ETV Bharat / state

જાણો કેવો રહ્યો જ્યોતિર્લિંગ સોમનાથમાં શ્રાવણનો પહેલો દિવસ - Shravan

ગુજરાતમાં શ્રાવણ માસની શરૂઆત થઈ છે ત્યારે સોમનાથમાં કોરોનાને કારણે અભૂતપૂર્વ માહોલ જોવા મળી રહ્યો છે. યાત્રીઓની કતારો ટૂંકી થઈ છે. લોકો ડરી રહ્યાં છે. છતાં ઘણાં ખરા લોકો સોમનાથ મહાદેવના દર્શને સોમનાથમાં કતારો લગાવીને ઉભાં છે. માસ્ક અને સોશિઅલ ડિસ્ટન્સ એ જાણે કે હવે જીવનનો ભાગ બની ગયાં હોય તેવા દ્રશ્યો સોમનાથમાં દેખાઇ રહ્યાં છે.

જાણો કેવો રહ્યો જ્યોતિર્લિંગ સોમનાથમાં શ્રાવણનો પહેલો દિવસ

author img

By

Published : Jul 21, 2020, 3:07 PM IST

સોમનાથ: શ્રાવણ માસમાં સામાન્ય રીતે સોમનાથમાં દોઢ થી 2 કિલોમીટર લાંબી કતારો લાગે છે.પણ કોરોના પછીનું વિશ્વ કદાચ ફરી એટલું સામાન્ય નથી દેખાઈ રહ્યું. લોકો ડિસ્ટન્સ સાથે કતારોમાં ઉભાં કે બેઠાં છે. 7:30થી સોમનાથ મહાદેવના દ્વાર યાત્રિકો માટે ખુલે તેની શ્રદ્ધાળુઓ રાહ જોઈ રહ્યાં છે ત્યારે કોરોના બાદના શ્રાવણ માસના દ્રશ્યો સામાન્ય શ્રાવણ માસથી તદ્દન વિપરીત જોવા મળી રહ્યાં છે. હજારોની સંખ્યાની અંદર યાત્રિકોનું ટોળું હર હર મહાદેવનો નાદ કરતું નથી દેખાઇ રહ્યું પરંતુ દૂરી જાળવીને સોમનાથ મહાદેવને રીઝવવા આવેલા યાત્રિકો આશા રાખી રહ્યાં છે કે સોમનાથ મહાદેવ કોરોનાના સંકટમાંથી દેશ અને દુનિયાને બચાવશે.

જાણો કેવો રહ્યો જ્યોતિર્લિંગ સોમનાથમાં શ્રાવણનો પહેલો દિવસ
જાણો કેવો રહ્યો જ્યોતિર્લિંગ સોમનાથમાં શ્રાવણનો પહેલો દિવસ

આરતી બાદ જ્યારે ભાવિકોનો ટોળું ધક્કામુક્કી કરી સોમનાથ મંદિર પ્રવેશ લેવા માગતું હતું ત્યારે સોશિઅલ ડિસ્ટન્સના નિયમોનું પાલન ન થતાં પોલીસે બળપ્રયોગ કરવાનો વારો આવ્યો હતો. એક યુવક સાથે રકઝક થતાં પોલીસે તેના પર લાઠીચાર્જ કર્યાના દ્રશ્યો પણ જોવા મળ્યાં હતાં.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.