ગીર-સોમનાથના કોરોના વોરિયરનું પ્રશસ્તિપત્ર એનાયત કરી સન્માન કરાયું
- કઠિન પરિસ્થિતિમાં ફરજના ભાગરૂપે કોરોના વોરિયર તરીકે નિષ્ડાપુર્વક ફરજ બજાવી
- ઈણાજ જિલ્લા સેવાસદન ખાતે પ્રશસ્તિપત્ર એનાયત કરી સન્માન કરવામાં આવ્યું
- કલેક્ટર અજયપ્રકાશના હસ્તે સન્માન કરાયું
ગીર-સોમનાથ: જિલ્લાના અધિકારીઓ અને કર્મચારીઓનું કોરોના વોરિયર તરીકે જિલ્લા કલેકટર અજયપ્રકાશના હસ્તે ઈણાજ જિલ્લા સેવાસદન ખાતે પ્રશસ્તિપત્ર એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું.
![ગીર-સોમનાથના કોરોના વોરિયરનું પ્રશિસ્તિપત્ર એનાયત કરી સન્માન કરાયું](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/06:49:31:1593868771_gj-gsm-collectorcoronaveer-7202746_04072020184223_0407f_1593868343_828.jpg)
ઉત્સાહપૂર્વક કામગીરી કરતા અધિક કલેકટર બી.એસ.પ્રજાપતિ, નાયબ કલેકટર ભાવનાબા ઝાલા, પુરવઠા અધિકારી સુશીલ પરમાર, મામલતદાર કૃપાલી શાહ, તથા જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ અને કર્મચારીઓનું બહુમાન કરાયું હતું.