ETV Bharat / state

Lioness Rescue : શિકારની પાછળ દોડતી વખતે ખુલ્લા કૂવામાં ખાબકેલી સિહણનું રેસ્ક્યુ, વનવિભાગે કરી ભારે જહેમત - પ્રાણી સંગ્રહાલય

ગીર સોમનાથ જિલ્લામાં શિકાર પાછળ દોડી રહેલી સિંહણને કૂવામાં ખાબકવું પડ્યું હતું. હડમતીયા ગામમાં બનેલી આ ઘટનાને લઇને ખેડૂતે વનવિભાગને સિંહણ કૂવામાં પડી હોવાની જાણકારી મોકલી હતી. વનવિભાગે કેવી જહેમતથી સિંહણનું રેસ્ક્યુ કર્યું જૂઓ.

Lioness Rescue : શિકારની પાછળ દોડતી વખતે ખુલ્લા કૂવામાં ખાબકેલી સિહણનું રેસ્ક્યુ, વનવિભાગે કરી ભારે જહેમત

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 18, 2024, 2:43 PM IST

વનવિભાગે બે કલાકની ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરી

ગીર સોમનાથ : સૌરાષ્ટ્રના ગીર જંગલમાં એશિયાટિક સિંહોનું હેબિટેટ છે ત્યારે આ વન્ય જીવની સલામતીને લઇને ફક્ત વનવિભાગ જ નહીં, લોકો પણ સારો સાથસહકાર આપતાં જોવા મળે છે. જેની પ્રતિતી ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના હડમતીયા ગામમાં જોવા મળી હતી. અહીં શિકારની પાછળ દોડતી વખતે ખુલ્લા કૂવામાં પડેલી સિંહણનો મામલો સામે આવ્યો હતો. વનવિભાગે બે કલાકની ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરીને સિંહણને સારવાર માટે સકરબાગ પ્રાણી સંગ્રહાલય ખસેડી છે.

ખેડૂતે કરી જાણ : સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના હડમતીયા ગામમાં શિકારની પાછળ દોડતી વખતે ખુલ્લા કૂવામાં પડેલી સિંહણનું વનવિભાગે બે કલાકની ભારે જહમત બાદ રેસ્ક્યુ કરીને તેને સકરબાગ પ્રાણી સંગ્રહાલયમાં સારવાર માટે ખસેડી છે. સિંહણ ખુલ્લા કૂવામાં પડી છે તેની જાણ ખેડૂતને થતા તેણે તાલાલા વનવિભાગનો સંપર્ક કરીને સમગ્ર ઘટનાની જાણ કરી હતી.

મહામહેનતે રેસ્ક્યુ : ત્યાર બાદ વનવિભાગની ટીમે બે કલાકની ભારે જહેમત બાદ પાણીથી ભરેલા કૂવામાંથી સિંહણને સફળતાપૂર્વક બહાર કાઢીને સકરબાગ પ્રાણી સંગ્રહાલયમાં મોકલી આપી છે. કૂવો પાણીથી ભરેલો હોવાને કારણે પણ સિંહણના જીવ પર જોખમ ઊભું થયું હતું. પરંતુ વનવિભાગની કાર્યવાહીને અંતે સિંહણનો જીવ બચાવવામાં સફળતા મળી છે. હાલ સિંહને વધુ સારવાર માટે સકરબાગ પ્રાણી સંગ્રહાલયમાં મોકલી આપી છે. કોઈ પણ પ્રકારની ગંભીર ઇજાઓ હાલ જોવા મળતી નથી, પરંતુ સક્કરબાગના તબીબો દ્વારા સિંહણનું નિરીક્ષણ કર્યા બાદ સિંહણને કેવા પ્રકારની ઈજા થયેલી છે તેને લઈને કોઈ વિગતો સામે આવી શકે છે.

  1. Surat News: સુરતમાં 8 ફૂટ ખાડામાં ફસાયેલા આખલાને ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું
  2. Navsari Python Rescue : વાંસદાના શિંધય ગામમાં ઘૂસ્યો મહાકાય અજગર, ધારાસભ્ય અનંત પટેલે કર્યું રેસ્ક્યુ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.