- ગીર સોમનાથ જિલ્લા પંચાયતની વિવધ સમિતીના સભ્યો અને ચેરમેનની નિમણુંક કરવામાં આવી
- સામાજીક ન્યાય સમિતીના ચેરમેનની નિમણુંક પેન્ડીંગ રખાઈ
- ભાજપ આગેવાનોએ સૌને સહર્ષ સ્વીકાર્યા
ગીર સોમનાથ: જીલ્લા પંચાયતના પ્રમુખ રામીબેન બચુભાઇ વાજાની અધ્યક્ષ સ્થાને સાધારણ સભા મળી હતી, જેમાં નવ જેટલી સમિતિઓના ચેરમેન અને સભ્યોની નિમણુંક કરવામાં આવી હતી.
કોને મળી કઇ સમિતી
જિલ્લા પંચાયત ભવન ખાતે મળેલ બેઠકની સભામાં કારોબારી ચેરમેન તરીકે ભાવેશ વૃજલાલ ઉપાધ્યાય, બાંધકામ સમિતિના ચેરમેન તરીકે રૂડાભાઇ પુનાભાઇ શિંગડ, આરોગ્ય સમિતિના ચેરમેન તરીકે નાથાભાઇ અરજનભાઇ વાજા, અપીલ સમિતિમા રામીબેન બચુભાઇ વાજા, સિંચાઇ સહકાર પશુપાલન ખેતીવાડી સમિતિના ચેરમેન તરીકે પ્રિતિબેન પ્રતાપભાઇ પરમાર, જીલ્લા મહિલા અને બાળ વિકાસ અને યુવા પ્રવૃત્તિ સમિતના ચેરમેન તરીકે વિલાસબેન દ્વારકાદાસ દોમડીયા, શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે મેણીબેન વિક્રમભાઇ પટાટ, બાયોડાયવટીસીટી સમિતિના ચેરમેન તરીકે રાજેશભાઇ ભગવતસિંહ ઝાલા અને જીલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના સભ્યો તરીકે બચુભાઇ પીઠાભાઇ રાઠોડ, દિનેશભાઇ અરજનભાઇ ભજગોતરની નિમણુંક કરવામાં આવી હતી.
આ પણ વાંચો : ગીર-સોમનાથમાં ફરી સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત
સામાજીક ન્યાય સમિતિની રચના બાકી હોવાનું યાદીમાં જણાવેલ છે. આ વરણીઓને લઈ સ્થાનીક ભાજપના આગેવાનોએ વરણી પામેલા સદસ્યોને હારતોરા કરી આવકાર્યા હતા.