- 5 નગરપાલિકાના 33 વોર્ડની ચૂંટણીમાં 225757 મતદારો
- સૌથી વધુ મતદારો વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકામાં
- સૌથી ઓછા મતદારો કોડીનાર નગરપાલિકામાં નોંધાયા
ગીર સોમનાથ: ગીર-સોમનાથ જિલ્લામાં આવેલી 5 નગરપાલિકાઓમાં આગામી 21 ફેબ્રુઆરીનાં રોજ ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે સ્થાનિક પ્રશાસન ચૂંટણીલક્ષી કામગીરીમાં લાગી પડ્યું છે. ચૂંટણી અગાઉ જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા 33 વોર્ડના 2.25 લાખથી વધુ મતદારોની અંતિંમ મતદાર યાદી જાહેર કરવામાં આવી છે.
જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા જાહેર કરાયેલી અંતિમ મતદાર યાદી
નગરપાલિકા | વોર્ડ | મતદાન મથકો | કુલ મતદારો | પુરૂષ | મહિલાઓ |
વેરાવળ પાટણ | 11 | 130 | 1,40,093 | 71,242 | 68,850 |
ઉના | 09 | 45 | 45,788 | 23,540 | 22,248 |
તાલાળા | 06 | 18 | 17,928 | 9,243 | 8,685 |
સુત્રાપાડા | 06 | 18 | 17,901 | 9,045 | 8,856 |
કોડીનાર | 01 | 05 | 4,047 | 2,087 | 1,960 |
કોરોનાને કારણે મતદાન મથકો વધારવામાં આવ્યા
ગત વખતે યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી કરતા આ વખતેની ચૂંટણીમાં મતદાન મથકોમાં વધારો કરવામાં આવ્યો છે. જેની પાછળનું કારણ કોરોના મહામારી હોવાનું સત્તાવાર સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. કોરોનાને કારણે મતદાન મથકોની સંખ્યામાં વધારો કરવાની સાથે સાથે ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી સમયે કોરોના ગાઈડલાઈનનો ચુસ્ત અમલ થાય, તેની પણ તકેદારી રાખવામાં આવશે.