ગીરસોમનાથ: જિલ્લા કલેક્ટરે લોકડાઉનનું ચુસ્ત પાલન કરાવવા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ-૩૪ અન્વયે પ્રતિબંધાત્મક આદેશો જારી કર્યા છે. જાહેરનામા અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં તમામ પ્રકારની રોજગારી પુરી પાડતા ઉધોગ, વેપારીઓ, દુકાનો, સંસ્થાઓ અને કોન્ટ્રાક્ટરોને ત્યાં કામ કરતા કર્મચારીઓને નિયત મહેનતાણું પુરે પુરુ આપવું, ભાડે રહેતા લોકો પાસેથી માલિકોએ એક માસ સુધી ભાડુ માંગવું નહીં, ભાડુઆતોને તેમનું સ્થળ છોડવાનું કહેશે તો મકાન માલિક સામે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની જોગવાઈ અનુસાર પગલા લેવામાં આવશે.
![etv bharat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-gsm-collectorjahernamu-7202746_17042020134221_1704f_1587111141_818.jpg)
શ્રમિકોને બળજબરીપૂર્વક કામના રહેઠાણના સ્થળને છોડવાનું કહી શકાશે નહીં. શ્રમિકોને તેમના સ્થળ પર જ રહેવા, ખોરાક તથા પીવાના પાણીની વ્યવસ્થા કરી આપવાની રહેશે. લોકડાઉનની શ્રમિકો દ્વારા ચુસ્ત અમલવારી કરવામાં આવે તેની સંબધિતોએ પુરતી તકેદારી રાખવાની રહેશે. લોકડાઉનમાં અન્ય જિલ્લા તથા અન્ય રાજ્યમાંથી આવેલા માછીમારોને પરીવહનની (દરિયાઈ કે રોડ-રસ્તા) સંપૂર્ણ મનાઈ છે. આવા માછીમારોને બોટ પરજ રહેવાનું રહેશે અને તેમને ખોરાક, પાણી, આશ્રય સ્થાન પુરી પાડવાની જવાબદારી બોટ માલિક, માછીમાર એસોસીએશન, માછીમાર મંડળની રહેશે.
![etv bharat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-gsm-collectorjahernamu-7202746_17042020134221_1704f_1587111141_828.jpg)