ચાર પ્રાંત અને તેમાં આવેલા બાર જ્યોતિર્લિંગમાં ટ્રેન દ્વારા મોરારી બાપુએ રામ કથા નું આયોજન કર્યું હતું જેમાં 1008 જેટલા ભાવિકો 12 જ્યોતિર્લિંગ રામકથામાં જોડાયા હતા જેનું આજે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ ખાતે સમાપન થયું છે.

12000 કિમીની ધર્મયાત્રાઃ સમગ્ર ભારત વર્ષના 12 જ્યોતિર્લિંગોમાં ઐતિહાસિક રામકથાનું આયોજન રામાયણી કથાકાર મોરારીબાપુએ કર્યુ હતું. બાર દિવસ દરમિયાન દેશના 12 જ્યોતિર્લિંગોમાં મોરારીબાપુએ રામચરિત માનસનું કથા વાંચન કર્યું હતું જેમાં સમગ્ર દેશમાંથી 1008 જેટલા ભાવિકો 12000 હજાર કિલોમીટરની આ ધર્મયાત્રામાં ટ્રેન મુસાફરી દ્વારા જોડાયા હતા. કેદારનાથ થી શરૂ થયેલી રામકથાનું આજે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ સમીપે વિધિવત રીતે સોમનાથ મહાદેવની પૂજા અને ત્યારબાદ મોરારીબાપુ દ્વારા રામચરિત માનસ કથા વાંચન સાથે સમાપન થયું છે જેમાં સમગ્ર દેશમાંથી મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા અને રામકથા દરમિયાન હરી અને હર નો સ્મરણ કર્યુ હતુ.

મોરારીબાપુનો પ્રતિભાવઃ બાર જ્યોતિર્લિંગમાં રામ કથાનું સ્મરણ કરાવીને સોમનાથ પહોંચેલા મોરારીબાપુએ સોમનાથ સમિપે આવવાનો એક અનોખો અહેસાસ વ્યક્ત કર્યો હતો તેમણે જણાવ્યું હતું કે આક્રંદાઓએ સોમનાથ મંદિરને નુકસાન પહોંચાડ્યું હશે પરંતુ તે ધર્મની ભાવનાને નુકસાન ન પહોંચાડી શક્યા જેના સાક્ષી સોમનાથ દરિયા કિનારા પર બિરાજમાન થયેલા સોમેશ્વર મહાદેવ છે.

વર્ષ દરમિયાન એક વખત અહીં આવવાનું સદભાગ્ય પ્રાપ્ત થાય છે જેને હું મારા જીવનની ધન્ય ઘડી ગણું છું...મોરારી બાપુ (પ્રખ્યાત રામકથાકાર)

રામકથા એક સામાન્ય અહેસાસ નથી પરંતુ પવિત્ર અનુભૂતિ છે આ પ્રકારે કથામાં જોડાવાનું સદભાગ્ય પ્રાપ્ત થશે સાથે સાથે બાર જ્યોતિર્લિંગમાં કથા સાંભળવાનો મોકો મળશે તેવુ સપનામાં પણ વિચાર્યુ ન હતું. પરંતુ આજે સોમનાથમાં તે સાક્ષાત્કાર થઈ રહ્યો છે...પ્રવિણ(શ્રોતા, દિલ્હી)

રામકથામાં જોડાવાના અનુભવ અને સમગ્ર માર્ગમાં પ્રભુનું સ્મરણ અને તેની અનુભૂતિ આજે કથા સમાપન સુધી અમને ખેંચી લાવી છે જે ખરેખર ધાર્મિક અનુભૂતિને કારણે આ બધું શક્ય બન્યું હશે. કેદારનાથ થી શરૂ થયેલી રામકથા આજે સોમનાથ ખાતે પૂર્ણ થાય છે ભારતની ચાર દિશાઓ 12 જ્યોતિર્લિંગની યાત્રાની સાથે તેના દર્શન અને પ્રત્યેક જ્યોતિર્લિંગમાં ભગવાન શ્રી રામ ની કથા સ્મરણ જીવનના એક અમૂલ્ય અવસર સાથે મુલવી શકાય 12000 કિલોમીટરની આ ધાર્મિક યાત્રા આજે સોમનાથ ખાતે વિરામ લઈ રહી છે જીવનના આ પ્રસંગને જીવનનો એક સુખદ પ્રસંગ માની શકાય આ પ્રકારના પ્રસંગો દરેક વ્યક્તિના જીવનમાં પ્રાપ્ત થતા નથી પરંતુ તેમને આજે આ ધન્ય ઘડી પ્રાપ્ત થઈ છે જેને લઈને તે કુદરતનો ખૂબ ખૂબ આભાર...ભાવિકા રાઠૌર (શ્રોતા, જયપુર)

ઐતિહાસિક ધાર્મિક ઘટનાઃ આજના યુગમાં રામકથાનું શ્રણવ અને રસપાન ઘણું જ પ્રાસંગિક છે. આ પવિત્ર આહલાદક અનુભવ માણીને ભાવિકોએ સફળતાપૂર્વક 12000 કિલોમીટરની 12 જયોતિર્લિંગની યાત્રા રામકથાનું શ્રવણ કરતા કરતા પૂરી કરી છે. આ એક અત્યંત પાવન અને ઐતિહાસિક ધાર્મિક ઘટના છે.

  1. Morari Bapu Ram katha : મોરારીબાપુ 12 જ્યોર્તિલિંગમાં એકએક દિવસની એમ 18 દિવસ સુધી રામકથા કરશે, શ્રોતાઓ માટે વિશેષ ટ્રેન
  2. વીરપુર રામકથામાં રોજના આશરે 40 હજાર ભક્તો પ્રસાદ લે છે
  3. મર્યાદા પુરુષોત્તમ રામને જાણવાનો સુરતના આંગણે અવસર

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.