લોકસભા ચૂંટણીને લઈને ભાજપ કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે, ત્યારે જૂનાગઢ લોકસભા બેઠક પર કોંગ્રેસે પ્રચંડ પ્રચાર શરૂ કર્યો છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલે ગીર સોમનાથના ઉનામાં સભા સંબોધી હતી. મોદી અને શાહ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, ‘‘મોદીજી કહે છે હું તેમનો મિત્ર છું, આ વન સાઈડ ઇલુઇલું છે. તે મારા ઘરે એક વખત જમી પણ ગયા પણ તેમણે મને ન જમાડયો. અરે તે અડવાણીને ન જમાડે એ મને શું જમાડે.’’ આ પ્રકારના આકરા પ્રહારો કરતા અહેમદ પટેલે અડવાણીના મુદ્દે મોદી અને ભાજપને આડે હાથ લીધા હતા.
અહેમદ પટેલે અમિત શાહ અને ભાજપને આડે હાથ લેતા કહ્યું કે અમિત શાહ ગાંધીનગરમાં આતંકવાદની વાતો કરે છે, ખેડૂતો અને બેરોજગારોની નહીં. પઠાણકોટ સહિત અનેક હુમલાને યાદ કરાવે છે. તેમણે એઈરસ્ટ્રાઇકનું નામ લીધા વિનાજ કહ્યું કે, કોંગ્રેસની સરકાર હતી ત્યારે સૈનિકોએ 1971માં પાકિસ્તાનના બે ટુકડા કર્યા હતા અને બાંગ્લાદેશ બન્યું હતું. પઠાણકોટ હુમલા અને અન્ય હુમલાઓને યાદ કરાવી પટેલે વધુમાં કહ્યું કે, મસુદ અઝહરને કોને છોડ્યો હતો ? પાછા ISISને તપાસ કરવા બોલાવે છે. મોદી પર નિશાન સાધતા કહ્યું કે, ‘‘તમે વગર આમંત્રને ઇલુઇલું કરવા પાકિસ્તાન પહોંચી જાવ છો. ચીનના પ્રધાન સાથે જુલા અને ફાફડા ખાવ છો બધારાજ્યમાં મેટ્રો ટ્રેન છે અહીંયા શું કર્યું ? પાછા જાપાનના વડાને ઉદ્ઘાટનમાં બોલાવો છો.’’
તેમણે સભા દરમિયાન વધું પ્રહાર કરતા કહ્યું હતું કે, ‘‘વડાપ્રધાને તેમની જાતને સરદાર સાથે સરખાવવી છે પરંતુ તેના માટે હજાર જન્મ પણ ઓછા પડે.’’