ETV Bharat / state

કોડીનાર તાલુકામાં યુરિયા ખાતરની અછત, લાલઘૂમ ખેડૂતોએ સરકાર સમક્ષ કરી ખાતરની માંગ, કૃષિમંત્રીએ શું કહ્યું જૂઓ - યુરિયા ખાતર

યુરિયા ખાતરની અછતને પગલે કોડીનાર તાલુકાના ખેડૂતો રોષે ભરાયા છે. શિયાળુ પાકનું વાવેતર થઈ રહ્યું છે ત્યારે પાયાના ખાતર એવા યુરિયા ખાતરની અછતથી ખેડૂતો સરકાર પર લાલઘૂમ છે. સમયસર ખાતર ન મળતાં ખેડૂતો ઉગ્ર મિજાજમાં જોવા મળી રહ્યાં છે.

કોડીનાર તાલુકામાં યુરિયા ખાતરની અછત, લાલઘૂમ ખેડૂતોએ સરકાર સમક્ષ કરી ખાતરની માંગ, રાઘવજીએ શું કહ્યું જૂઓ

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 5, 2023, 5:17 PM IST

ખાતર મળી રહેવાનું આશ્વાસન

ગીર સોમનાથ : ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ખેડૂતો યુરિયા ખાતરની અછતને પગલે હવે ખૂબ જ રોષમાં જોવા મળી રહ્યા છે. આજે તાલુકાના મોટાભાગના ખેડૂતો યુરિયા ખાતરની અછતને પગલે મામલતદાર કચેરી ખાતે રોષપૂર્ણ રજૂઆત કરવા માટે પહોંચ્યા હતાં. અહીં નાયબ મામલતદારને આવેદનપત્ર આપીને તાકીદે યુરિયા ખાતરની અછત દૂર કરે અથવા તો ખાતરનો જથ્થો પૂરતા પ્રમાણમાં આપે તેવી માંગ કરી છે. તો બીજીતરફ ગાંધીનગરમાં કૃષિપ્રધાન રાઘવજી પટેલે પણ જણાવ્યું હતું કે ખાતરનો પુરવઠો યથાવત રહે તેવા પ્રયાસો કરશે.

ખાતરની અછતને લઈને ખેડૂતો શું કહી રહ્યાં છે : કોડીનાર તાલુકા ખેડૂત આગેવાન જગુભાઈ મોરીએ યુરિયા ખાતરની તંગીને લઈને રોષ વ્યક્ત કર્યો છે. જગુભાઈ વધુમાં જણાવે છે કે જે રીતે શિયાળુ પાકોના વાવેતરના ખરા સમયે ખાતરનો પુરવઠો અસ્તવ્યસ્ત થયો છે જેને કારણે ખેડૂતો પાયાના ખાતરથી વંચિત થયા છે તો બીજી તરફ ખેડૂત અજિત ડોડીયાએ કહ્યું કે આ સમયે ખેડૂતોની માંગ પ્રમાણે જે ખાતરની જરૂરિયાત છે તે પૂરી પાડવાને બદલે ખાતર ડેપો દ્વારા નેનો યુરિયા સહિત અન્ય કેટલાક ખાતરો ખેડૂતોને આપી રહ્યા છે. પરંતુ ખેડૂતોની માંગ માત્ર યુરિયા ખાતરની હોવાથી ખાતર ડેપોમાં યુરિયાની અછતને પગલે ખેડૂતો ખરા સમયે મૂંઝવણમાં મૂકાયા છે. સરકાર તાકીદે યુરિયા ખાતરનો પુરવઠો પૂરો પાડે તેવી માંગ છે.

અછત ન હોવાનું સરકારનું ગાણું : ગુજરાતમાં યુરિયા ખાતર બાબતે અનેક જિલ્લાઓમાં અને તાલુકાઓમાં ખેડૂતોને વારંવાર તકલીફ પડતી હોય છે પરંતુ રાજ્ય સરકાર હંમેશા કહેતી હોય છે કે ખેડૂતોને કોઈ તકલીફ નથી અને યુરિયા ખાતરનો જથ્થો સંપૂર્ણપણે બરાબર છે ત્યારે આજે કોડીનાર ખાતે પણ ખેડૂતો દ્વારા મામલતદાર કચેરીએ યુરિયા ખાતર બાબતે આવેદનપત્ર આપ્યું હતું. ત્યારે સમગ્ર બાબતે રાઘવજી પટેલે નિવેદન આપ્યું હતું કે રાજ્યમાં યુરિયાની કોઈ પ્રકારની અછત નથી.

રાજ્યમાં રવિ પાકની શરૂઆત થઈ છે અને અત્યારે પાયાના ખાતર જેવા કે એનપીકે, ડીએપી જેવા ખાતરો ખેડૂતોની વાવણી પહેલાની માંગ હોય છે. કારણ કે વાવણી પહેલા એ લોકો ખાતર નાખીને રવી સિઝનની વાવણી કરતા હોય છે. યુરિયાનું ખાતર પાક જ્યારે ઊગી નીકળે થોડો મોટો થાય ત્યારે તેને ડોઝ આપવા માટે હોય છે. ખોડીદાસનો પ્રશ્ન મારા ધ્યાનમાં આવ્યો છે મારી પાસે રજૂઆત પણ આવી છે અને મેં અધિકારીઓને સૂચના દીધી છે. પણ હકીકતે યુરિયાની હકીકતે કોઈ શોર્ટજ છે નહીં. પર્ટિક્યુલર કોઈ કિસ્સો હોય તો મારા ધ્યાનમાં મૂકજો તેનો તાત્કાલિક ઉકેલ કરવામાં આવશે..રાઘવજી પટેલ ( કૃષિપ્રધાન)

યુરિયા ખાતરની ભારે માંગ : શિયાળુ પાકોનું વાવેતર બિલકુલ થઈ રહ્યું છે આવા સમયે પાયાના ખાતર તરીકે પાછલા કેટલાક વર્ષોથી ખેડૂતો યુરિયા ખાતરનો ઉપયોગ બહોળા પ્રમાણમાં કરી રહ્યા છે. જેને કારણે આ સમય દરમિયાન ખાતર અને ખાસ કરીને યુરિયા ખાતરની ભારે માંગ હોવાને કારણે પણ પુરવઠો જળવાતો નથી. જેથી દરેક ખેડૂતને યુરિયા ખાતર મળતું નથી. વેચાણ કેન્દ્ર પર પણ યુરિયાનો જથ્થો પૂરો થઈ ગયો હોવાને કારણે પણ ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે. જેથી સરકાર તાકીદે ખાતરનો જથ્થો પૂર્વવત કરે તેવી માંગ કોડીનાર તાલુકાના ખેડૂતો કરી રહ્યા છે.

  1. Amul milk quality: અમુલ દૂધમાં કોઈ કેમિકલ કે યુરિયા નથી, ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનર એચ.જી કોશીયાએ આપી ખાતરી
  2. Surat Urea fertilizer : યુરિયા ખાતર ડેપો પર ખેડૂતોની લાંબી લાઈન લાગી, ટેક્નિકલ ખામી અને ખાતરની તાણ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.